Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગ્ય દિશામાં છે સમીરા

Webdunia
IFM
' રેસ' ફિલ્મની સફળતાનો શ્રેય સમીરા રેડ્ડીને છોડીને તેમાં કામ કરનારા બધાને મળ્યો. સમીરાના ઘરે ન તો કોઈ નિર્માતાઓની લાઈન લાગી કે ન તો તેમને કોઈ ઉલ્લેખનીય ફિલ્મ સાઈન કરી. એ તો રિયાલિટી શો માં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી છે. પાછળથી બધો સમય તે સ્ટેજ શો માં જાય છે.

સમીરાને સોચ તેનાથી વિપરીત છે. તેમનુ માનવું છે કે 'રેસ' ફિલ્મથી તેમને ફાયદો જ થયો છે. જે ભૂમિકા તેમણે નિભાવી છે, તે કોઈ સહેલી નહોતી. એક બેવકૂફ છોકરીના રૂપમાં અભિનય કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેમના અભિનયની પ્રશંસા થઈ છે અને ઘણી ફિલ્મોના પ્રસ્તાવ પણ તેમને મળ્યા છે. તેઓ હાસ્ય ભૂમિકાઓને પ્રાથમિકતા આપી રહી છે. કારણકે સામાન્ય રીતે નાયિકાઓ હાસ્ય ભૂમિકાઓ ઓછી નિભાવે છે.

સમીરાને પહેલી તક સોહેલ ખાને 'મૈને દિલ તુજકો દિયા'(2002)માં આપ્યુ હતુ. ખાન પરિવારના તે ખૂબ જ નજીક છે અને તેનો લાભ તેમને મળ્યો. ફિલ્મ ફ્લોપ ગઈ અને સમીરાનો સંઘર્ષ શરૂ થઈ ગયો.

સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત 'મુસાફિર' તેના કેરિયરનો ટર્નિગ પોઈંટ સાબિત થઈ. સંજયે તેમને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં રજૂ કરી અને આ ફિલ્મ પછી તેમની ઓળખ બની. સમીરા આ ફિલ્મમાં પોતાના સહ કલાકાર અનિલ કપૂરથી ખૂબ જ પ્રભાવિત થઈ અને આજે પણ તેમને પોતાનો માર્ગદર્શક માને છે.

' ટેક્સી નં 9211' જેવી સફળ ફિલ્મો પણ તેમના ખાતાંમાં જમા છે, પરંતુ બોલીવુડના કોઈપણ ક્ષેત્ર સાથે નજીકના સંબંધો ન હોવાથે તેમણે આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

આવનારી ફિલ્મ 'રેડ એલર્ટ' થી તેને ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં તેમણે લક્ષ્મી નામનુ પાત્ર ભજવ્યુ છે. તે પોલીસ સ્ટેશન મદદ માંગવા જાય છે અને ત્યાં તેની સાથે બળાત્કાર કરવામાં આવે છે. સમીરાના મુજબ આ ફિલ્મ હકીકતની નજીક છે અને આ ચરિત્રને વાસ્તવિક બનાવવા માટે તેમણે પોતાનુ વજન પણ ઘટાડ્યું છે.

IFM
સમીરા વિશે મોટાભાગે એવુ કહેવાય છે કે તેને હિન્દી ફિલ્મોમાં અપેક્ષા મુજબ કામ નથી મળતુ, તેથી તે ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મો કરે છે. ખબર નહી આવી વાતો સમીરા વિશે જ કેમ કહેવાય છે. આમ, તો બોલીવુડની ઘણી નાયિકાઓ બીજી ભાષાઓમાં ફિલ્મો કરે છે. ક્ષેત્રીય ફિલ્મો પ્રત્યે સમીરાને એટલે મોહ છે કારણકે આ ફિલ્મોમાં તેમનુ ખૂબ જ મજબૂત રોલવાળી ભૂમિકાઓ મળે છે અને તે આવી કોઈ પણ તક હાથમાંથી જવા નથી દેતી. બંગાળી ફિલ્મોમાં તેનુ નામ ચર્ચામાં છે અને શ્રેષ્ઠ નિર્દેશકો સાથે કામ કરવાની તેને તક મળી રહી છે.

સમીરા સારી રીતે જાણે છે કે તેમની પ્રગતિની ચાલ ધીમી છે, પરંતુ તે એ વાતથી ખુશ છે કે તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments