Festival Posters

આમિરનો શો 'સત્યમેવ જયતે' અમિતાભના 'કેબીસી' કરતા આગળ

Webdunia
P.R
નાના પડદે આમિર પોતાની અસર ઊભી કરવામાં કેટલી હદે સફળ રહ્યો તેની અટકળોનું બજાર જોરમાં છે. ગુરૂવારે જાહેર કરાયેલા ટીઆરપીના આંકડા પરથી ખ્યાલ આવે છે કે આમિરનો શો 'સત્યમેવ જયતે' અમિતાભ બચ્ચનના 'કેબીસી' કરતા પણ આગળ નીકળી ગયો છે.

ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ (ટેમ)ના અહેવાલ અનુસાર 'સત્યમેવ જયતે'ના પહેલા એપિસોડને 9 કરોડ લોકોએ નિહાળ્યો હતો અને 4.1ની સૌથી વધુ ટીઆરપી મળી હતી.

ટેમ અનુસાર સ્ત્રીભૃણ હત્યાના મુદ્દા પર આધારિત પહેલો એપિસોડ 2.67 કરોડ દર્શકો સુધી પહોંચ્યો હતો. ઈન્ડિયન રિડરશીપ સર્વે અનુસાર 90 મિલિયન ભારતીયોએ (શહેરી અને ગ્રામીણ દર્શકો સહિત) આ પહેલો એપિસોડ જોવા માટે ટીવી ઓન કર્યું હતું.

' સત્યમેવ જયતે'ને 4.1ની ટીઆરપી મળી હતી (ટેમ, જે આખા ભારતના 4 વર્ષથી વધુ જૂના દર્શકોનો સમાવેશ કરે છે.) જે 'કૌન બનેગા કરોડપતિ 5'ની 3.5 ટીઆરપી કરતા વધારે હતી. આ ડેટામાં આખા ભારતીય માર્કેટનો સમાવેશ કરાયો છે, કેબલ અને દૂરદર્શન જોવાવું હોય તેવા ઘરો સહિત.

' સત્યમેવ જયતે'નો પહેલો એપિસોડ 6મે ના રોજ આઠ અલગ અલગ ભાષાઓમાં 9 ચેનલ પર પ્રસારિત થયો હતો. જેમાં સ્ટાર ટીવી નેટવર્કની ચેનલ, ઈટીવી તેલૂગુ અને નેશનલ બ્રોડકાસ્ટર ડીડી1 સામેલ હતાં.

આ શો દ્વારા સમાજમાં પણ હકારાત્મક અસર પેદા થઈ છે. 'સત્યમેવ જયતે' સર્ચ ગુગલ એન્જીન પર શોના હોસ્ટ આમિર કરતા પણ વધારે સર્ચ થયો છે. આ શો ટ્વિટરના 10 ટ્રેન્ડમાં ટોપ 5માં સ્થાન પામ્યો હતો.

આ શો દર રવિવારે સવારે 11 વાગ્યાના સ્લોટમાં પ્રસારિત થાય છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments