rashifal-2026

ચાણક્ય નીતિ - જાણો માં લક્ષ્મી કયા લોકો પર વરસાવે છે પોતાની કૃપા

Webdunia
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે ચાણક્યની નીતિઓ આજે પણ લોકો વચ્ચે પ્રાસંગિક છે. જાણો કંઈ વાતોનુ ધ્યાન રાખવાથી કાયમ બની રહે છે મા લક્ષ્મીની કૃપા 
 
 
1. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ અસ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે અને કઠોર શબ્દો બોલે છે અને  સૂર્યોદય પછી ઉઠનારા વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા ક્યારેય વરસતી નથી. તેથી વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને મીઠી વાણી બોલવાની સાથે જ સૂર્યોદય પહેલાં ઉઠવુ જોઈએ.
 
2. ચાણક્ય નીતિ અનુસાર કાંટા અને દુષ્ટ લોકોથી બચવાની બે રીત છે.  પ્રથમ, કાંટાથી બચવા માટે પગમાં ચંપલ પહેરો અને દુષ્ટ વ્યક્તિને એટલો શર્મશાર કરી દો કે એ માથુ ઉઠાવી ન શકે અને તમારાથી અંતર રાખી લે. 
 
3.  ચાણક્ય કહે છે કે જ્યારે વ્યક્તિ ધન દોલત ગુમાવી બેસે છે, ત્યારે તેના સંબંધીઓ, મિત્રો અને નોકરો અને પત્ની પણ છોડીને જતી રહે છે. ધન પરત આવે તો  આ બધા પણ પરત આવે છે. ચાણક્યએ ધનને જ સાચો મિત્ર અથવા સંબંધી બતાવ્યો છે. 
 
4.  ચાણક્ય કહે છે કે પ્રેમ એ સત્ય છે જે બીજા માટે કરવામાં આવે છે. ખુદથી જે થાય છે તેને પ્રેમ નથી કહેતા. ઠીક આ જ રીતે કોઈપણ જાતના બાહ્ય દેખાવ વગર કરવામાં આવતુ દાન જ અસલ દાન છે.  

5. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારે પોતાના સંસ્કાર અને ગુણોથી મોઢુ ન ફેરવવુ જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ, ચંદન કપાય ગયા પછી પણ સુગંધ છોડતુ નથી. હાથી વૃદ્ધ થયા પછી પણ પોતાની લીલા છોડતુ નથી.  શેરડીને નિચોડી નાખ્યા પછી પણ તેની મીઠાસ ઓછી થતી નથી. આ જ રીતે એક સારો વ્યક્તિ પોતાના ગુણ અને સંસ્કારોને ક્યારેય છોડતો નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Surendranagar Accident - સુરેન્દ્રનગરમાં નોકરીના પહેલા જ દિવસે બે ભાઈઓનુ ભયંકર અકસ્માત, માથુ ધડથી અલગ અને શરીરના ટુકડે ટુકડા

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments