Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ગામ જ્યાં છે વાંદરાનુ મંદિર

એક ગામ જ્યાં છે વાંદરાનુ મંદિર
Webdunia
વાંદરાને હનુમાનનો અવતાર માનીએ છીએ તે વાત તો તમે સાંભળી જ હશે પરંતુ શું તમે કદી સાંભળ્યું છે કે કોઈ વાંદરો મર્યા બાદ કોઈ વ્યક્તિના સપનામાં આવીને કહે કે મારા અંતિમ સંસ્કાર કરવાથી તારા બધા જ દુ:ખ દૂર થઈ જશે. ખરેખર તમને આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો ને ! પરંતુ આ વાત સાચી છે.

આ ઘટના પર નજર નાંખવા માટે આવો અમે તમને લઈ જઈએ છીએ મધ્ય પ્રદેશના રતલામ જીલ્લાની અંદર બરસી ગામમાં. આલોટ વિકાસખંડના આ નાના ગામડાની વસ્ત ી આશરે 500 લોકોની છે. આ ગામની અંદર પાછલા વર્ષે દિવાળી દરમિયાન એક વાંદરાને કુતરાએ મારી નાંખ્યો હતો. ગામવાળાઓએ આ વાંદરાને હનુમાનનો અવતાર માનીને તેની શવયાત્રા કાઢીને તેને જમીનમાં દાટી દિધો હતો.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

ત્યાર બાદ એક વર્ષ પુર્ણ થયા પછી આ વાંદરો ગામના સરપંચના સપનામાં આવ્યો અને તેને કહ્યું કે મારૂ વિધી પૂર્વક ક્રિયા-કર્મ કરવાથી તારા બધા જ દુ:ખ દુર થઈ જશે. ગામના બિમાર પશુઓ ફરીથી સ્વસ્થ થઈ જશે અને ગામની અંદર સારો વરસાદ થશે તેમજ ઘર-ઘરમાં ખુશીનું વાતવરણ છવાઈ જશે.

સપનામાં આવીને વાંદરાએ કહેલી આ વાતને સરપંચ શંકર સિંહે આખા ગામવાળાઓને કરી. આ વાતને સાચી કરાવવા માટે ગામના બધા જ લોકો પાસેના ગામની અંદર આવેલ નાગદેવતાના ઓટલા પર ગયાં. ત્યાં કોઈને નાગદેવતાનો પવન આવ્યો અને તેમને કહ્યું કે વાંદરાની વાત સાચી છે. તમે તેનું ક્રિયા-કાંડ કરો.

W.D
બધા જ ગામવાળાઓએ ભેગા થઈને જનસહયોગથી વાંદરાનું ક્રિયા-કાંડ કર્યું. જેની અંદર 15 ગામના લોકોને બરસી ગામમાં ભોજન માટે નિમંત્રણ અપાયું. જેના માટે દરેક ઘરમાંથી પાંચ-પાંચ કિલો અનાજ ભેગુ કરાયું હતું. રાત્રે ગામની અંદર રામાયણનો અખંડ પાઠ રાખવામાં આવ્યો હતો. જેની અંદર બધા જ ગામલોકોએ ભાગ લીધો હતો. વાંદરાના ક્રિયા-કાંડની બાકીની વિધિ ઉજ્જૈન નદીના ક્ષીપ્રા નદીના કિનારે પુર્ણ કરવામાં આવી.

આ કાર્યક્રમના બે દિવસ બાદ ગામની અંદર વરસાદ થયો અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો. બરસી ગામની આ ઘટનાને આપણે આસ્થા કહી શકીએ કે અંધવિશ્વાસ? શું સપનામાં આવેલ વાંદરો સાચે જ હનુમાનનો અવતાર હતો કે આ ગામવાળાઓની અંધશ્રદ્ધા છે? આ વિશે સ્પષ્ટ રીતે કઈ કહી શકાય તેમ નથી.

તો આસ્થા અને અંધવિશ્વાસની આ ઘટના તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો...

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

Show comments