Webdunia - Bharat's app for daily news and videos

Install App

'રેસ'ના નિર્માતા અબ્બાસ મસ્તાન સાથે મુલાકાત

'રેસ' લાર્જર ધેન લાઈફ હૈ.

Webdunia
IFM
અબ્બાસ-મસ્તાન સ્ટાર નિર્દેશક છે. તેમની ફિલ્મોની લોકો રાહ જોઈ રહ્યા છે. અબ્બાસ-મસ્તાનની ફિલ્મો સ્ટાઈલિશ હોય છે અને તેમા રહસ્ય નએ રોમાંચ ભરપૂર પ્રમાણમાં હોય છે. મનોરંજક ફિલ્મ બનાવવી હંમેશા તેમનો ધ્યેય રહ્ય ો છે. બંને ભાઈઓ દ્વારા નિર્દેશિત 'રેસ' 21 માર્ચને પ્રદર્શિત થવા જઈ રહી છે. આવો જાણીએ શુ કહે છે બંને ભાઈઓ પોતાની ફિલ્મ વિશે -

શુ 'રેસ' બાજી મારશ ે ?
આશા રાખી શકાય છે. ઈશ્વર અમારા પ્રત્યે સદા દયાળુ રહ્યો છે. અમે ખૂબ જ મહેનત પણ કરી છે.

આ ફિલ્મમાં પણ અક્ષય ખન્ના હાજર છે. શુ તે તમારા પસંદગીના કલાકાર છે ?
હા, તે અમારા પુત્ર જેવો છે. આ ફિલ્મમાં તેમની ભૂમિકા 'નકાબ' અને 'હમરાજ'ની તુલનામાં વધુ મુશ્કેલ છે.

' રેસ' તમારી પાછલી ફિલ્મોની તુલનામાં કેવી રીતે જુદી કહી શકાય ?
આ ફિલ્મની ગતિ વધુ ઝડપી છે. આ અમારી પહેલી મલ્ટીસ્ટાર ફિલ્મ છે. અમે પહેલા કદી પણ આટલા બધા કલાકારોની સાથે એક સાથે કામ નથી કર્યુ. આ ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી છે. કાર અને ઘોડાની રેસના શોટ જુદી જ સ્ટાઈલથી કરવામાં આવ્યા છે.

સેફ અલી ખાન, અનિલ કપૂર, કેટરીના કેફ અને સમીરા રેડ્ડીની સાથે તમે પહેલી વાર કામ કરી રહ્યા છો, તમારો અનુભવ કેવો રહ્યો ?

સેફની સાથે અમારી વાતચીત છેલ્લા બાર વર્ષોથી ચાલી રહી હતી, પણ સાથે કામ કરવાની તક નહોતી મળી રહી. જ્યારે 'રેસ'ને માટે અમે સેફની સાથે વાત કરી તો તે તરતજ તૈયાર થઈ ગયા અને તેમણે વાર્તા અને પોતાની ભૂમિકા પછી સાંભળી. 'રેસ' તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક સાબિત થશે. અનિલ કપૂર સાથે અમારા સંબંધો હંમેશા સારા જ રહ્યા છે. તેઓ વર્ષોથી આ ફિલ્મ ઉદ્યોગનો એક ભાગ રહ્યા છે. અને આજે પણ તે એજ જોશમાં કામ કરી રહ્યા છે, જાણે કે આ તેમની પહેલી ફિલ્મ હોય. અમે એવી અભિનેત્રીઓની શોધમાં હતા જેમનુ લુક માદક હોય અને કૈટરીના અને સમીરા તેમા ખરી ઉતરે છે.

સંજય દત્ત, અજય દેવગન અને બિપાશાને લઈને તમે મિ. ફ્રોડ બનાવી રહ્યા હતા તેનુ શુ થયુ ?
ફિલ્મનુ 40 ટકા શૂટિંગ બાકી છે. કારણકે સંજય દત્ત આ સમયે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. થોડા મહીનાઓ પછી અમે આનુ બાકીનુ શૂંટિંગ કરીશુ, અને વર્ષના અંત સુધી આ ફિલ્મ પ્રદર્શિત કરવાનો અમારો ઈરાદો છે.

શુ અમને તમારા દ્વારા બનાવેલ પારિવારિક અને કોમેડી ફિલ્મ જોવા મળશે ?
એવુ નથી કે અમે આ પ્રકારની ફિલ્મો નથી બનાવી. 'ચોરી ચોરી ચુપકે ચુપકે' અને 'ટારઝન : ધ વંડર કાર' આ પ્રકારની ફિલ્મો હતી. અમારી થ્રિલર ફિલ્મોને દર્શકો વધુ પસંદ કરે છે. 'મિ. ફ્રોડ' એક કોમેડી થ્રિલર છે. થોડુંક કશુંક જુદુ કરવામાં કશુ ખોટું નથી. પણ અમે અમારુ મજબૂત પાંસુ જાણીએ છીએ તેથી જોખમ કેમ ઉઠાવીએ ?

IFM
દર્શકોને 'રેસ' વિશે શુ કહેવા માંગો છો ?
' રેસ' જરૂર જુઓ, પણ ટોકિઝમાં. 'રેસ' લાર્જર ધેન લાઈફ ફિલ્મ છે. આમા થ્રિલ અને એક્શન છે. મગજ ઘરે મૂકીને ન આવતા કારણકે આની ટોકિઝમાં જરૂર પડશે.

'રેસ' ની સ્ટોરી માટે ક્લિક કરો

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments