rashifal-2026

ત્યાગના યુગ પુરૂષ : તેગ બહાદુર સાહેબ

Webdunia
W.DW.D

વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે.

' धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।'

આ મહાકાવ્ય અનુસાર ગુરૂજીનુ બલિદાન ફક્ત ધર્મપાલન માટે જ નહી પરંતુ સમસ્ત માનવીય સાંસ્કૃતિક મુલ્યોના માટે આ બલિદાન હતું. ધર્મ તેમના માટે સાંસ્કૃતિક મુલ્યો અને જીવન વિધાનનું નામ હતું. એટલા માટે ધર્મના સત્ય શાશ્વત મુલ્યો માટે તેમનું બલિએ ચડવું એ સ્વાભાવિક રીતે સાંસ્કૃતિક મુલ્યો અને ઈચ્છિત જીવન વિધાનના પક્ષમાં એક પરમ સાહસિક અભિયાન હતું.

આતતાયી શાસકની ધર્મ વિરોધી અને વૈચારિક સ્વતંત્રતાનું દમન કરનાર નીતિઓની વિરુધ્ધ ગુરૂ તેગ બહાદુરજીનું બલિદાન એક અભુતપૂર્વ ઐતિહાસિક ઘટના હતી. આ ગુરૂજીના નિર્ભય આચરણ, ધાર્મિક અડગતા અને નૈતિક ઉદારતાનું ઉચ્ચત્તમ ઉદાહરણ હતું. ગુરૂજી માનવીય ધર્મ તેમજ વૈચારિક સ્વતંત્રતા માટે પોતાની મહાન શહાદત આપનાર એક ક્રાંતિકારી પુરૂષ યુગ હતાં.

ગુરૂજીએ ધર્મના સત્ય જ્ઞાનના પ્રચાર-પ્રસાર તેમજ લોક કલ્યાણકારી કાર્ય માટે ઘણાં સ્થળોનું ભ્રમણ કર્યું હતું. આનંદપુરથી કીરતપુર, રોપાણ, સૈફાબાદના લોકોને સંયમ તેમજ સહજ માર્ગનો પાઠ ભણાવતાં ખિઆલા (ખદલ) પહોચ્યાં. અહીંયાથી ગુરૂજી ધર્મના સત્ય માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપતાં દમદમા સાહેબથી થઈને કુરૂક્ષેત્ર પહોચ્યાં. કુરૂક્ષેત્રના યમુના કિનારે થતાં કડામાનકપુર પહોચ્યાં અને અહીંયા સાધુભાઈ મલૂકદાસનો ઉધ્ધાર કર્યો.

અહીંયાથી ગુરૂજી પ્રયાગ, બનારસ, પટના, અસમ વગેરે વિસ્તારોમાં ગયાં જ્યાં તેમણે લોકોના અધ્યાત્મિક, સામાજીક, આર્થિક, ઉન્નયન માટે ઘણાં બધાં રચનાત્મક કાર્યો કર્યા. આધ્યાત્મિક સ્તર પર ધર્મનું સાચુ જ્ઞાન વહેચ્યું. સામાજીક સ્તર પર ચાલી આવી રહેલ રૂઢિયો, અંધવિશ્વાસોની જોરદાર આલોચના કરીને નવા સહજ જનકલ્યાણકારી આદર્શ સ્થાપિત કર્યા. તેમણે પ્રાણી સેવા તેમજ પરોપકાર માટે કુવા બનાવડાવ્યાં, ધર્મશાળાઓ બનાવડાવી વગેરે લોક કલ્યાણના કાર્યો પણ કર્યાં. તે જ યાત્રાઓની વચ્ચે 1666માં ગુરૂજીને ત્યાં પટના સાહેબમાં પુત્રનો જન્મ થયો. તે દસમા ગુરૂ ગોવિંદસિહજી બન્યાં.

ગુરૂજી દરરોજ આનંદપુર સાહેબમાં આધ્યાત્મિક જ્ઞાન વહેચતાં હતાં, માનવમાત્રમાં નૈતિકતા, નિડરતા તેમજ આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ આપતાં હતાં. આનંદપુર આમ તો આમંદધામ જ હતું. અહીંયા પણ બધા લોકો વર્ણ, રંગ, જાતિ, સંપ્રદાયના ભેદભાવ વિના સમતા, સમાનતા તેમજ સમરસતાનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરતાં હતાં. ગુરૂજી શાંતિ, ક્ષમા, સહનશીલતાની મૂર્તિ હતાં.

તેમણે હંમેશા પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે. કોઈએ ગુરૂજીનું અહિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હોય તો તેમણે પોતાની સહનશીલતા, મધુરતા, સૌમ્યતાથી તેને હરાવી દિધો હતો. ગુરૂજીની માન્યતા હતી કે મનુષ્યએ કોઈથી ડરવું ન જોઈએ અને ન કોઈથી ડરાવવો જોઈએ. તેઓ પોતાની વાણીમાં ઉપદેશ આપતાં હતાં કે ' भै काहू को देत नहि'। नहि भय मानत आन।' તેઓ નાનપણથી જ સરળ, સહજ, ભક્તિ-ભાવવાળા કર્મયોગી હતાં. તેમની વાણીમાં મધુરતા, સાદગી, સૌજન્યતા તેમજ વૈરાગ્યની ભાવના દરેક રોમ-રોમમાં ભરી હતી. તેમના જીવનનું પ્રથમ દર્શન જ હતું કે ધર્મનો માર્ગ સત્યનો માર્ગ છે અને સત્યનો હંમેશા વિજય થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments