વિષ્ણુ હંમેશા શક્તિશાળી દેવતા ગણાય છે. એ માટે જ કહેવાય છે. વિષ્ણુ સ્વરૃપ જીવન ભાવ વ્યક્ત કરવાની શક્તિ છે. વિષ્ણુ મન સ્વરૃપ માનવ જોઈ સર્વ વ્યાપક દ્રષ્ટિના ભાવ સાથે કર્મથી જોડાય છે. આ દ્વારા ઈન્દ્રિયોને માયા સાથે જોડે છે. મનનું જીવનમાં તાદાત્મ્ય પળે પળે તરંગ આપવા, આ દ્વારા બુધ્ધિ ભાવને માયા સાથે જોડી તમારા આંતરિક વૃત્તિના હોરામાં વિશુધ્ધીનો ભાવ માયા દ્વારા જોડવો તે દ્વારા વર્તમાન સમયમાં ગળાડૂબ કરી પશુ ભાવ ઉત્પન્ન કરવો.
પશુભાવની પહેલી બાજુ શરીરમાં અમૃતનાં લાખો પરમાણું વણવપરાયેલ પડેલ છે. મનમાં શુધ્ધતાના ભાવ સાથે કલ્યાણકારી વિષય લઈ અને કાલને માનવ દેહ અમૃત બનાવવાનું છે. આ માટે અસત્ય જગતમાં સત્યનો અમૃત કળશ સ્વયમ્ ભીતરની દ્રષ્ટિનું અમૃત છે. જે અમૃત જીવનનું કાલ-ચક્ર જન્મ મૃત્યુનું છે. તે સ્વરૃપ દુર કરશે જે જીવનમાં અમૃતની દ્રષ્ટિ બને ત્યારે તે માયા રહિત કર્મથી જોડાય છે.
આ સમયે ગતિશીલ જગતમાં ભાવ પોતાના જીવન ભાવનાં કર્મમાં પ્રપંચ બુધ્ધિ દુર કરશે. આજ દ્રષ્ટિનું મધુર અમૃતનો કળશ બનાવશે. જીવનનો સર્વ આનંદ શિવ બની પરમ ચેતના ઉત્પન્ન કરશે. અને કલ્યાણકારી બનશે.
આ સમયે દ્રષ્ટિ સ્વયમ્ શિવ બની કલ્યાણકારી બને છે. જે મનની વિશુધ્ધી દૂર કરે છે. જીવનનાં મનના ઉલ્કાપાત દૂર બનતા જીવનની દ્રષ્ટિ તેજ બની આ સમયે ચિત્ત સ્વરૃપની શક્તિ બ્રહ્મ રત્નમાંથી જાગૃત બની પરતત્વનો મિલાપ કરાવે છે.
માનવ દેહમાં પ્રપંચ દુર કરી એક શિવ કલ્યાણ કરવાનો સર્વવ્યાપક ભાવ ઈશ્વર સ્વરૃપ પ્રેરણાબળ પૂર્ણ કરશે. એ જ તમારા અને ઈશ્વરનો ભેદ દૂર કરી ઈશ્વર અને શિવ બન્ને સાયુજ્ય કરી એક કરશે. આ સમયે જીવનમાં આત્માની મુક્તિ બનશે. ત્યારે શિવ (કલ્યાણ) પાર્વતિ (વૃત્તિ), હિમાલય (ચિત્ત બુધ્ધિ) એક બની મનમાં દંડ દ્રશ્યમાન જગતનાં દૂર કરશે. આજ અજુઠ સાથેનો નાતો દૂર કરી સત્ય અમૃત કળશ સ્વયમ્ તમારા હાથમાં આવશે.
આ સ્વરૃપ જન્મ-કર્મ-મૃત્યુનું સ્વરૃપ મહાદેવ તમારું મુક્ત કરશે. અન્યથા કર્મ મુજબ બુધ્ધિ ભેદનો ભાવ ઉત્પન્ન કરી માનવ શિવ-શિવ ભજે છે. માયા સાથે કર્મની સજા ઈશ્વર ચોક્કસ આપી ફરી પૃથ્વી ઉપર મહાદેવ તમને જન્મ આપે છે. આ ઈશ્વરનું કાલ ચક્ર છે.
માનવ દેહનું માયા સાથેના જગતનું અસ્તિત્વ દૂર બની ગયું. માનવનો વિષ્ણુ સ્વરૃપ મનનાં પ્રપંચનો દંડ દૂર બની જીવન અને આત્મા સાથે મન આંતરિક પરમાણું બુધ્ધિ એક બન્યા. આપણે માણસ મટી અજન્મા બની શિવ બની ગયા, શિવોહમ, શિવોહમ, નો નાદ બુલંદ બની સ્વયંમ મહાદેવ આપણે દર્શન આપે છે. જે ત્રીજું નેત્ર જ્ઞાન સ્વરૃપનું બ્રહ્મ ચક્ર ખોલે છે.