Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યાં માનતા પૂરી થતા છોડાય છે સાંપ

Webdunia
W.D
આપણા દેશમાં માનતા માંગવા માટેના જેટલા પ્રયત્નો અને પ્રયાસો કરવ ામાં આવે છે, એટલા કોઈ બીજા દેશમાં ભાગ્ય જ જોવા મળતી હશે. આનુ તાજુ ઉદાહરણ છે બુરહાનપુરની ઉતાવળી નદી પર આવેલ નાગમંદિર પર માનતા માંગનારા લોકોની ભીડ, જ્યાં માનતા પૂરી થતા નાગ-નાગણની જોડી છોડવા લોકો આવે છે.

શહેર સાથે જોડાયેલી નદીની નજીક આવેલ અડવાલ પરિવારના નાગમંદિર પર દરેક વર્ષે ઋષિપંચમીના દિવસે મોટી સંખ્યામાં લોકો પહોંચી જાય છે જેમાંથી કેટલાક તો માનતા માંગવા તો કેટલાક માનતા પૂરી થતા નાગ-નાગણની જોડીને છોડવા આવે છે.

લોકો અહીં નોકરી-ધંધા, વ્યવસાયમાં વૃધ્ધિ, બાળકની ઈચ્છાથી લઈને શારીરિક અને માનસિક રોગોના ઠીક થવા સુધીની દરેક પ્રકારની માનતા માંગે છે. માનતા પૂરી થતા શ્રધ્ધાળુ આવનારા વર્ષોમાં આ જ દિવસે સાંપના જોડાને છોડે છે. આ સાંપોના જોડા સ્થાનિક મદારીઓ પાસેથી ખરીદવામાં આવે છે.

એક શ્રધ્ધાળુ દિલીપ યાદવનુ કહેવુ છે કે છેલ્લા 25 વર્ષોથી તેઓ અહીં ઈચ્છા પૂરી થતા સાંપોના જોડાને છોડી રહ્યા છે. અહીં અમારી દરેક ઈચ્છા પૂરી થઈ છે.

અહીં એક દંતકથા પ્રચલિત છે કે એક વાર ઘોડે પર સવાર રાજસૈનિક જંગલમાં જઈ રહ્યો હતો, રસ્તામાં કાંટામાં ફસાયેલા એક સાંપે માણસના રૂપમાં આવીને મદદ માટે ચીસ પાડી અને રાજસૈનિકોએ તેને કાંટામાંથી મુક્ત કર્યો. નાગદેવતાએ ત્યારે વરદાન આપ્યુ કે જે પણ વ્યક્તિ અડવાલ મંદિર પર આવીને માનતા માંગશે, તેની દરેક ઈચ્છા પૂરી થશે. ત્યારથી આ પ્રથા ચાલી રહી છે. પેઢી દર પેઢી અડવાલ પરિવાર જ અડવાલ નાગમંદિરમાં પૂજા-પાઠ કરતા આવ્યા છે. , તેથી તેમને નાગમંત્રી કહેવામાં આવે છે. અડવાલ પરિવારના અનિલ ભાવસાગરનુ કહેવુ છે કે દેશમાં અડવાલ નાગમંદિર એકમાત્ર નાગમંદિર છે જ્યાં દૂર-દૂરથી લોકો માનતા માંગવા આવે છે.

W.D
જો વાત ભગવાનની પૂજા-પાઠ કરવા સુધી સિમિત રહેતી તો કોઈ ખોટું નથી, પરંતુ નિર્દોષ પ્રાણીઓની આસ્થાના નામ પર દુર્ગતિ કરવી એ ક્યા સુધી યોગ છે. મદારીઓ ઋષિ પંચમીના ઘણા પહેલાથી જ સાંપોને પકડીને તેમને ખરાબ પરિસ્થિતિમાં મુકે છે. શ્રધ્ધા-ભક્તિના નામે આ બેજુબાન જીવોને આમ જ પરેશાન કરવા, તેમની દુર્દશા કરવી કેટલી યોગ્ય છે ?

તમે તમારા વિચારો અમને જરૂરથી જણાવશો.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments