Webdunia - Bharat's app for daily news and videos

Install App

કબડ્ડી વિશ્વ કપ : ૨૦૧૬ દક્ષિણ કોરિયા સામે ભારતની સનસનાટીભરી હાર

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2016 (13:15 IST)
ગુજરાતના અમદાવાદ શહેરમાં આજથી કબડ્ડી વિશ્વકપ - ૨૦૧૬નો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા દબદબાભેર પ્રારંભ થયો છે. ભારતમાં જન્મેલી કબડ્ડીની રમત વિશ્વની અન્ય લોકપ્રિય રમતોની જેમ જ હવે દુનિયાના મેદાનમાં છવાઈ રહી છે.અમદાવાદમાં રમાઈ રહેલા  કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની આરંભિક મેચમાં બે એશિયાઈ દેશોના મુકાબલામાં કોરીયાએ ભારતને હરાવી અણધાર્યો   વિજય મેળવ્યો છે.

રોમાંચથી ભરપુર આ મેચમાં   દક્ષિણ કોરિયાએ ભારતને ૩૪-૩૨થી હાર આપી હતી.ભારતની ટીમને શરૂઆતથી જ દક્ષિણ કોરિયાનો જોરદાર પડકારનો સામનો કરવો પડ્યો હતો. કોરિયાએ આક્રમક વ્યૂહરચના અપનાવી હતી જેમાં સાગમટા  પોઈન્ટ હરીફ પક્ષે ન જાય એ બાબત પર ધ્યાન કેન્દ્રિત હતું. પરંતુ રમતના પહેલા તબક્કામાં મંજાયેલી ભારતીય ટીમે દસ મીનીટમાં ઓલ આઉટ આઉટ કરી  ૧૨ અંક મેળવી લીધા હતા જેમાં સુપર રેડર અનુપકુમારની મહત્વની ભૂમિકા ભજવી.તો સામે કોરિયા દ્વારા બે વાર સુપર ટેકલ કરવામાં આવ્યું હતું પણ તેમના  રેડર ખાસ ઉકાળી શક્ય નહોતા.આ વખતે તે  ભારત ૧૮-૧૩થી આગળ હતું.

બીજા અંતરાલમાં દક્ષિણ કોરીયાએ પોતાની વ્યૂહ રચના બદલી પોતાનો બચાવ ઘેરો મજબુત બનાવ્યો  અને આક્રમણ તીવ્ર બનાવ્યું હતું. દક્ષિણ કોરિયા ભારતીય ખેલાડીઓને આઉટ કરી આશ્ચર્ય સર્જ્યું હતું.તેના ચઢાઈ  અને બચાવ ખેલાડીઓનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું.  દક્ષિણ કોરિયા ટીમની જબરદસ્ત ડિફેન્સને કારણે ભારતીય ટીમના રેઇડર્સને  છેલ્લે છેલ્લે અંક મેળવવાના ફાંફા પડી ગયા હતા.આજના આ વિજય સાથે જ દક્ષિણ કોરીયાએ ખાતું  ખોલાવ્યું અને હવે તેનો આગામી મુકાબલો આર્જેન્ટિના સામે હશે જયારે ભારતે ખાતું ખોલાવવા માટે ઓસ્ટ્રેલીયા સામેના મુકાબલા સુધી રાહ જોવી પડશે.પરંતુ ભારત કોઈ પણ હરીફને હળવાશથી લઇ શકે એવી હાલતમાં નથી.મનજીત છીલ્લર 2016 વિશ્વકપની પહેલી હાઈ ફાઈવ પોતાના નામેં કરી છાપામારીના ઉત્તમ નમુનાનું પ્રદર્શન કર્યું હતું.કોરિયા તરફથી જંગ કુન લી એ છેલ્લી પાંચ મીનીટમાં મેચનું પાસું પલટી નાખ્યું હતું. રહ્યા હતા. જે અન્ય સંજોગોમાં એકલા હાથે કોઈ પણ ટીમને ભારે પડે એમ હતા.ભારતના કપ્તાન અનુપ કુમારે ઉદાહરણરૂપ નેતાગીરી પૂરી પાડી હતી.એક ટીમ ની હારજીત નક્કી કરવામાં આ ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત મહત્વનો ભાગ ભજવશે. આજે કબડ્ડીના વિવિધ આયામ જોવા મળ્યાં હતા.બંને ખેલાડીના પ્રદર્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું જે ૧૫ દિવસ ચાલનારા ૧૨ દેશો વચ્ચેના   આગામી વિશ્વકપ મુકાબલાઓને ભારે રોમાંચક બનાવશે એમ શંકા નથી.બીજી મેચમાં  ઈરાને  અમેરિકાને ૫૨-૧૫  ના મજબુત માર્જિનથી હરાવી  સરળ વિજય મેળવ્યો છે. લગભગ એકતરફી આ મેચના પ્રથમ ચરણમાં જ ઈરાને અમેરિકાને ગણતરીની મિનિટોમાં બે વખત ઓલ આઉટ કરી દીધું હતું.રમતમાં નવાસવા અમેરિકાએ રક્ષણાત્મક  નીતિ અપનાવી હતી જે નવા નિશાળિયા માટે સ્વાભાવિક વ્યૂહરચના હતી. વિશ્વ કબડ્ડી સ્પર્ધામાં અમેરિકા પહેલી જ વાર પદાર્પણ કરી રહ્યું છે. અનુભવ અને રમતના દાવપેચથી મામલે તેમણે હજી ઘણા પાઠ ભણવા પડશે.  કપ્તાન ટ્રોય બેકન અને બિસ્માર્ક ચાર્લ્સની રમતે અમેરિકાને ધબડકાથી અટકાવ્યું હતું.

બીજા અંતરાલમાં ઈરાનના મોહમ્મદ ઈસ્માઈલે સુપર રેડ કરી પણ આશ્ચર્યજનક રીતે અમેરિકાએ પહેલીવાર સુપર રેઈડ કરી રમતને નીરસ બનતી અટકાવી હતી.સમગ્ર મેચમાં અમેરિકા ચાર વાર ઓલ આઉટ થયું જેમાં નિયમોથી વાકેફ નહિ હોવાની બાબતે ઘણો મોટો ભાગ ભજવ્યો.

આ સરળ જીત છતાં  ઈરાનની રમત જોતાં કોઈ પણ હરીફ તેને હળવાશથી લઇ શકે એમ  નથી.સતત બે એશિયન ગેમ્સના ફાયનલ મુકાબલામાં ઈરાનનો દેખાવ જોતાં આ સ્પર્ધાનો એક શક્તિશાળી દાવેદાર માનવામાં આવે છે. પ્રો કબડ્ડી લીગ( PKL) માં ઈરાનના મિરાજ શેખનો ઉમદા દેખાવ જોતા એની પાસેથી ઘણી અપેક્ષાઓ રખાઇ રહી હતી તો એનાપર ખરા ઉતર્યા. તો અબુલ ફઝલની રમત આકર્ષક રહી હતી. ઝડપ,આક્રમકતા અને રમતની ગુઢ સમજ ઈરાનની ટીમનું હકારાત્મક પાસું હોવા છતાં તેના નવા રેઇડર્સ આંતર્રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ખાસ ઝળકી શક્યા નથી.

આજની મેચમાં ઈરાન દ્વારા આરંભથી જ અમેરિકા સામે  વર્ચસ્વ જમાવેલું રાખ્યું હતું. અમેરિકા તરફથી  ટ્રોય બેકને સારી રમતનું પ્રદર્શન કર્યું હતું અને એકલા હાથે આઠ પોઈંટ મેળવ્યા જે આશાસ્પદ ખેલાડીના લક્ષણ છે. અમેરિકાની ટીમ વર્કિંગ ક્લાસના ખેલાડીઓની બનેલી હોઈ  ભલે બિન અનુભવી પણ શારીરિક રીતે ચુસ્ત છે.
પ્રથમ અંતરાલમાં ઈરાનની ટીમે અમેરિકાની ટીમને તાબડતોડ ઓલ આઉટ કરી મેચમાં  ૮-૨૭ની સરસાઈ મેળવી લીધી હતી.રેઈડર્સની સાથે સાથે ડિફેંડર્સનો દેખાવ પણ સારો રહ્યો હતો.

આજના આ વિજય સાથે જ ઈરાને ખાતું  ખોલાવ્યું અને હવે તેનો આગામી મુકાબલો થાઇલેન્ડ સામે હશે જયારે અમેરિકાએ ખાતું ખોલાવવા માટે જપાન સામેના મુકાબલા સુધી રાહ જોવી પડશે. આજે  બંને મેચમાં કબડ્ડીના વિવિધ આયામ જોવા મળ્યાં હતા. ચારેય ટીમના ખેલાડીઓના પ્રદર્શને રમત રસિયાઓનું ધ્યાન ખેંચ્યું હતું જે ૧૫ દિવસ ચાલનારા ૧૨ દેશો વચ્ચેના  આગામી વિશ્વકપ મુકાબલાઓને ભારે રસપ્રદ બનાવશે જે ખેલૈયાઓ માટે ગરબે ઘુમવાનાથી ઓછો રોમાંચ નહિ જ હોય.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments