Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબડ્ડી વર્લ્ડ કપમાં ઈરાનને હરાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન

Webdunia
રવિવાર, 23 ઑક્ટોબર 2016 (16:13 IST)
અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઇરાનને ૩૮-૨૯થી પરાજય આપી ટાઇટલની હેટ્રિક લગાવી હતી. ભારત અને ઇરાન આ પહેલાં વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૭માં રમાયેલા કબડ્ડી  વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાયા હતા. તે બંને વખતે ભારતે જીત  મેળવી ટાઇટલ જીત્યું હતું. 
આજની મેચમાં ભારતના સ્ટાર ખેલાડી અજય ઠાકુર રહ્યો હતો જેણે ૧૨ રેઇડ પોઇન્ટ મેળવ્યા હતા.કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે એક-એક પોઇન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો હતો જેને કારણે બંને પ્રથમ પાંચ મિનિટ બાદ ૩-૩ની બરાબરી પર હતાં. મેચની ૧૦મી મિનિટે ઇરાને ૭-૬ની નજીવી લીડ મેળવી હતી. અહીંથી ઇરાને સતત લીડ જાળવી રાખતાં મેચની ૧૫મી મિનિટે ૧૦-૯ની નજીવી લીડ મેળવી હતી પરંતુ ઇરાને ત્યારબાદ ભારતને ઓલઆઉટ કરી દેતાં ૧૮-૧૩ની લીડ મેળવી લીધી હતી.

બીજા હાફમાં ભારતે રમત સુધારતાં  આઠ મિનિટમાં ભારતે છ  પોઇન્ટ બનાવ્યા હતા પરંતુ ઇરાનની ટીમ એક જ પોઇન્ટ બનાવી  શકતાં ભારત ૧૯-૨૦થી એટેલે કે માત્ર એક જ પોઇન્ટ પાછળ હતું. તે પછી ભારતીય ખેલાડીઓએ લય મેળવી લેતાં ભારતે ૩૦મી મિનિટે લીડ મેળવતાં ૨૧-૨૦થી આગળ થઈ ગયું હતું. છેલ્લી ૧૦ મિનિટ બાકી હતી ત્યારે ભારતે ઇરાનને પ્રથમ વખત ઓલઆઉટ કરી ૨૪-૨૧ની લીડ મેળવી લીધી હતી. ભારતે ત્યારબાદ મેચ પર પકડ મજબૂત બનાવી રાખતાં ઇરાનને એક-એક પોઇન્ટ મેળવવા માટે ઝઝૂમવું પડયું હતું. મેચ  પૂર્ણ થવામાં ત્રણ મિનિટની વાર હતી ત્યારે ભારતે ઇરાનને ફરી  ઓલઆઉટ કરી ૩૪-૨૪ની મજબૂત લીડ મેળવી લીધી હતી. 
 

અતિમ મિનિટોમાં ઇરાનના કેપ્ટન મૈરાજ શેખે ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે આ મેચ ૩૮-૨૯થી જીતી લઈ ઇન્ટરનેશનલ કબડ્ડી વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ગેરહાજરી અને બાંગ્લાદેશના  નબળા પ્રદર્શનને કારણે ઇરાનની ટીમ ટાઇટલની બીજી દાવેદાર ટીમ  ગણવામાં આવી રહી હતી અને તેને યોગ્ય સાબિત કરતાં ઇરાન  ફાઇનલમાં પહોંચી હતી. જો કે, ફાઇનલમાં ભારતે ઇરાનને હરાવી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ ૨૦૧૦માં યોજાયેલી એશિયન  ગેમ્સમાં કબડ્ડીની ફાઇનલમાં ઇરાનને પરાજય આપ્યો હતો. આ  ઉપરાંત ૨૦૧૪ એશિયન ગેમ્સની ફાઇનલમાં પણ ભારતે ઇરાનને  ૨૭-૨૫થી પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આમ ફરી  ઇરાન સામે ફાઇનલમાં જીત મેળવી કબડ્ડીમાં પોતાની બાદશાહત  કાયમ રાખી હતી. અજય ઠાકુરે કબડ્ડી વર્લ્ડ કપમાં કુલ ૬૧ રેડ કરી હતી જે પૈકી ૪૪ રેડ સફળ રહી હતી જેમાં ૫૨ રેઇડ પોઇન્ટ મેળવ્યા હતા અને તે થાઇલેન્ડના ખોમસાન થોંગખામ બાદ બીજા સ્થાને રહ્યો હતો. મનજિત ચિલ્લરે ૨૨ ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા અને તે આ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહ્યો હતો.મેચના પ્રથમ હાફમાં ઇરાનની ટીમ ૧૮-૧૩થી આગળ રહ્યા બાદ બીજા હાફમાં શરૂઆતની પાંચ મિનિટ સુધી ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ ભારતે તે પછી છેલ્લી ૧૫ મિનિટમાં મેચનું પાસું પલટતાં ઇરાનને બે વખત ઓલઆઉટ કરી મેચમાં પોતાની પકડ મજબૂત બનાવતાં ટ્રોફી જીતી લીધી હતી.

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments