Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી કેવી રીતે ઉજવે છે ટીવી સ્ટાર

Webdunia
દિવાળી તહેવાર ઉલ્લાસ અને ખુશીનો તહેવાર છે. કલર્સના લોકપ્રિય સીરિયલ્સના તમારી પસંદગીના કલાકાર કેવી રીતે આ તહેવાર ઉજવે છે તે આ તહેવાર માટે શુ વિશેષ તૈયારી કરે છે. આવો જોઈએ..

P.R
શોએબ મલિક - ( સસુરા સિમર કા નો પ્રેમ) દિવાળી મારુ સૌથી પસંદગીનો તહેવાર છે. પરિવાર સાથે મળીને દિવો પ્રગટાવવો, ફટાકડા ફોડવા અને મીઠાઈઓને કોણ ભૂલી શકે છે. મીઠાઈ મારી નબળાઈ છે. હુ દિવાળીને ખૂબ સારી રીત સેલબ્રેટ કરુ છુ. મારી તરફથી બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છા.

P.R
દીપિકા સૈમસન ( સસુરાલ સિમર કા'ની સિમર) આ તહેવારનુ એક અલગ જ મહત્વ છે. ક્રિસમસ માટે સેંટર અને દિવળી પર ફટાકડા આ તહેવારમાં ફટાકડાં ફોડતી વખતે સાવધાની પણ રાખવી જોઈએ. તારામંડળ અને અનાર(કોઠી) મને વધુ પસંદ છે, બીજી બાજુ રોકેટ અને મોટા બોમ્બથી મને ભય લાગે છે. અવાજથી બચવા માટે હુ ઈયરપ્લગ લગાવી લઉ છુ. હુ ઈચ્છુ છુ કે નોઈસ પોલ્યુશન મુક્ત દિવાળી હોવી જોઈએ. મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા.

P.R
પ્રત્યુષા બેનર્જી - ( બાલિકા વધુની આનંદી) મને દિવાળી પર ખરીદી કરવી ખૂબ પસંદ છે. જ્યારે હુ નાની હતી ત્યારે મારી મમ્મી મને દિવાળીના ત્રન મુખ્ય દિવસો માટે કપડા અપાવતી હતી. આ શોખ હવે પરંપરા બની ચુક્યો છે. આ વર્ષે મે કપડાં સાથે જેવેલરી પણ ખરીદી છે.

મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા. આ દિવાળી બધાની કિસ્મતનો સિતારો ગણેશજીની સૂંઠની જેમ ચમકે. તેમના પેટ જેટલુ ધન આવે અને લાડુ જેટલી મીઠી ખુશીઓ મળે અને મુસીબતો ઉંદર જેટલી નાની બની જાય.

P.R
સિદ્ધાર્થ શુક્લા - ( બાલિકા વધુના શિવ) મારા ઘર દિવાળીના તહેવાર સાદગીથી ઉજવવામાં આવે છે. લક્ષ્મી પૂજા પણ થાય છે. મા રસોઈ બનાવે છે. આખા ઘરમાં લાઈટિંગ માટે ફાણસ પ્રગટાવવામાં આવે છે, જેની જવાબદારી મારા પર હોય છે.

મને પેરાશૂટ સૌથે વધુ ગમે છે, જે વિવિધ રંગોમા મળે છે. અમે તેને છોડીએ છીએ અને જોઈએ છીએ કે તે કંઈ બિલ્ડિંગ ની અગાશી પર પડ્યો. હુ મારા બધા પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા પાઠવુ છુ.; હંમેશા તેમન દિલમાં મારુ સ્થાન રહે.


P.R
શ્રીજીતિ ડે (ઉતરનની મુક્તા) દિવાળી પર મારી અંદરનો કલાકાર સામે આવી જાય છે, કારણ કે મને રંગોળી બનાવવી ખૂબ જ પસંદ છે. હુ દિવાળીના વિવિધ દ્રશ્યોને ચિત્રિત કરુ છુ. એક્વાર મેં રંગોળી દ્વારા આંગણમાં સ્વાગત સંદેશ બનાવ્યો હતો. આ પાવન તહેવાર તમરા જીવનમાં ઘણી બધી ખુશીઓ અને ધન સમૃદ્ધિ લાવે.

P.R
ટીના દત્તા (ઉતરનની ઈચ્છા/મીઠી) દિવાળી સ્મગ્ર પરિવાર સાથે ઉજવાતો તહેવાર છે. મારો આખો પરિવાર પહેલ ધનતેરસના માટે અને પછી મુખ્ય દિવાળીની પૂજા માટે એકત્ર થાય છે. આખો પરિવાર મળીને સાંજે અગાશીમાં ભોજન કરીએ છીએ અને બધા મળીને ફટાંકડા ફોડીએ છીએ.

મને તારામંડળ લઈને રાત્રે અગાશી પર બેસવુ ગમે છે. આકાશમાં જોવુ કયુ રોકેટ સૌથી ઉઅપ્ર જાય છે. કયુ આકાશમાં ફૂંટીને અજવાળુ ફેલાવે છે. તમારા બધા માટે દિવાળી શુભ અને સુરક્ષિત રહે. મારી આ જ શુભેચ્છા.

P.R
કીર્તિ નાગપુરે. (પરિચયની સિદ્ધિ) આ દિવાળીમાં મે માટીના દિવાઓની લાઈન, રંગોળી અને આકાશદીપથી ઘરની સજાવટ કરી છે. દિવાળી પર લક્ષ્મીજી અમારા ઘરે આવે છે. તેથી અમે તેમનો મીઠાઈઓ અને ફટાકડાઓથી તેમનું સ્વગત કરીએ છીએ. હુ મરા પરિવાર અને મિત્રોની સાથે આ તહેવારની ખુશીઓ વહેચીશ. બધા માટે દિવાળી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલી છે.


P.R
સમીર સોની (પરિચયનો કુણાલ) દર વર્ષની જેમ દિવાળીની પારંપરિક પૂજા કર્યા પછી ડીનર માટે અમે મિત્રોના ઘરે જઈશુ. કાર્ડ પાર્ટી પણ ઉજવી શકીએ છીએ. મને કાર્ડ પાર્ટીની ખૂબ યાદ આવે છે. હુ એ પૈસાઓથી વંચિત રહ્યો છુ જે આવી પાર્ટીઓથી મળે છે. હુ ઈચ્છુ છુ કે દિવાળી સમૃદ્ધિ ભરેલી અને સુરક્ષિત રહે.

P.R
ધુષ્ટિ ધામી - (મધુબાલાની મધુ) કેટલાક વર્ષો પહેલા હુ જગમગ લાઈટ અને ફટાકડાંઓનો આનંદ લેતી હતે પણ હવે મને લાગે છે કે અ ધ્વનિની સાથે પર્યાવરણને પ્રદૂષિત પણ કરે છે. તેથી હવે હુ ઘણી બધી મીઠાઈ ખરીદીશ. રંગોળીની સાથે પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવાની શરૂ કરી દીધી છે. આને ઉજવવામાં પણ મને એટલો જ આનંદ આવે છે. બધા પ્રશંસકોને મારી વિનંતી કે તેઓ ખુશીઓથી ભરપૂર અને પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવે.

P.R
વિધિયન ઈસેના (મધુશાળા ના આરકે) દિવાળી આવતા જ મને બાળપણની યાદ આવે છે. જ્યારે હુ હાથમાં સુતડી બોમ્બ સળગાવીને હવામાં ફેંકતો હતો. મારા પપ્પા મને રોકવા દોડતા અને મારા મિત્રો મને સમજાવતા કે આવુ કરવુ ખૂબ જ ખતરનાક છે. બાળકોએ આવુ ક્યારેય ન કરવુ જોઈએ. બધા પાસેથી સુરક્ષિત દિવાળીની આશા રાખુ છુ. આ દિવાળી બધાન જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments