Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ ગોવિંદસિંહજી

Webdunia
W.DW.D

જન્મ દિવસ- પોષ સુદ સપ્તમી, 26 ડિસેમ્બર, 1666
દિવ્ય જ્યોતિ- 7 ઓક્ટોમ્બર, 1708

भिन्न-भिन्न सबहु कर जाना
एक ज्योत किनहु पहचाना।

ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ 26 ડિસેમ્બર ઇ.સ. 1666 માં પુજ્ય માતાશ્રી ગુજરીજીના ખોળામાં પટના સાહિબમાં થયો હતો.
તેઓ નાનપણમાં જ ખુબ સાહસી અને ગુણોથી ભરપુર હતાં. આનંદપુર સાહેબમાં જ તેઓની શિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેઓને ફારસી, સંસ્કૃત અને વ્રજ ભાષા ભણાવવામાં આવી હતી. જ્યારે ગુરૂ તેગબહાદુરજી બલિદાન આપવા માટે દિલ્લી ગયાં હતાં ત્યારે ગુરૂજીની ઉંમર ફક્ત 9 વર્ષની જ હતી. ગુરૂએ ગાદી સંભાળ્યા બાદ જનતામાં જોશ ભરવાનું કામ શરૂ કરી દીધું હતું.

તેઓએ પોતાના દરબારમાં 52 કવિઓ રાખીને લોકોમાં વીર રસની કવિતાઓનું પ્રચલન કર્યું હતું. તેઓએ અત્યાચારની વિરુધ્ધ ઘણાં બધાં યુધ્ધ કર્યાં હતાં, તેમાં સૌથી પ્રસિધ્ધ ભંગાનીનું યુધ્ધ કર્યું હતું. આ યુધ્ધ ભીમચંદ નામના પહાડી રાજાથી થયું હતું. આ ભીમચંદ તે જ હતો જેને ગુરુ હરગોવિંદસિંહે ગ્વાલિયરની કેદથી છોડાવ્યાં હતાં. આ યુધ્ધમાં પહાડી રાજાઓની હાર થઈ હતી. આ યુધ્ધમાં પીરબુધ્ધ, શાહ પોતાના 800 સૈનિકો સાથે ગુરૂજીની સહાયતા માટે આવ્યાં હતાં.

ઇ.સ. 1688 માં નદૌનનું યુધ્ધ થયું હતું જે જમ્મુના નવાબ અલફ ખા સાથે થયું હતું. ઇ.સ. 1689 માં પહાડી નવાબ હુસૈન ખાએ ગુરૂજી સાથે યુધ્ધ કર્યું હતું જેમાં ગુરૂજીની જીત થઈ હતી. ઇ.સ. 1699 માં વૈશાખીવાળા દિવસે ગુરૂજીએ કેશગઢ સાહેબમાં પંચ પિયારો દ્વારા તૈયાર કરેલ અમૃત બધાને પાઈને ખાલસા પંથની લાજ રાખી હતી. ખાલસાનો અર્થ થાય છે કે તે શીખ જે ગુરૂ સાથે જોડાયેલ છે. તે કોઇનો ગુલામ નથી તે પુર્ણ રીતે સ્વતંત્ર છે.

મે ઇ. સ. 1704 ની આનંદપુરની છેલ્લી લડાઈમાં મુગલ ફૌજે આનંદપુર સાહેબને છ મહિના સુધી ઘેરેલા રાખ્યાં હતાં. છેલ્લે ગુરૂજી શીખોની ખુબ જ આજીજી કરવા પર પોતાના થોડાક શીખો સાથે આનંદપુર સાહેબ છોડીને ચાલ્યા ગયાં હતાં. સિરસા નદીના કિનારે એક ભયંકર યુધ્ધ થયું હતું જેમાં બે નાના સાહેબજાદા અને માતા ગુજરીજી વિખુટા પડી ગયાં હતાં. 22 ડિસેમ્બર ઇ.સ.1704 માં ચમકોરા નામનું ઐતિહાસિક યુધ્ધ થયું હતું જેમાં 40 શિખોએ 10 લાખ ફૌજીઓનો સામનો કર્યો હતો. આ યુધ્ધમાં મોટા સાહેબજાદા અજીતસિંહજી અને જુઆરસિંહજી શહીદ થયાં હતાં.

આ બાજુ 27 ડિસેમ્બર ઇ.સ. 1704 માં બંન્ને નાના સાહેબજાદા અને જોરાવતસિંહજી તેમજ ફતેહસિંહજીને દિવાલમાં ચણાવી દેવામાં આવ્યાં હતાં. જ્યારે આ વાતની ખબર ગુરૂજીને થઈ ત્યારે તેઓએ ઔરંગજેબને એક વિજય પત્ર લખ્યો હતો અને ઔરંગજેબને તેમાં ચેતવણી આપી હતી કે તારા સામ્રાજ્યનો અંત કરવા માટે ખાલસા પંથ તૈયાર થઈ ગયો છે.

8 મે ઇ.સ. 1705 માં મુક્તિસર નામના સ્થળ પર મુગલો સાથેના ભયાનક યુધ્ધમાં ગુરૂજીની જીત થઈ. ઓક્ટોમ્બર ઇ.સ. 1706 માં ગુરૂજી દક્ષિણમાં ગયાં જ્યાં તેમને ઔરંગજેબના મોતની જાણ થઈ. ઔરંગજેબે મરતી વખતે એક ફરીયાદ પત્ર લખ્યો હતો. હેરાનીની વાત એ છે કે જે બધું લુંટાવી ચુક્યો હતો, (ગુરૂજી) તે જીત લખી રહ્યાં હતાં જેની પાસે બધું જ હતું તે હારનામું લખી રહ્યો હતો. આનું કારણ હતું સચ્ચાઈ. ગુરૂજીએ યુધ્ધ હંમેશા અત્યાચારની વિરુધ્ધ કર્યાં હતાં પોતાના લાભ માટે ક્યારેય નહી.

ઔરંગજેબના મૃત્યું બાદ તેમને બહાદુર શાહને બાદશાહ બનાવવામાં મદદ કરી હતી. ગુરૂજી અને બહાદુર શાહના સંબંધો ખુબ જ મધુર હતાં. આ સંબંધોને જોઈને સરહદનો નવાબ વજીત ખા ગભરાઈ ગયો. તેથી તેણે બે પઠાણને ગુરૂજીની પાછળ લગાવી દીધા હતાં. આ પઠાણોએ ગુરૂજી પર ધોખાથી ઘાતક વાર કર્યાં હતાં જેનાથી 7 ઓક્ટોમ્બર 1708 માં ગુરૂજી નાંદેડ સાહેબમાં દિવ્ય જ્યોતિમાં લીન થઈ ગયાં. છેલ્લા સમયે તેમણે શીખોને ગુરૂગ્રંથ સાહેબને પોતાના ગુરૂ માનવાનું કહ્યું હતું અને તમણે પોતે પણ માથું ટેકવ્યું હતું. ગુરૂજી બાદ માધોદાસે પણ જેને ગુરૂજીએ શીખ બનાવ્યાં હતાં અને બંદાસિહ બહાદુર નામ આપ્યું હતું તેમને સરહદ પર આક્રમણ કર્યું અને અત્યાચારીઓને ભારે પડ્યાં.

ગુરૂ ગોવિંદજીના વિશે લાલા દૌલતરાય જેઓ કટ્ટર આર્ય સમાજી હતાં જેમને લખ્યું હતું કે હુ ઇચ્છ્તો તો સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, પરમહંસ વગેરેના વિશે લખી શકતો હતો પરંતુ હુ તેઓના વિશે લખી નહોતો શકતો જેઓ પૂર્ણ પુરૂષ નથી. મને પૂર્ણ પુરૂષના બધા જ ગુણો ગુરૂ ગોવિંદસિંહમાં મળ્યાં હતાં. છેલ્લે લાલા દૌલતરાયે ગુરૂ ગોવિંદસિંહજીના વિશે પૂર્ણ પુરૂષ નામની એક સારી પુસ્તક પણ લખી છે.

આ પ્રકારે મુહમ્મદ અબ્દુલ લતીફ પણ લખે છે કે જ્યારે હું ગુરૂ ગોવિંદસિંહજીના વ્યક્તિત્વ વિશે વિચારુ છું તો મને સમજમાં નથી આવતું કે તેમના કયા ગુણોનું વર્ણન કરુ. તે ક્યારેક મને મહાધિરાજ દેખાય છે તો ક્યારેક મહાદાની અને ક્યારેક ફકીર તો ક્યારેક ગુરૂ દેખાય છે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

Show comments