Webdunia - Bharat's app for daily news and videos

Install App

Major Dhyan Chand Khel Ratna Award: ભારતના કેટલાક એથલીટોને ભારતીય રમત જગતના સૌથી મોટા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

Webdunia
શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (13:27 IST)
Major Dhyan Chand Khel Ratna Award: રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સમારોહ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે  યોજાયો હતો, જ્યાં વિશ્વના કેટલાક અગ્રણી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અર્પણ કર્યો. આ બંને ખેલાડીઓને તાળીઓના ગડગડાટ વચ્ચે આ સન્માન આપવામાં આવ્યું હતું, જે તેમની મહેનતને પ્રતિબિંબિત કરે છે. મનુ ભાકરે ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કર્યું છે, જ્યારે ડી ગુકેશે તાજેતરમાં ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે.
 
હરમનપ્રીતને પણ કરવામાં આવ્યા સમ્માનિત 
આ ઉપરાંત ભારતીય મેંસ હોકી ટીમના કપ્તાન હરમનપ્રીત સિંહેને પણ દેશના સર્વોચ્ચ ખેલ સમ્માનથી સન્માનિત કરવામાં આવ્યા. હરમનપ્રીત સિંહ ટોક્યો અને પેરિસ ઓલંપિકમાં કાંસ્ય પદક જીતનારી ભારતીય હોકી ટીમનો ભાગ હતા અને પેરિસ ઓલંપિકમાં તેમણે ટીમનુ નેતૃત્વ પણ કર્યુ. તેમના નેતૃત્વમાં ભારતીય હોકીને મોટી સફળતા અપાવી અને તે આ સમ્માનના પૂરા હકદાર પણ છે. 
 
પૈરા એથલીટોને પણ મળ્યુ સમ્માન 
આ સમારંભમાં પૈરાલંપિક સુવર્ણ પદક વિજેતા હાઈ જંપના ખેલાડી પ્રવિણ કુમારને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન સમ્માન આપવામાં આવ્યુ.  પ્રવિણ કુમારે ટોકિયો ઓલંપિકમાં રજત પદક જીત્યો હતો અને પેરિસ ઓલંપિકમાં તેમણે સુવર્ણ પદક મેળવ્યો. જે તેમના સમર્પણ અને કડક મહેનતનુ પ્રતિક છે. તેમનુ જીવન અનેક સંઘર્ષોથી ભરેલુ છે. વિશેષ રૂપથી તેમના જન્મ સાથે જોડાયેલ શારીરિક વિકાર છતા તેમને જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તે ખૂબ પ્રેરણાદાયક છે. 
 
આ વખતે 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા, જેમાથી 17 પૈરા એથલીટ હતા. અર્જુન પુરસ્કાર મેળવનારાઓમાં પેરિસ ઓલંપિક કાંસ્ય પદક વિજેતા પહેલવાન અમન સેહરાવત, નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ, અને પુરુષ હોકી ટીમના સભ્યો જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેક. આ ખેલાડીઓની સફળતા સાબિત કરે છે કે ભારતીય રમતગમત જગતમાં સતત સુધારા તરફ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ખેલાડીઓએ પોતાની મહેનત, સમર્પણ અને સંઘર્ષથી દેશને ગૌરવ અપાવ્યું છે અને તેમની સિદ્ધિઓ ફક્ત તેમના વ્યક્તિગત પ્રયત્નોનું પરિણામ નથી પણ ભારતીય રમત સંસ્કૃતિના મજબૂત પાયાનું પ્રતીક પણ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Winter Skin Care - જો તમે શિયાળામાં ગ્લોઈંગ અને સોફ્ટ સ્કિન મેળવવા ઈચ્છો છો તો ચહેરાની મસાજ માટે આ તેલનો ઉપયોગ કરો.

ગુજરાતી ઢોકળા સાથે સિંધી કઢી

એક મહિના સુધી દરરોજ આ રીતે ખાઓ ભારતીય આમળા, આ સાયલન્ટ કિલર રોગનું જોખમ ઘટાડશે

આગળનો લેખ
Show comments