Festival Posters

આમિરના શો 'સત્યમેવ જયતે' ની ટીઆરપી આઈપીએલથી વધુ

Webdunia
P.R
ફિલ્મ સ્ટાર આમિર ખાનનો ટીવી શો સત્યમેવ જયતે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી રહ્યો છે. દરેકના મોઢે આમિરના શોની ચર્ચા છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ આમિરના શોને લઈને ચર્ચા ચાલી રહી છે. વધતી લોકપ્રિયતાને કારણે આ શો આઈપીએલ પર પણ ભારે પડી રહ્યો છે. આમિરના શોની ટીઆરપી આઈપીએલથી પણ વધારે આવી રહી છે એટલે કે આમિરના શોને આઈપીએલથી પણ વધુ દર્શકો મળી રહ્યા છે.

દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં હિટ

ટેમ તરફથી બહાર પાડવામાં આવેલા આંકડાં અનુસાર શોને દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે. આ ત્રણેય શહેરમાં શોને 3.8 રેટિંગ મળ્યું છે. આ રેટિંગ આઈપીએલ-5થી વધુ છે. આઈપીએલમાં અત્યારસુધી 16 મેચ થયા છે. એપ્રિલના અંતમાં આઈપીએલનું રેટિંગ 3.65 હતું.

બીજા ટીવી શો પર પણ હાવી

આમિરનો શો અન્ય ટીવી સીરિયલો પર પણ ભારે પડી રહ્યો છે. બડે અચ્છે લગતે હૈ જેવી સીરિયલનું રેટિંગ ફક્ત 3.54 છે. બોલ્ડ સીન બાદ આ સીરિયલનું રેટિંગ વધી ગયું હતું. શોને 4 પોઈન્ટ મળ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોથી સીરિયલના રેટિંગમાં ઘટાડો આવ્યો છે. ઉતરન અને બાલિકા વધૂ જેવી સીરિયલ જ્યારે શરૂ થઈ ત્યારે તેમને 5નું રેટિંગ મળતું હતું પરંતુ હવે આ રેટિંગ 3થઈ 3.5 વચ્ચે ચાલી રહ્યુ છે.

છ મેટ્રો શહેરોમાં સત્યમેવ જયતેની ટીવીઆઈ 2.9 છે. આ શહેરમાં ચેન્નાઈ, બેંગાલુરૂ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં શો સૌથી વધુ હિટ થયો છે. દિલ્હીમાં શોને 5.9, મુંબઈમાં 3.1 અને કોલકાતામાં 1.8 ટીવીઆર મળ્યું છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

Show comments