Festival Posters

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જેમ

Webdunia
બ્રેડ હોય કે પછી હોય પરોઠા તેના પર લાલ જૅમ જોતાં જ મોટાભાગના બાળકોના મોઢામાં પાણી આવવા લાગે છે. જો તમારા બાળકો પણ રોજ નવા-નવા જૅમની માંગણી કરે છે તો તેમને ઘરે બનાવેલા મિક્સ ફ્રુટ જૅમ ખવડાવો. આ જૅમ તાજા ફળો અને કોઇ પ્રિઝર્વેટિવ વગર બનેલા હોય છે માટે સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર નથી પાડતા. જાણીએ આવા જૅમ બનાવવાની રીત.

સામગ્રી - 5-6 સફરજન, 1 પપૈયું, 1 કિલો દ્રાક્ષ, 3 કેળા, 1 ½ ચમચી લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ 6થી 7 ચમચી, 1 કિલો ખાંડ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પપૈયા અને અનાનસની છાલ છોલી તેને નાના ટૂકડાંમાં કાપી લો અને સફરજનની છાલ ઉતાર્યા વગર તેને ચૉપ કરી લો. હવે ગેસ પર એક વાસણમાં સફરજન, પપૈયું, દ્રાક્ષ અને અનાનસ ઉકાળો. હવે સફરજનની છાલ છોલી લો અને પછી બધા ફળોને બહાર કાઢી લો. હવે મિક્સરમાં સફરજન, દ્રાક્ષ, લીંબુનો રસ, અનાનસ, પપૈયું અને કેળા જેવા ફળોને તેમાં નાંખી બારીક પીસી લો. હવે એક ડીપ ફ્રાય પેન લો અને તેને ગેસની આંચ પર રાખો પછી તેમાં બધા ફળોનો પલ્પ નાંખો અને પછી ખાંડ તેમજ મીઠું ઉમેરી ગેસની સામાન્ય આંચ પર સતત ગરમ કરતાં રહો. થોડીવાર બાદ તેમાં સાઇટ્રિક એસિડ ઉમેરો અને 2 મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરતા રહો.

હવે ફ્રાય પેનમાંથી એક ચમચીમાં જૅમ લઇને જુઓ શું તે બરાબર ઘટ્ટ થઇ ગયો છે. જો તે કોઇ લિક્વિડની જેમ સ્પ્રેડ ન થઇ જાય અને એક જ જગ્યાએ ટકી જાય તો સમજો તમારો જૅમ તૈયાર છે. તેને તુરંત જ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો અને ઠંડુ થાય ત્યાંસુધી ડબ્બો ખુલ્લો રાખ્યા બાદ બંધ કરી ફ્રીઝમાં મૂકી દો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Shikhar Dhawan engagement -શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈ કરી, ઇન્સ્ટા પર એક ખાસ પોસ્ટ શેર કરી

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, સમીર દાસને જાહેરમાં માર મારીને મારી નાખ્યો

Gold Rate Today: 12 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો

પાકિસ્તાનના લગ્ન સમારોહમાં શોક છવાઈ ગયો, ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં 8 લોકોના મોત, 11 ઘાયલ; દુલ્હન અને વરરાજાના પણ મોત

વધુ જુઓ..

ધર્મ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments