Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બાબાને ઘડિયાળ ચડાવવાની માનતા માને છે લોકો

હજરત બાલાપીર બાબા
Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (12:36 IST)
વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-8 પર આશરે 200 વર્ષ જુની ઘડિયાળી બાબાના નામે જાણીતી હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. દેશભરના હિન્દુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ દરગાહ છે અને શ્રદ્ધાળુઓમાં બાબા પર અતૂટ વિશ્વાસ છે. અને ઘડિયાળી બાબા મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધા લોકો ધરાવે છે. જેથી મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ બાલાપીરની દરગાહ પર ઘડિયાળ ચડાવે છે. બાલાપીરની દરગાહ ઘડિયાળી બાબાના ઉર્સ શરીફની આજે ધામધૂમપૂવર્ક ઉજવણી કરવામાં આવનાર છે.  આજથી અંદાજે 200 વર્ષ પહેલા આ જગ્યા પર હજરત બાલાપીર બાબા વસવાટ કરતા હતા. તેમના નિધન બાદ તેમના જ ભક્તોએ અહીં આ દરગાહ બનાવી હતી. વર્ષોથી એક હિન્દુ પરિવાર બાલાપીરની સેવા આપે છે. હજરત બાલાપીરની દરગાહ ચમત્કારી હોવાનું તેમના ભક્તો છે. દરરોજ અહીં આવીને લોકો ફુલ, ચાદર અને ઘડિયાળ ચડાવે છે. ખાસ કરીને ગુરૂવારે હજરત બાલાપીર બાબાની દરગાહ પર લોકોની ભારે ભીડ જામે છે. અને રસ્તા પર આવતા જતા લોકો અચૂક બાબાના દર્શન કરે છે. શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છાપૂર્તી માટે બાલાપીરના દર્શન કરીને બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ હજરત બાલાપીરની દરગાહ પર જઇને ઘડિયાળ, ફુલ અને ચાદર ચડાવીને પોતાની માનતા પુરી કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

આગળનો લેખ
Show comments