Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat ST Bus Rent - ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કર્યો, આજથી વધુ ભાડુ ચૂકવવું પડશે

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (09:38 IST)
GSRTC
એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ, કિ,મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું
એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા ભાડુ વધારવામાં આવ્યું
 
Gujarat ST Bus Rent - ગુજરાત એસટીમાં મુસાફરી કરતા 10 લાખથી વધુ મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે. સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.
 
1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે
એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ, કિ,મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું છે અને એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યું છે. જ્યારે એસી અને નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસાના બદલે 77 પૈસા પ્રતિ કિ.મી કરવામાં આવ્યું છે. એસ ટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. 
 
2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 
 
છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં વધારો કરાયો નથી
એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

આગળનો લેખ
Show comments