Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવારે કરશો આ ઉપાય તો તમારા Businessમાં આવશે બરકત

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (19:38 IST)
શુક્રવારે મહાલક્ષ્મીના ઉપાય કરવાથી આર્થિક અભાવ ખત્મ થાય છે. ઘરમાં ઘન આવવાનુ મુખ્ય સ્ત્રોત છે વેપાર જો તેમા ઉછાળ આવશે તો સંપત્તિથી તિજોરી ભરાશે. સારા ફળ માટે પુરૂષાર્થ તો જરૂરી છે જ સાથે જ કેટલાક ઉપાય પણ કારગર સાહિત બતાવ્યા છે. આર્થિક સંપન્નતા માટે કોઈપણ જાતક જો શ્રીયંત્રની સામે નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસૂક્ત અને વીજયુક્ત લક્ષ્મી સૂક્તનો પાઠ કરી શકે તો પણ આર્થિક સમસ્યાથી ગ્રસ્ત નહી રહે.  તેનો પ્રભાવ તમે સ્પષ્ટ રૂપે 7 શુક્રવારના પાઠ થી જ જોઈ શકશો. 
 
ભોજન કરતા પહેલા ગાય કૂતરા અને કાગડા માટે એક એક રોટલી કાઢી લો. આ ક્રિયાથી ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નહી કરવો પડે. 
 
શુક્લપક્ષના પ્રથમ શુક્રવારથી સતત 3 શુક્રવાર સુધી લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં સાંજે 9 વર્ષથી ઓછી વયની 11 કન્યાઓને ખીર સાથે મિશ્રીનો ભોગ લગાવો અને વિદાય કરતી વખતે લાલ વસ્ત્ર ભેટ સ્વરૂપ પ્રદાન કરો. આ ઉપાયથી સંપન્નતા આવી જાય છે. શુક્લ પક્ષમાં કોઈ પણ દિવસે તમારી ફેક્ટરી કે દુકાનના દરવાજાની બંને તરફ બહારની બાજુ થોડો ઘઉંનો લોટ મુકી દો. આવુ કરતા તમને કોઈ જુએ નહી તેનુ ધ્યાન રાખો.  ધંધામાં બરકત થાય છે. 
 
પૂજા ઘરમાં અભિમંત્રિત શ્રી યંત્ર મુકો. વેપાર સારો ચાલે છે એવો વિદ્વાનોનો દાવો છે. 
 
શુક્રવારની રાત્રે સવા કિલો કાળા ચણા પલાળી દો. બીજા દિવસે શનિવારે તેમને સરસવના તેલમાં બનાવી લો. તેના ત્રણ ભાગ કરી લો. તેમાથી એક ભાગ ઘોડા કે ભેંસને ખવડાવી દો. બીજો ભાગ કુષ્ઠ રોગીને આપી દો અને ત્રીજો ભાગ તમારા માથા પરથી ઘડિયાળની સોઈથી ઊલટ દિશામાં ત્રણ વાર ઉતારીને કોઈ ચારરસ્તા પર મુકી દો. આ પ્રયોગ 40 દિવસ સુધી કરો. વેપારમાં લાભ થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Shani Gochar 2025: વર્ષ 2025માં આ રાશિની શરૂ થશે શનિની ઢૈય્યા, જાણો શુ રહેશે પ્રભાવ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

આગળનો લેખ
Show comments