Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાનો એક દિવસનો મેકઅપ ખર્ચ છે 75 હજાર રૂપિયા !!

Webdunia
બુધવાર, 2 ડિસેમ્બર 2015 (18:00 IST)
ઈંડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાના મેકઅપ પર એક દિવસમાં 75 હજાર રૂપિયા ખર્ચ થાય છે. તાજેતરમાં જ તેનો ખુલાસો થયો. સમાચાર મુજબ સાનિયા સાથે જે મેકઅપ આર્ટિસ્ટ છે તેનો ખર્ચ 75 હજાર રોજનો છે.  આ ઉપરાંત તેના જિમ ટ્રેનર અને કોચ સહિત પાંચ અન્ય સ્ટાફ પણ સાથે જ ચાલે છે. આ કારણે સાનિયા તાજેતરમાં જ મધ્યપ્રદેશ રમત વિભાગના એવોર્ડ ઈવેંટમાં ભાગ ન બની શકી. 
 
- આ વર્ષની કમાણી 7 કરોડથી વધુ 
- વર્તમાન માહિતી મુજબ સાનિયાની વર્ષ 2015ની કમાણી 7 કરોડ રૂપિયા છે. આ વર્ષે તેમણે પ્રાઈઝ મની, એંડોર્સમેંટ અને ઈવેંટ્સથી આ કમાણી કરી. 
- એંડોસમેંટ માટે 1થી 2 કરોડ લે છે 
- સાનિયા ઑન કોર્ટ જેટલી સફળ છે તેનાથી અનેકગણી વધુ ઑફ કોર્ટ તેમની પોપુલૈરિટી છે. એક સમયે દેશમાં બ્રાંડ એંડોર્સમેંટને લઈને તેમની જોરદાર માંગ હતી. જે આજે પણ કાયમ છે. વર્ષ 2005માં સાનિયાનુ કેરિયર ઉંચુ હતુ  યુએસ ઓપનના ચોથા રાઉંડમાં પહોચ્યા પછી ભલે તે સેરેના વિલિયમ્સથી હારી ગઈ હોય પણ ત્યારબાદ તેની પાસે એંડોર્સમેંટના ઢગલો ઓફર આવ્યા. સાનિયા એકમાત્રે એવી ભારતીય ટેનિસ પ્લેયર છે જે પ્રતિ એંડોર્સમેંટ 1થી 2 કરોડ રૂપિયા લે છે. 
 
કલેક્શનમાં અનેક લકઝરી કાર 
 
ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાના કલેક્શનમાં અનેક લકઝરી કાર છે. તેમની લેટેસ્ટ કાર રેંજ ઓવર છે. જેનુ રજીસ્ટ્રેશન તેમણે ફેબ્રુઆરી 2015માં કરાવ્યુ. સાનિયાની આ કારનો નંબર TS 09 EE001 છે. આ ખાસ નંબર માટે તેમણે 50 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. આ ઉપરાંત તેની પાસે પોર્શે કરેરા. બીએમડબલ્યુ,  ટોયોટા સપ્રા જેવી લકઝરી કાર છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments