Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સત્યમેવ જયતે'ના સાતમા એપિસોડમાં આમિરનું નિશાન ઘરેલુ હિંસા

Webdunia
P.R
આમિર ખાનનો ટીવી શો 'સત્યમેવ જયતે' સાતમાં એપિસોડ સુધી પહોંચ્યો છે અને લોકોની અપેક્ષા વધી રહી છે. દરેક એપિસોડમાં આમિર ખાને એવા મુદ્દાની ચર્ચા કરી છે કે દર્શકો મૂક થઈ જાય છે. આ વખતે તેણે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસાના મુદ્દે ચર્ચા કરી હતી.

શોમાં ઘણી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા પતિઓ સામે અવાજ ઉઠાવનારી સ્ત્રી સાથે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ માતૃત્વ અને સ્ત્રીત્વનાં ખરા ઉદાહરણ પૂરા પાડ્યા છે.

રશ્મી આનંદ, જાણીતી લેખિકા અને કાઉન્સિલરે પોતાના અંગત અનુભવ વિશે વાત કરી હતી અને કેવી રીકે પોતાના હિંસક પતિનો સામનો કર્યો તેના વિશે પોતાની કહાની રજૂ કરી હતી. શોમાં એક સામાજિક કાર્યકર કમલા ભસીન સાથે પણ વાત કરવામાં આવી હતી જેઓ સમાજમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે છેલ્લા 20 વર્ષથી સક્રિય છે. તેમણે વાત કરી હતી કે પુરુષો કેવી રીતે સ્ત્રીઓનું શોષણ કરે છે અને સમાજના પુરુષ પ્રધારન અભિગમને કારણે જ તેમને સ્ત્રીઓનું શોષણ કરવાનો અધિકાર મળી જતો હોય છે.

' સત્યમેવ જયતે'માં એક પ્રામાણિક પોલિસ અધિકારી સતિષ બાલનને પણ બોલાવવામાં આવ્યા હતાં જેઓ પોતાના પ્રયાસોને પરિણાણે પોતાના અધિકારક્ષેત્રમાં સ્ત્રીઓ માટે શેલ્ટર હોમ ખોલવામાં સફળ રહ્યા છે. તેમણે ઘરેલુ હિંસાના મુદ્દે સ્ત્રીના અધિકારો અને જોગાવાઈઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે ઘરેલુ હિંસાથી પિડાતી સ્ત્રીએ વકિલ રોકવાની જરૂર નથી, તેમના માટે પ્રોટેક્શન ઓફિસર જ આ બધુ કાર્ય કરી આપે છે. ઉપરાંત, જે સ્ત્રીઓને પોતાના પતિ સાથે રહેવામાં ભય હોય અથવા અન્ય કોઈ પણ સ્ત્રી જે આ રીતે શોષિત હોય તે શેલ્ટર હોમમાં રહી શકે છે.

શોમાં સન્નો નામની એક ડ્રાઈવરને પણ બોલાવવામાં આવી હતી. લાંબા સમય સુધી પતિનો શારીરિક ત્રાસ સહન કર્યા બાદ એક દિવસ તેણે પોતાના પતિને સામે થપ્પડ મારી દીધી અને તેને પોતાની અંદર રહેલી શક્તિનો અહેસાસ થયો. તેણે પોતાના પતિની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો. તે આજે એક એજન્સીમાં ડ્રાઈવર છે જે સ્ત્રીઓને ડ્રાઈવિંગની ખાસ તાલીમ આપે છે અને સન્નો ડ્રાઈવરના નામે જાણીતી છે.

સન્નોએ પોતાની સફળતા માટે પોતાના બાળકોનો હાથ હોવાની વાત સ્વીકારી હતી.

અંતમાં આમિર ખાને સેટ પર હાજર પુરુષો સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ પૌરુષત્વ વિશે શું માને છે...મોટાભાગના પુરુષો ચૂપ હતા અને તેમને પુરુષોની આવી માનસિકતા પર શરમ આવતી હતી.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments