Festival Posters

નાસ્તામાં બનાવો કર્ણાટકની રેસીપી - પોનસા પોલો એટલે ફણસનો ડોસા

Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (18:39 IST)
ફણસનો ડોસો.. સાંભળવામાં તમને થોડુ વિચિત્ર લાગી શકે છે.   પણ કર્ણાટકમાં આ ખૂબ જ શોખથી ખવાય છે. ફણસ કર્ણાટકના તટીય વિસ્તારનો પાક છે. શાક ઉપરાંત તેમાથી અનેક પ્રકારના વ્યંજન બનાવી શકાય છે.  પોનસા પોલો ફણસથી બનેલો એક અનોખો ડોસા છે.  આ ગળ્યો હોય છે. તેને કર્ણાટકમાં સવારે કે સાંજના સમયે નાસ્તામાં ખાવામાં આવે છે. કોકણ ક્ષેત્રમાં પોનસાનો મતલબ પાકેલુ ફણસ અને પોલો મતલબ ડોસા હોય છે.  આવો જાણીએ રેસીપી 
 
સામગ્રી - ચોખા 1 કપ 
પાકેલુ ફણસ (કાપેલુ) - એક કપ 
ગોળ - સ્વાદ મુજબ 
ઈલાયચી - 2 
છીણેલુ નારિયલ - 2 મોટી ચમચી 
મીઠુ  - એક ચપટી 
 
બનાવવાની રીત - ફણસની મીઠાસ અને તમે કેટલુ ગળ્યુ ખાવા માંગો છો તે આધાર પર ગોળ મિક્સ કરો. જો ફણસ વધુ ગળ્યુ ન હોય તો ગોળ 1/3 કપ લો 
- ચોખાને ધોઈને 1-2 કલાક પલાળી લો 
- ફણસના બ્નીજને હટાવીને તેને કાપી લો 
- હવે પલાળેલા ચોખાને પાણીમાંથી કાઢી તેમા કાપેલુ ફણસ, ગોળ, ઈલાયચીના દાણા અને મીઠુ નાખીને મિક્સ કરો. તમે તેમા છીણેલુ નારિયળ પણ નાખી શકો છો 
- પછી પાણી મિક્સ કર્યા વગર વાટીને ઝીણી પેસ્ટ બનાવી લો. ડોસા બનાવતા પહેલા ખીરાની મીઠાસ ચાખી લો. વધુ ગળ્યુ જોઈતુ હોય તો ગોળ મિક્સ કરો 
- હવે આ ખીરાને એક મોટા વાડકામાં નાખો.  તેમા છીણેલુ નારિયળ ન નાખ્યુ હોય તો નાખી દો. તેમા થોડુ થોડુ પાણી નાખો. ખીરુ ઘટ્ટ અને એકસાર ન થઈ જાય તેટલુ પાણી નાખો. ખીરાને તરત  જ વાપરી લેવુ જોઈએ. જો પછી વાપરવુ  હોય તો ફ્રીજમાં મુકી દો. હવે મધ્યમ તાપ પર તવો ગરમ કરો.  ગરમ તવા પર ખીરુ ફેલાવી દો. તેને ધીમા તાપ પર સેકો. જ્યારે એકબાજુથી સોનેરી થઈ જાય ત્યારે પલટો. અને બીજી બાજુથી પણ સેકો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ટેરિફ ધમકીએ બજારમાં ઉથલપાથલ મચાવી: સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા અને શું હતું કેન્દ્રબિંદુ ?

અમે એક નાનો દેશ છીએ, પરંતુ...' પહેલી વખત શ્રેણી જીતવી છે ખૂબ જ ખાસ ' - ભારતને હરાવ્યા બાદ કિવી કેપ્ટનનું મોટું નિવેદન

રેસ દરમિયાન દરિયાની વચ્ચે જ પલટી ગઈ બોટ, અકસ્માતનો વીડિયો આવ્યો સામે

પ્રયાગરાજ: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાકુંભ ઉભરાયો, જેમાં 45.2 મિલિયન ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

આગળનો લેખ
Show comments