Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 વર્ષ જૂના Aadharને આ દિવસ સુધી ફ્રી માં ઓનલાઈન કરાવી શકશો અપડેટ

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2023 (12:53 IST)
જો તમે તમારા આધાર  (Aadhaar)માં ઓનલાઈન જઈને કંઈક અપડેટ (Some updates online) કરવા માંગો છો તો હવે બિલકુલ મફત કરી શકશો. યૂનિક આઈડેંટિફિકેશન અથૉરિટી ઓફ ઈંડિયા (યૂઆઈડીએઆઈ)  (Unique Identification Authority of India (UIDAI)) એ નાગરિકોને મફતમાં આધાર માટે ઓનલાઈન દસ્તાવેજ અપડેટ (update documents online for Aadhaar) કરવાની સુવિદ્યા પ્રદાન (Facility for free) કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિદ્યા 14 જૂન સુધી ચાલુ રહેશે. 10 વર્ષ જૂના આધાર કાર્ડ હોય તો તેને અનિવાર્ય રૂપે અપડેટ કરાવવા પડશે. 
 
યૂઆઈડીએઆઈએ લોકોને અપીલ કરી છે માય આધાર પોર્ટલ પર જઈને મફતમાં દસ્તાવેજોને અપડેટ ફેસિલિટીનો લાભ ઉઠાવી શકે છે.  દસ્તાવેજોને અપડેટ કરવા માટે કોઈ ફીસની ચુકવણી નહી કરવી પડે. પણ આધાર કેન્દ્ર પર જઈને ડૉક્યુમેંટ અપડેટ કરવા પર 50 રૂપિયાની ફી આપવી પડશે. આ પહેલા રહેવાસીઓને આધાર પોર્ટલ પર પોતાના દસ્તાવેજો અપડેટ કરવા માટે 25 રૂપિયાની ચુકવણી કરવી પડતી હતી. 
 
રહેવાસીઓને તેમના આધાર દસ્તાવેજો નિઃશુલ્ક ઑનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપવાનો UIDAIનો નિર્ણય એક લોક-કેન્દ્રિત પગલું છે, જેનો લાખો રહેવાસીઓને લાભ થશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. મફત સેવા આગામી ત્રણ મહિના (એટલે ​​​​કે 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી) માટે ઉપલબ્ધ છે.
 
'આધાર નોંધણી અને અપડેટ રેગ્યુલેશન્સ, 2016' મુજબ, આધાર નંબર ધારક તારીખથી દર 10 વર્ષ પૂર્ણ થયા પછી ઓળખનો પુરાવો (POI) અને સરનામાનો પુરાવો (POA) દસ્તાવેજો સબમિટ કરીને ઓછામાં ઓછા એક વખત આધાર માટે નોંધણી કરાવી શકે છે. આધાર માટે નોંધણી. તમારા સહાયક દસ્તાવેજોને તેમની માહિતીની સતત ચોકસાઈની ખાતરી કરવા માટે અપડેટ કરો.
 
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ ધ્યાન રાખવુ જરૂરી છે કે આ સેવા ફક્ત માય આધાર પોર્ટલ પર મફત છે અને ફિઝિકલ આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી આપવી પડશે જેવી કે પહેલે થતુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં વધુ એક ની એન્ટ્રી, કરોડો રૂપિયાની લાગી શકે છે બોલી

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments