Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા સિનીયર કે બોસનાં સ્વભાવને કેવી રીતે ઓળખશો ? આવો જાણીએ

Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2015 (15:20 IST)
ઑફિસમાં કામ કરતા લોકો બૉસને તો સારી રીતે ઓળખતા જ હોય છે. જો કે પરણેલા પુરુષોને પણ ઘરમાં બૉસ કોણ છે એ જણાવવાની જરૂર નથી હોતી. અહીં આપણે ઑફિસના બૉસ વિશે જ વાત કરીશું અને એમને ઓળખવાની કેટલીક સહેલી ટીપ્સ હું તમને આજે આપીશ. આમાની કેટલીક ટીપ્સ તમે તમારા ઘરના બૉસ પર અજમાવી જોજો કદાચ કામ આવી જાય.
 
મોટાભાગના કર્મચારીઓ ઑફિસમાં બૉસથી ડરતા હોય છે અને બૉસ જ્યારે એમને બોલાવે ત્યારે ઘણાને તો ઠંડા પસીના છૂટવા માંડે છે. જો કે દરેક ઑફિસમાં અમુક ખાસ લોકો એવા હોય છે કે જેમને બૉસનો બિલકુલ ડર નથી લાગતો અને બૉસના વરદ હસ્ત હંમેશ એમના માથે મુકાયેલ જોવા મળે છે.
 
તમારા બૉસ તમારે માટે કેવી લાગણી ધરાવે છે એ જાણવા માટે નિષ્ણાતોએ નીચેના ઉપાયો સુચવ્યા છે. એમાંથી તમને કયો ઉપાય લાગુ પડે છે એ જોઈને એ પ્રમાણે વર્તવાથી તમે તમારા બૉસને ખુશ રાખી શકશો.
 
આ લેખ વાંચ્યા બાદ તમારા બૉસની બૉડિલેંગ્વેજ જોઈને તમે નક્કી કરી શકશો કે બૉસ તમારા વિશે કેવા વિચાર ધરાવે છે.
 
જો એ તમારા વિશે સકારાત્મક ભાવ રાખતો હશે તો એ તમારી સાથે નમ્રતાથી વાત કરશે, એની કેબિનમાં જાઓ ત્યારે તમને બેસવાનું કહેશે. તમારી સાથે નજર મેળવીને વાત કરશે. એનો અવાજ શાંત અને ચહેરા પર મિત્રભાવવાળું હાસ્ય જોવા મળશે.
 
હવે જો એ નકારાત્મક વિચાર ધરાવતો હશે તો તમારી સાથે નજર મેળવ્યા વગર વાત કરશે. એ તમને બેસવાનું નહીં કહે, અનેક કર્મચારીઓ સાથે હોય ત્યારે તમે જાણે ત્યાં છો જ નહીં એ રીતે વર્તશે. એ ચારે તરફ નજર ફેરવતો રહેશે, ફોન પર કે કામમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરશે પણ તમારી સામે નહીં જુએ. તેઓ પોતાની પાંપણ વારંવાર બંધઉઘાડ કરશે, ભમ્મર એ રીતે સંકોચશે જાણે તમારા પર એને શંકા હોય અને એ જ્યારે હસસે ત્યારે જબરજસ્તીથી હસતો હોય એવું જણાશે.
 
સકારાત્મક બૉસના હાથ હંમેશ ખૂલ્લા અને તમને દેખાય એ રીતે સામાન્ય અવસ્થામાં હોય છે. જ્યારે નકારાત્મક બૉસના હાથ ક્યાં તો ખિસ્સામાં, ટેબલની પાછળ અથવા તો અદબ ભીડેલા જોવા મળશે.
 
જો તમારો બૉસ તમને નાપસંદ કરતો હોય તો એના હાથ શરીરની બંને તરફ એકદમ ચોંટાડેલા હશે. એ પોતાની આંગળીઓથી ટેબલ પર તબલા વગાડતો પણ જોવા મળશે.
 
આ લેખ વાંચ્યા બાદ હવે તમે તમારા બૉસને વાંચવાનું શરૂ કરો એ અગાઉ એક વાત જણાવી દઉ કે ઉપર જણાવેલ વર્તન એકથી વધુ વખત થાય તો સમજવું કે બૉસ તમારા પર ખુશ છે કે નાખુશ અન્યથા એવું પણ બની શકે કે એ પોતાની બૉસ એટલે કે હોમ મિનિસ્ટર સાથે બાઝીને આવ્યો હોય અને ગુસ્સો તમારા પર કાઢતો હોય. એ પરિસ્થિતીમાં તમારે જ તમારી મદદ કરવી રહી, આ માટે મારી પાસે કોઇ ટીપ્સ નથી.
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments