Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teachers Day Speech - શિક્ષક દિવસ પર ભાષણ

Webdunia
શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (09:15 IST)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનુ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે.
એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષક દિવસના દિવસે શાળા કોલેજોમાં વિશેષ કાર્યક્રમ આયોજીત થાય છે. જેમા સ્ટુડેટ્સ ટીચર્સ પર સ્પીચ આપે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવાનો દિવસ હોય છે. આ ટીચર્સ ડે પર જો તમે ભાષણ આપવાના છો તો તમે આ રીતે ભાષણ આપી શકે છે.
 
બધા શિક્ષક અને શિક્ષિકાઓ અને મારા મિત્રોને મારા નમસ્કાર
 
આજે શિક્ષક દિવસ છે. હુ તમને સર્વને આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપુ છુ. શિક્ષક આપણા જીવનના સ્તંભ હોય છે. તે પોતાનો સમય આપીને આપણા જીવનને બનાવે છે અને આગળ વધારે છે. શિક્ષક શિક્ષણ આપવા ઉપરાંત સારી સારી વાતો પણ શિખવાડે છે. જીવન જીવવાને લઈને અનેક પ્રોત્સાહિત વાતો પણ બતાવે છે.
 
આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતા.
1954 માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.
 
શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનુ સ્થાન માતા પિતાથી પણ ઉંચુ હોય છે. માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી આપણે ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભુલવુ જોઈએ.
 
વિશ્વાસ કરો આપણે જીવનના દરેક મુશ્કેલ અને સારી ક્ષણ પર ટીચર્સની શિખવાડેલી વાતો યાદ આવતી રહેશે.
એક કુંભાર જેવી રીતે માટીના વાસણને દિશા આપે છે એમ જ ટીચર્સ આપણા જીવનને બનાવે છે.
 
ટીચર્સ જ આપણી પ્રેરણાના સ્ત્રોત છે જે આપણને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
 
હુ મારા ભાષણનો અંત એક સારી શાયરી સાથે કરવા માંગીશ

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments