Webdunia - Bharat's app for daily news and videos

Install App

તે કરે છે દાવો પાણીથી રોગ મટાડવાનો ..

Webdunia
W.D
આસ્થા અને અંધવિશ્વાસમાં દરેક વખતે અમે તમારી સમક્ષ આસ્થા અને અંધવિશ્વાસ બતાવતી વિચિત્ર ઘટનાઓને મૂકી છે. આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં આ વખતે પણ અમે તમને એક એવી હકીકત બતાવી રહ્યા છે, જે કેટલાક લોકોને માટે આસ્થા રૂપી ચમત્કાર છે,તો કેટલાક લોકોને અંધવિશ્વાસના ઢોંગ.

જી, હા અમે વાત કરી રહ્યા છે, દિલ્લીમાં રહેનારી ઈન્દિરા દેવીની, જેમનો દાવો છે કે તેઓ પોતાની ચમત્કારિક શક્તિઓથી કોઈ પણ પ્રકારનો રોગની સારવાર કરી શકે છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો.
એ પછી કેંસર હોય કે ટ્યુમર, કે પછી ડાયાબીટિશ કે પોલિયો, ઈન્દિરા દેવીનુ માનવુ છે કે તેમણે આવી ચમત્કારિક શક્તિઓ મળેલી છે, જેની મદદથી તે આ બધી બીમારીઓનો ઈલાજ કરી શકે છે. ઈન્દિરા દેવીના સારવારની રીત પણ જુદી જ છે. તેઓ પહેલા રોગીના શરીરના સંકમિત સ્થાને પોતાના ઘરેથી લાવેલ પાણી છાંટે છે, અને તે જ પાણી તેને પીવડાવે છે. પાણીની સાથે એ રોગીને ફૂલ અને કેળા પ્રસાદ રૂપે આપે છે. પાણીની સાથે રોગીના શરીર પર ફૂલ પણ મસળવામાં આવે છે.

દરેક વયના અને દરેક જાતના રોગથી ગ્રસિત લોકો તેમના દરવાજે સારવાર કરાવવા માટે લાઈન લગાવે છે. ઈન્દિરા દેવીનુ માનવુ છે કે તેમને ઈશ્વરની શક્તિઓ મળેલી છે, જેના બળ પર રોગોનો ઈલાજ કરે છે. તેમનો દાવો છે કે તેમના સ્પર્શ માત્રથી લોકોના દુ:ખ પીડા મટી જાય છે.

સાથે જ ઈન્દિરા દેવી એ પણ કહે છે કે તે કોઈ પણ ઈલાજને માટે રોગી પાસેથી કોઈપણ પ્રકારની ફી લેતી નથી, પરંતુ મંદિરનુ દ્રશ્ય તો કાંઈક બીજુ જ કહે છે. જ્યારે અમે વધુ ભાર દઈને આના વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે - શ્રધ્ધાળુઓ પોતાના મનથી જે કાંઈ વીસ-પચાસ રૂપિયા મૂકી જાય તો તેમાં અમે શુ કરી શકીએ છીએ. જો તે પોતાની લાંબી જે લાઈલાજ બીમારી માટે 10 થી 20 રૂપિયા મૂકી દે તો એમાં કાંઈ ખોટુ નથી....

W.D
ત્યાં બીજી બાજુ, રોગી અને તેમના પરિવારના લોકો પણ ઈન્દિરા દેવીની પાસે ઠીક થવાની આશા લઈને ઘણીવાર આવે છે. તેમને આશા છે કે દેવી ભલે તેમને કેટલા ચક્કર બોલાવે, પણ તેનાથી તેમને ફાયદો જરૂર થશે. જો કે અત્યાર સુધીમાં ઈન્દિરા દેવીના ચમત્કારો કેટલા સફળ રહ્યા છે તેનુ કોઈ પુખ્તા પ્રમાણ નથી મળ્યુ, છતાં લોકોની આસ્થામાં કોઈ કમી નથી જોવા મળતી. તમે આને આસ્થા કહેશો કે પછી અંધવિશ્વાસની માયાજાળ...... અમને જરૂર જણાવજો.

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

Show comments