ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં ગોલીનુ પાત્ર ભજવનારા કુશ શાહે 16 વર્ષ પછી શો ને અલવિદા કહી દીધુ છે. થોડા મહિના પહેલા કુશે પણ શો છોડવાના સમાચારનુ ખંડન કર્યુ હતુ. જો કે હવે તેમણે પોતે એક વીડિયોમાં આ માહિતી આપી છે.
વીડિયોમાં કુશે પોતાના ફેંસને કહ્યુ - જ્યારે આ શો શરૂ થયો તમે અને હુ પહેલીવાર મળ્યા હતા. ત્યારે હુ ખૂબ નાનો હતો. તમે મને ત્યારથી ખૂબ પ્રેમ આપ્યો છે. આ પરિવારે મને એટલો જ પ્રેમ આપ્યો, જેટલો તમે આપ્યો છે. મે અહી ઘણી બધી યાદો બનાવી છે. અહી ખૂબ મજા કરી છે.
<
Probably for the first time, the Taarak Mehta Team is giving a proper farewell to their actor.
Kush Shah as Goli will be remembered forever. pic.twitter.com/6xSvdkhqZM
તેમને આગળ કહ્યુ, મે અહી મારુ બાળપન વિતાવ્યુ છે. હુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા શ્રી અસ્તિ કુમાર મોદીનો આભાર માનુ છુ. તેમણે મારી પર ખૂબ વિશ્વાસ કર્યો, મારા પાત્રને આટલો રસપ્રદ બનાવ્યુ અને હંમેશા મને પ્રેરિત કર્યો. તેમના વિશ્વાસને કારણે જ આજે કુશ ગોલી બની શક્યો.
કુશે તારક મેહતાની આખી કાસ્ટ સાથે કેક કાપ્યો. અસિત મોદીએ તેના વખાણ કરતા કહ્યુ કે ગોલી બાળપણથી જ ગોકુલધામ સોસાયટીનો ભાગ રહ્યો છે અને તેને હંમેશા પોતાના પાત્રમાં નિરંતરતા કાયમ રાખી છે.