Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 કલાકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરો નહીં તો ધરણાં કરીશુંઃ ક્ષત્રિય સમાજની માંગ

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (15:03 IST)
વિવાદમાં ફસાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા સાત દિવસથી પોલીસ પકડથી દૂર છે. તેણે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. દેવયત ખવડની ધરપકડ નહીં થતાં પીડિચ યુવકના પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી તેની ધરપકડ કરવામાં નથી આવતી. આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજે આજે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. સમાજના લોકોએ 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરી છે. જો નહીં પકડાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે. દેવાયત ખવડે જેના પર હૂમલો કર્યો હતો તે મયુરસિંહ રાણાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેવાયત વારંવાર એવું કહેતો હતો કે પોલીસ મારા ખિસ્સામાં છે. આ ઉપરાંત તેની પોલીસ સાથે સાંઠ ગાંઠ હોવાથી તે પકડાતો નથી. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, સોસાયટીમાં પણ દેવાયત ખવડનો ત્રાસ હતો. સામાન્ય ગુનેગારો પકડાય તો દેવાયત કેમ ન પકડાય. અમે ગાંધીનગર જઇ અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને પોલીસ કમિશ્નર કચેરીએ આંદોલન કરીશું.રાજકોટ પોલીસ દ્વારા દેવાયત ખવડ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક સપ્તાહથી શોધખોળ આદરી છે. પરંતુ હજી સુધી તેની ભાળ મળી નથી. બીજી તરફ દેવાયતે તેના વકિલ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. બીજી તરફ આજે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ જઈને દેવાયત ખવડની 24 કલાકમાં ધરપકડ કરવા માંગ કરી હતી. આ આગેવાનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તે નહીં પકડાય તો ધરણાં કરવામાં આવશે.અંગત અદાવતમાં દેવાયત ખવડે મયુરસિંહ પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં દેવાયત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મયુરસિંહને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દિવસથી લઈને આજ સુધી તે તેના ઘરને તાળા મારીને ફરાર થઈ ગયો છે. ત્યાર બાદ તે પોલીસના હાથે હજી સુધી લાગ્યો નથી. દેવાયતે મયુરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

Maharashtra Next CM: એકનાથ શિંદે બનવા માંગે છે ગૃહમંત્રી ? CM પદની રેસ વચ્ચે કરી દીધી નવી ડિમાંડ

આગળનો લેખ
Show comments