Webdunia - Bharat's app for daily news and videos

Install App

'બિગ બોસ' સિઝન 6માં કામણગારી કિમ કાર્ડિશિયનને લાવવાનો પ્રયાસ !!

Webdunia
' બિગ બોસ' સિઝન 6 માટેનું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને જો કાસ્ટિંગ એજન્ટની વાતનો વિશ્વાસ કરીએ તો આ વખતે અમેરિકન ટીવી રિઆલિટી સ્ટાર, મોડલ અને એક્ટ્રેસ કિમ કાર્ડિશિયનને બધા રિઆલિટી શોના બાપ એવા 'બિગ બોસ'માં બોલાવવાની વાત ચાલી રહી છે.
P.R


કાસ્ટિંગ એજન્ટ અનુસાર કિમે 4.5 કરોડની અધધ રકમની માંગ કરી છે.

જો તમને યાદ હોય તો 'બિગ બોસ'ની સિઝન 4માં 'બે વોચ' બ્યૂટી પામેલા એન્ડરસનને પણ બે દિવસ માટે બિગ બોસના ઘરમાં બોલાવવામાં આવી હતી. શોની છેલ્લી સિઝનમાં ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓને પણ ભાગ લીધો હતો.

એજન્ટ્સ કહે છે કે સન્ની લિઓન પછી આ વખતે પણ તેના જેવી જ અન્ય કોઈ હોટ સેલિબ્રિટીને શોમાં લાવવાનું કામ મુશ્કેલ છે. શોના પ્રોડ્યુસર્સ કોઈ સુપર સેક્સી સેલિબ્રિટીને લાવવા માંગે છે. અને આ માટે કોર્ડિનેટર્સ સઘળા પ્રયાસો કરી રહ્યા છે. એન્ડેમોલ ઈન્ડિયાના સીઈઓ દિપક ધારે કહ્યુ હતું કે, "અમે બિગ બોસ માટે ઘણા ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝનો સંપર્ક કર્યો છે પણ અત્યારે હું કોઈના નામ નહીં આપી શકું."
P.R

અને જો કિમ સાથે આ ડિલ થઈ જાય તો વિચારો કે બિગ બોસના કિચનમાં કેવો ડ્રામાં જોવા મળશે. તેણે હાલમાં જ પોતાના રિઆલિટી શો દરમિયાન ભારતીય ભોજનને 'ડિસગસ્ટિંગ' ગણાવ્યુ હતું. અલબત્ત, તેની આ ટિપ્પણીને કારણે તેને ઘણા લોકોની ટિકાનો સામનો કરવો પડ્યો હતો અને પાછળથી તેણે આ વિશે માફી માંગવાની ફરજ પડી હતી.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર