Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરોતા બાબાની આસ્થામાં ગુમાવ્યા જીવ

જબલપુરના બાબા સુડીથી આંખોનો ઇલાજ કરતા હતા

શ્રુતિ અગ્રવાલ
W.DW.D
આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધીમાં તમને આપણા સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી માહિતગાર કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિની પાછળ અમારો ઉદ્દેશ્ય તમને સૌને સત્યથી પરિચિત કરાવવાનો અને છેતરપિંડીથી બચાવવાનો રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા બધા પાઠકો આસ્થા અને અંધવિશ્વાસની વચ્ચે ખેંચાયેલી પાતળી રેખાને ઓળખે અને સમજદારીથી નિર્ણય કરે... અને અંધવિશ્વાસના નામ પર ચાલી રહેલા ગોરખધંધાને ઓળખી ન તો ફક્ત એનાથી દૂર રહે પણ પોતાના ઓળખિતાઓને પણ જાણ કરી દે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...

અમારી આ કડીમાં અમે તમને અધવિશ્વાસનુ ખૂબજ બિહામણુ રૂપ બતાવી રહ્યાં છે, જેને કારણે 11 લોકોના મોત થઈ ગયા હ્તા. અમે વાત કરી રહ્યાં છે જબલપુરના કથિત સરોતા(સૂડી)વાળા બાબાની. આ બાબા સોપારી કાપવાની સૂડીથી લોકોની આઁખોની બીમારી ઠીક કરવાનો દાવો કરે છે... અંધશ્રધ્ધાની માયાજાળમાં ફસાયેલા ભોળા લોકો બાબાના દાવા પર વિશ્વાસ કરી પોતાની લાચારી લઈને તેમની પાસે આવતા હતા. બાબાનું અસલી નામ ઈશ્વરસિંહ રાજપૂત છે.
W.DW.D



તેઓ સૂડી(સરોતા)થી સારવાર કરતા હતા તેથી તેમને લોકો સરોતા બાબાના નામથી ઓળખતાં હતા. તે સિવાય તેમને સર્જનબાબાના ઉપનામથી પણ સંબોધિત કરવામાં આવતા હત ા સરોતાબાબા આંખોની સારવાર સિવાય એડ્સ તેમજ કેંસરની સારવાર કરવાનો પણ દમ ભરતાં હતા. તેથી ત્યાં લોકોની ભીડ રહેતી હતી. તેમનો સારવાર કરવાની રીત ખૂબ જ વિચિત્ર હતી. તે દર્દીના મોંઢા પર ધાબળો ઢાઁકી દર્દીની આંખોમાં સૂડીનો એક ભાગ નાખી સારવાર કરતાં હતા ! આ મહાશયનો દાવો હતો કે જે દર્દીએ પહેલાંજ ડોક્ટર પાસે સારવાર કરાવી છે, કે જેમની આંખોનું ઓપરેશન પહેલાં જ થઈ ચૂક્યું છે, તેમની ઠીક થવાની શક્યતા ઓછી છે. નહી તો ફાયદો કેટલીક શરતો પર થશે.
W.DW.D


તેમની વાતોને તેમના સહયોગીઓએ બુંદેલખંડ-છતરપુર જેવી અપેક્ષિત પીછડાયેલી જગ્યાઓ પર ફેલાવી દીધી હતી. જેને કારણે તેમના દ્રારે ખૂબ જ ભીડ લાગવા માંડી, પછી તો બાબાએ સૂડી વડે લાકડી કાપીને આપવાની પણ શરૂ કરી દીધી. તે દાવો કરતાં હતાં કે લાકડી તેમંને દરેક રોગથી દૂર રાખશે.


W.DW.D
આ બાબા છેલ્લા કેટલાય વર્ષોથી આ જ રીતે સારવાર કરતાં આવ્યા છે. તેમનો દાવો છે કે તેઓ રોજ દોઢ કલાક પોતાના કુળ દેવ નાગ-નાગિણીની પૂજા કરે છે. આ પૂજામાં તેઓ જે પાણી ચઢાવે છે તે પીવાથી વ્યક્તિની દરેક બીમારી દૂર થઈ જાય છે. બાબા દ્વારા ફેલાવવામાં આવેલી આ વાતોને કારણે હજારો લોકો ગુરૂવારના દિવસે પવિત્ર પાણી લેવાં અને સૂડીથી સારવાર કરાવવાં આવતા હતા. ધીરે-ધીરે બાબાનો પ્રચાર ફેલાવવા માંડયો અને તેમની પાસે હજારોની સંખ્યામાં લોકો આવવાં લાગ્યા.

વધતી ભીડ ગામલોકોની મુશ્કેલીનું કારણ બની અને તેઓએ બાબાને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું એટલે બાબાએ જાહેર કરી દીધુ કે હવે તે ગામથી જઈ રહ્યા છે અને આ ગુરૂવારે તે છેલ્લીવાર સારવાર કરશે.બાબાની જાહેરાત આખા ગામમાં ફેલાઇ ગઇ અને પછી તો શુ, આખા ગામમાં લોકોની ભીડ જામવા માંડી. મોટી સંખ્યામાં લાગતી ભીડ હજારોમાં ફેરવાઈ ગઈ. બાબાના અનુયાયીઓએ આ ભીડને કાબૂમાં રાખવા કોઈ વ્યવસ્થા નહોતી કરી. આટલી ભીડ જોઈને બાબા પણ થોડા પરેશાન થઈ ગયા અને તેમણે પાણી પીવડાવવાને બદલે પાણી ફેંકવાનું શરૂ કર્યુ.
W.DW.D


પછી તો શું બાબાનું પવિત્ર પાણી પીવાં લોકો વચ્ચે હોડ મચી ગઈ.... જેના કારણે ભાગદોડ શરૂ થઈ અને એક-એક કરીને અગિયાર લોકો મોતની આગોશમાં સમાઈ ગયા, જ્યારે અનેક લોકો ઘાયલ થઈ ગયા.આ દુર્ધટના પછી પોલીસે બાબાની ધરપકડ કરી લીધી. પકડાયેલા બાબાના સૂર બદલાઈ ગયા. તે પોતાની ચમત્કારિક શક્તિયોને નકારવાં લાગ્યાં. તે કહેવા લાગ્યા કે આ તો લોકોની શ્રધ્ધા છે બાકી તો તે એડ્સ અન કેંસર જેવી બીમારીયો વિશે સારી રીતે જાણતાં પણ નથી.

W.DW.D
હવે તમે જ વિચારો કે સરોતાવાળા બાબા જે પહેલા દાગો કરતાં હતા કે દરેક પ્રકારની લાઈલાજ બીમારીને તે ઠીક કરી શકે છે, અને હવે પોતાના જ દાવાથી મોઁ ફેરવી રહ્યા છે. હવે તમે જ વિચારો કે કેવી રીતે આ બાબા સીધાં-સાદા લોકોને છેતરતાં હશે.અમે જ્યારે આ દુર્ધટના પછી જ્યારે આ ગામવાળાઓ સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે આ બાબા સારવાર પોતાના ખેતરમાં બનેલાં આશ્રમમાં કરતાં હતા. તે સારવારના નામ પર તો એક પણ પૈસો નહોતા લેતાં, પણ તેમના ચેલાઓએ તેમના ખેતરમાં દુકાનો લગાવી મુકી હતી. આ દુકાનોમાં તે પૂજાનો સામાન ડબલ ભાવથી વેચતાં હતા. પછી કોઈની ઈચ્છા હોય તો ભેટ ચઢાવો.


W.DW.D
આ રીતે લોકાના અંધવિશ્વાસના કારણે બાબાનો ધંધો સારો એવો જામી રહ્યો હતો.... અમારી અમારાં પાઠકોને એ જ વિનંતી છે કે આ પ્રકારના બાબાના મોહજાળમાં ન ફસાંતાં. અમે જાણીએ છે કે અમારા પાઠકો સમજદાર લોકો છે અને તે આસ્થા અને અંધવિશ્વાસ વચ્ચેની રેખાને જાણે છે... તેથી અમે તેમની સામે દરેક સમયે એક નવી વાર્તા લાવતા રહીશું જે તેમને સમાજમાં ફેલાયેલી આસ્થા અને અંધવિશ્વાસ બંને જોડે પ્રત્યક્ષ સામનો કરાવશે.

તલના લાડુ બનાવવાની રીત

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

શંકર ભગવાન ની વાર્તા

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

Boys Name - ભ અને ધ પરથી નામ છોકરા અર્થ સાથે

તલના લાડુ બનાવવાની રીત

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

Makar Sankranti 2025: મકર સંક્રાતિના દિવસે મંદિરમાં શા માટે રાખવામાં આવે છે ઘઉં

શંકર ભગવાન ની વાર્તા

Show comments