Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિતાબ મુજબ તમારી દરેક સમસ્યાના સમાધાન માટેના ઉપાયો

Webdunia
શુક્રવાર, 6 મે 2016 (12:56 IST)
દરેકના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવે  છે. લાલ કિતાબમાં  એવા ઘણા ઉપાય  જણાવ્યા છે જેની મદદથી તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકો છો  અહીં તમને આવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જે લાલ કિતાબમાંથી લીધેલા છે.  
 

પ્રેમ લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તો .... 

 
શુક્લ પક્ષના ગુરૂવારથી શરૂ કરીને વિષ્ણુ અને લક્ષ્મીમાંની મૂર્તિ કે ફોટો આગળ "ૐ લક્ષ્મી નારાયણ નમ:"મંત્રના  રોજ ત્રણ સ્ફટિક માળા જાપ કરો. ત્રણ મહીના સુધી પ્રત્યેક  ગરૂવારે મંદિરમાં પ્રસાદ ચઢાવો  અને લગ્નની સફળતા માટે પ્રાર્થના કરો. 

 
અટવાયેલુ  ધન પરત મેળવવા માટે 

 
જો તમારુ  ધન ક્યાં ફસાઈ ગયું છે અને પૈસા પરત નથી મળી રહ્યા  તો  તમે રોજ સવારે સ્નાન પછી એક પાત્રમાં જળ લઈને તેમા લાલ મરીના 11 બી નાખો અને સૂરજને જળ અર્પણ કરો. એની સાથે ઓમ આદિત્યાય નમ:નો જાપ કરો, અને પૈસા પાછા મેળવવા માટે પ્રાર્થના કરો. 
 

નોકરીમાં પરેશાની આવી રહી છે તો 

 
શુક્રવારે  કોઈ પણ સ્ટીલનું  તાળુ ખરીદો આ તાળાને તમે પણ ખોલશો કે દુકાનદારને પણ ન ખોલવા દો.  આ બંધ  તાળાને શુક્રવારની રાતે તમારા રૂમમાં મુકો . શનિવારે સવારે ઉઠીને નહાઈ-ધોઈને આ બંધ  તાળાને કોઈ પણ ધાર્મિક સ્થાન પર મુકી દો જ્યારે પણ કોઈ આ તાળાને ખોલશે તમારી કિસ્મતનું તાળુ ખુલી જશે. 

પતિને વશમાં કરવા માટે 


 
શુક્લ પક્ષમાં એક નાગરવેલનું પાન લો  અને તેના પર ચંદન અને કેસરનુ  તિલક મિકસ કરી મુકો. પછી દુર્ગા માતાના ફોટો સામે બેસીને ચંડી સ્તુતિ પાઠ 43 દિવસ સુધી કરો. પાનનું પાંદડુ રોજ નવુ લેવુ.  43 દિવસ પછી બધા પાન પાણીમાં પ્રવાહી કરી દો. પાઠ કર્યા પછી કેસર ચંદનવાળુ તિલક માથા પર લગાવી પતિના સામે જાવ,  શીઘ્ર સમસ્યાનું  સમાધાન થશે. 

 
પ્રમોશન નહી થઈ રહ્યા તો 

 
ગુરૂવારના દિવસે કોઈ મંદિરમાં પીળી વસ્તુઓ જેમ કે ખાદ્ય પદાર્થ, ફળ, કપડા વગેરે દાન કરો. રોજ સવારે ઉઘાડા પગે ઘાસ પર ચાલવું. આનાથી તમને ઘણો લાભ થશે. 

બ્લ્ડ પ્રેશર કે ડિપ્રેશનથી પરેશાન છો તો ... 
 
રવિવારે રાતે સૂતા સમયે માથા પાસે  325 ગ્રામ દૂધ મુકીને સુવુ.  સોમવારે સવારે ઉઠીને સૌથી પહેલા આ દૂધને કોઈ પીપળના ઝાડમાં અર્પિત  કરી દો. આ ઉપાય 5 રવિવાર સુધી સતત કરો . લાભ થશે. 
 

બનતુ કામ બગડી જાય તો...  

 
જો તમારો બનતું કામ બગડી જાય છે અને લાભ નથી થતો તો દરેક મંગળવારે હનુમાનજીના ચરણોમાં મીઠી બૂંદી ચઢાવીને તે પ્રસાદને બહાર ગરીબોમાં વહેંચી દો. આ ઉપાયથી  ઘણો લાભ થશે. 

રોગોથી છુટકારો મેળવા માટે 


જો તમે રોગોથી પરેશાન છો તો સૂતી સમયે  તમારા માથા પાસે પૂર્વની તરફ એક વાટકીમાં સિંધણ લૂણ ના થોડા ટુકડા રાખો. . આવુ કરવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે. 

માનસિક પરેશાની દૂર કરવા માટે 

 
માનસિક  પરેશાનીથી છુટકારો મેળવવા માટે રોજ હનુમાનજીનુ  પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરેક શનિવારે તેલ ચઢાવવું. તમારી પહેરેલી એકાદ જોડી ચપ્પલ કોઈ ગરીબને દાન કરો. 
 

આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા... 


 

 
જો તમારા ઘર-વ્યાપારમાં હમેશા અર્થિક સમસ્યા બની રહેતી હોય તો  21 શુક્રવાર સુધી 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને મિશ્રીનો પ્રસાદ વહેંચો. આવું કરવાથી આર્થિક પરેશાની દૂર થશે.  
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments