Webdunia - Bharat's app for daily news and videos

Install App

'લક્ષ્મણ' દ્વારા ટ્વીટ કરતાની સાથે જ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કેમ થઈ?

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (18:29 IST)
રામાનંદ સાગરની રામાયણ ટીવી પર બીજી વખત પ્રસારિત થઈ રહી છે. આવી સ્થિતિમાં રામાયણના પાત્રોને ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે નવી પેઢી  પણ  તેનો ખૂબ આનંદ લઈ રહી છે લોકડાઉનમાં લોકોના મનોરંજન અને જ્ઞાન માટે શરૂ કરાયેલ રામાયણ દ્વારા ડીડી નેશનલની ટીઆરપીમાં વધારો થયો છે. રસપ્રદ વાત એ છે કે દરેક ઘરમાં રામાયણ જોવામાં આવી રહી છે. તે સાથે જ લક્ષ્મણના પાત્રથી લઈને મેઘનાદ અને કુંભકર્ણને પણ પસંદ કરવામાં આવી રહ્યું  છે. હનુમાનજી પહેલાથી જ દરેકના પ્રિય રહ્યા છે. 
 
સોશ્યલ મીડિયા પર પણ દરેક એપિસોડની ખૂબ ચર્ચા થઈ રહી છે. રામાયણના પાત્રો પણ ટીવી પર ફરી ખુદને જોઈ રહ્યા છે.
 
લક્ષ્મણે તાજેતરમાં મેઘનાદનો વધ કર્યો છે. લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા સુનિલ લાહિરીએ પોતાની ટીવી જોતી એક ફોટો ટ્વીટ કરી હતી. આ તસવીરમાં  તેઓ  મેઘનાદ સાથે યુદ્ધ કરી રહ્યા છે. તે જે રીતે ગુસ્સેલ સ્વભાવના છે, તેવા જ ફોટોમાં પણ જોવા મળી રહ્યા છે. સુનીલ લાહિરીનો આ ફોટો પોસ્ટ કર્યા પછી  તે સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર હજારો લોકો રીટ્વીટ અને ટિપ્પણી કરી રહ્યા છે.
 
સોશિયલ મીડિયા પર આ ફોટો જોઇને લોકો કહી રહ્યા છે કે હે લક્ષ્મણ, તમે હવે મેઘનાદનો વધ કરી દીધો છે, હવે તો તમે સ્માઈલ કરો 
ખરેખર, લોકોને રામાયણમાં લક્ષ્મણનો ગુસ્સો સ્વભાવ ખૂબ જ પસંદ છે, તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે, તેથી લોકો હવે તેમને ચેહરા પર સ્માઈલ લાવવાનુ કહી રહ્યા છે. 
કેટલાક કહે છે કે, ફરીથી યુદ્ધ જોવા છતા ગુસ્સો આજે પણ નાક પર એવો જ છે. 
કોઈ કહે છે કે સર, તમે અસલી લક્ષ્મણ લાગો છો, લક્ષ્મણની ભૂમિકા તમારાથી વધુ સારી રીતે કોઈ નથી કરી શકતુ. 
કેટલાક કહે છે, એ જ એક્સપ્રેશન એ જ અંદાજ.  વાહ પ્રભુ તમે મહાન છો, લક્ષ્મણ ભૈયાની જય હો 
મેઘનાદના વધ પછી લક્ષ્મણના ચહેરા પર જે સ્મિત આવે છે તેના વિશે પણ લોકો ઘણી પોસ્ટ કરી રહ્યા છે. લક્ષ્મણ એટલે કે સુનીલ લહિરી હમણાં સોશિયલ મીડિયામાં લોકોનો હીરો છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

આગળનો લેખ
Show comments