Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોર્મૂલા વન હિટ માટે ફિઝીકલી ફિટ રહેવુ જરૂરી (જુઓ વીડિયો)

Webdunia
શનિવાર, 29 ઑક્ટોબર 2011 (15:34 IST)
ફોર્મૂલા વન ડ્રાઈવર પોતાના શરીરને હાઈ સ્પીડ મોટર સ્પોર્ટ્સ માટે વિશેષ રૂપે તૈયાર કરે છે. ફોર્મૂલા વનના ડ્રાઈવર દુનિયાનું સૌથી મુશ્કેલ પ્રશિક્ષણ લેવુ પડે છે. કોઈપણ રમત માટે ફિટનેસનુ એકમાત્ર માપદંડ છે કે જેટલી જલ્દી રિકવરી કરવી છે. આ જ માપદંડ રેસમાં પણ લાગૂ પડે છે.

હાલ દુનિયામાં ફોર્મૂલા વન ઉપરાંત એવી કોઈપણ રમત નથી જે ખેલાદીઓની સહનશક્તિની આ સ્તર સુધી પરિક્ષા લેતી હોય. સરેરા શ એફ1 રેસમાં ડ્રાઈવરના શરીરનુ વજન 3.5 કિલો ઓછુ થઈ જાય છે. એયરટાઈટ સૂટ અને ડ્રાયવરના શરીરથી ત્રણગણો 3.5 જીના દબાણનો સામનો કરવો એફ1 ચાલકને શારીરિક અને માનસિક રૂપે ખૂબ જ મજબૂત થવુ પડે છે. એફ1 કારના કોકપિટમાં ખૂબ જ ગરમી (લગભગ 50 ડિગ્રી)અને દબાણને સહન કરતા ચાલકનુ દિલ સામાન્યથી ત્રણ ગણુ વધુ ઝડપથી ધબકે છે. ડ્રાઈવરન હ્રદયની ગતિ એક મેરાથોન એથલીટ જેટલી જ હોઈ શકે છે.

350 કિમી. પ્રતિકલાકથી વધુ ગતિ પર દોડતી કાર પર નિયંત્રણ બનાવી રાખવા માટે માનસિક રૂપે ખૂબ જ મજબૂત અને શાંત રહેવુ પડે છે. રેસના સમયે ડ્રાઈવરને મળેલ સેંકંડ્સમાં નિર્ણય લેવાના હોય છે. એક નાની ભૂલ પણ ખૂબ જ ઘાતક સિદ્ધ થઈ શકે છે.

આતલી ક્ષમત અને સહનશક્તિને વિકસિત કરવા માટે ફોર્મૂલા વન ડ્રાઈવરને મુશ્કેલ શારિરીક પ્રશિક્ષણના માધ્યમથી રેસ માટે તૈયાર કરવામાં આવે છે. રક્તનુ દબાણ સામાન્ય બનાવી રાખવા માટે એફ1 ડ્રાઈવરને વિશેષ રૂપે કાર્ડિયો એક્સરસાઈજ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે 10 કિમી દોડ ઉપરાંત 5 કિમી તૈરાકી, 40 કિમી સાઈકલિંગ અને રોલર બ્લેડ પણ આ પ્રશિક્ષણમાં સમાયેલ છે.

ખુલ્લા કોકપિટમાં હેલમેટ અને માથા પર પડતા દબાવને કારણે ડ્રાઈવરની ગરદનની માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. જે માટે ડ્રાઈવરે વિશેષ રૂપે બનેલ રિંગ્સનો ઉપયોગ કરવાનો હોય છે. લાંબી રેસની કાર પર નિયંત્રણ મુકવા માટે ખભા અને હાથની માંસપેશિઓ એટલી મજબૂત હોવી જોઈએ કે ઉચ્ચ ગતિ પર કારના વળાંકથી ઉત્પન્ન થનાર દબાણને સહન કરી શકે.

પોષણના બાબતે એફ1 ડ્રાઈવરો અને ફીલ્ડ એથલીટો પોતાના આહાર પર વિશેષ નિયંત્રણ રાખે છે. કાબ્રોહાઈડ્રેટ અને પ્રોટીનવાળો ખોરાક તેમના ડાયટનો મુખ્ય ભાગ હોય છે. અઠવાડિયા દરમિયાન મોટાભાગના ચાલક ઉર્જા મેળવવા માટે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખાદ્ય પદાર્થ ખાય છે. રેસના પ્રથમ કોઈપણ પ્રકારનો નશો જેવો કે દારૂ, ધૂમ્રપાનથી તેમને ખૂબ જ દૂર રહેવુ પડે છે. નિયમિત અને સંયમિત જીવન એફ વન ડ્રાઈવરની પ્રથમ શરત હોય છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ કે રેસ પહેલા ડ્રાઈવર એ લગભગ 7-8 લીટર તરલ પદાર્થ જેવુ કે પાણી, ઈલેક્ટ્રોલાઈટ્સ અને એનર્જી ડ્રિંક્સ પી લે જેનાથી લગભગ વધુ પરસેવો નીકળ્યા પછી પણ ડ્રાઈવર નિર્જલીકરણનો શિકાર ન થઈ શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments