" આપણો દેશ મૂર્ખાઓનો દેશ. આપણે પણ તેમાના એક છે. ત્યારેજ તો ઢોંગ ી બાબાઓન ા ચક્કરમાં આપણે વારંવા ર ફસાત ા રહી એ છીએ"
W.D
W.D
આ શબ્દ વેબદુનિયાથી પોતાના પર વીતેલી કથા રજૂ કરતા સમયે સેમલ્યા ચાઉ(મધ્ય પ્રદેશ) ગામના સુરેશ બાગડીના છે. આ કથા શરૂ થાય છે આજથી થોડા મહિના પહેલા જ્યારે વાઁસવાડા(રાજસ્થાન)ના છીઁચ ગામમા રહેવાવાળા સ્વયંભૂ ભગવાન સત્યનામ વિટ્ઠલદાસની ચમત્કારિક શક્તિઓની વાત અહીં સુધી પહોંચી. સુરેશ બાગડીના ગામમાં કેટલાક લોકોએ સત્યકામને ભગવાન તરીકે દેખાડનારા કાગળો અને વીડિયો સીડીઓ વહેંચી. આ પેમ્પલેટમાં લખ્યુ હતુ કે, માઁ આઇ શ્રી ખોડિયાર મંદિરના પૂજારી સત્યનામ વિટ્ઠલદાસ સાહેબ પાસે દૈવીક શક્તિઓ છે. તેમને ભગવાને લોકોના દુ:ખ-દર્દ દૂર કરવા માટે મોકલ્યા છે. તે દરેક પ્રકારની બીમારીની મફત સારવાર કરે છે. આ ઉપરાંત આ કાગળમાં એ દાવા સાથે લખ્યું છે કે સત્યનામ એડ્સ હોય કે કૈસર કે પછી કોઈ ગંભીર બીમારી બધાને ઠીક કરી દે છે.
W.D
W.D
બીજી બાજુ સીડીમાં આ કહેવાતા ભગવાનને ફક્ત એક ચાકુની મદદથી દર્દીના પેટનું ઓપરેશન કરતાં બતાવ્યા છે. આ નકલી ઓપરેશન દ્વારા બાબા લોકોને ઠીક કરવાના દાવા કરતા હતા. સીડીમાં સત્યનામને ભગવાન સ્વરૂપે બતાવવામાં આવ્યા છે.... પોલીસની ખાખી વર્દી પહેરેલા કેટલાક લોકો એમની આગેવાની કરતા દ્રષ્ટિગોચર થાય છે.,,, બધુ મળીને ભોળાં લોકોની સામે એક એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવે છે, જેના વશમાં આવીને તેઓ બાબાના દ્વાર પર આવીને ઊભા રહી જાય છે. તમે જાતે જ તમારી નરી આંખે આ સીડીને અમારા ખાસ વીડિયોમાં જોઈ શકો છો.
W.D
W.D
સત્યનામ ફક્ત શનિવારના દિવસે જ સારવાર કરે છે. સારવાર કરવાનો સમય પણ બહુ વિચિત્ર છે. રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના સમય દરમિયાન તે લોકોનું ઓપરેશન કરે છે. તે સમયે તેના માણસો મંદિરના પ્રાંગણનો દરવાજો બંધ કરી દે છે. આ કહેવાતા ભગવાનના હાથે ઠગાયેલી રાજુબાઈએ અમને જણાવ્યું કે, તે જ નહી પણ ગામની પાઁચ બીજી સ્ત્રીઓએ પોતાની કોથળીનું ઓપરેશન કરાવ્યુ હતું. તેમાંથી એક પણ સારી ન થઈ શકી, ઉપરથી એકનો તો નિષ્કાળજીના કારણે કેસ જ બગડી ગયો.
W.D
W.D
રાજુબાઈએ વેબદુનિયાને જણાવ્યું કે સત્યનામે જેવું સીડીમાં બતાવ્યું છે તે રીતે અને તેના જેવું ઓપરેશન કોઈનું પણ નથી કર્યુ. તેમણે રાજુબાઈના પેટ પર શાક કાપવાના ચપ્પુથી ઊંડો ચીરો લગાવ્યો જેના કારણે થોડુ લોહી નીકળ્યું અને મને કહ્યું કે, જાવ, ઠીક થઈ જશો. આ ઘાઁ પર સત્યનામે રાખ ઘસી નાખી. આ સ્ત્રીઓ જોડે વાતચીત પછી એવું લાગ્યું કે આ રાખમાં કદાચ કોઈ નશાની દવા ભેળવેલી હશે. કારણકે સ્ત્રીઓએ જણાવ્યું કે રાખ ઘસ્યા પછી તેઓને કેટલાય દિવસો સુધી થોડી બેહોશી અને સુસ્તી રહેતી હતી.
બાબાની બાજીગરી ફક્ત ચાકૂ દ્વારા નકલી ઓપરેશન સુધી જ સીમિત નથી... બાબાનો દાવો છે કે તે નારિયળ ફોડીને ફૂલ અને કંકુ કાઢી શકે છે. તે ભક્તોને પ્રભાવિત કરવા માટે આવુ વારે-ઘડીએ કરે છે. ત્યાં ગયેલા સુનિલભાઈએ જણાવ્યું કે જ્યારે તેમણે નારિયળને ધ્યાનથી જોયું તો તે ફેવિકોલથી ચોટાડેલું હતું. પરંતુ સત્યનામના માણસોને જોઈને તેણે કશું બોલવાની હિમ્મત ન કરી.
W.D
W.D
આ અંગે સુનીલે અમને જણાવ્યું કે સત્યનામ બાબાએ કેટલાક ગુંડાઓ પણ પાળી રાખ્યા છે... જો કોઈ ભક્ત તેમના વિરુધ્ધ અવાજ કરે તો આ ગુંડાઓ તેને બહાર ભગાડી મૂકતા. આવી જ રીતે જો કોઈ બાબા પાસે ઓપરેશન કરાવવાના પાઁચ સો રૂપિયા અને દવાના ત્રણસો રૂપિયા ન આપે તો તેને પણ તરત જ બહાર ફેંકી દેતા હતા. આ રીતે સમજી-વિચારીને ઘડાયેલા આ કાવતરાં દ્વારા આ બાબા હજારો લોકોને બેવકૂફ બનાવીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યાં છે. અમે ભોળાં-ભલા લોકોને સાવધાન કરીએ છીએ કે આવા પાખંડી બાબાઓથી દૂર રહે...તેમની વાતોમાં ન આવો. તમે આવા કહેવાતા ભગવાનો વિશે શુ કહો છો ? તે અમને તમારા મંતવ્યોના સ્વરૂપે જરૂર જણાવો...