Festival Posters

ઉત્તરાયણમાં ઘરે બનાવો ગુજરાતી ઊંધિયું

Webdunia
સામગ્રી : આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ - 50 ગ્રામ, ધાણાજીરુ - બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો. 

બનાવવાની રીત : એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments