Webdunia - Bharat's app for daily news and videos

Install App

કઠણાઈઓ શિવ પોતે સ્વીકારી લે છે, એટલે તો ભોળાનાથ કહે છે

ઘરની શાંતિના આદર્શની શિક્ષા પણ ભગવાન શિવ પાસે મળે છે.

Webdunia
ભગવાન ભૂતભાવન શ્રી વિશ્વનાથ મંગલમય નમો. મહાત્મ્ય બહુજ મોટું છે. તેનાં નામ સમરણનો મહિમા મોટો છે. શિવ ચરીત્રોનું વર્ણન ભેદ ઉપનીષદ, શિવપુરાણ સ્કન્ધ પુરાણ, કર્મપુરાણ એવા કુલ અગિયાર મહાપુરાણમાં અમૃત સમાન સુંદર કથાઓ છે. તેનું શ્રવણ કરવાથી ભવોર્ભવની ભાવટ ભાંગે છે.
કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (24 જુલાઈ થી 30 જુલાઈ) શિવજીના પાવન ચરિત્રોથી માણસ નૈતિકતા, કૌટુંબીક, સામાજીક વગેરે અનેક પ્રકારનું શિક્ષણ મળે છે. એક ઉદાહરણ જોઈએ તો જ્યારે સમુદ્ર મંથન વિષ્ણુએ દેવ-દાનવો પાસે કરાવ્યું, સમુદ્રમાંથી ચૌદ રત્નોની સાથે ઝેર નીકળ્યું તે શિવજીએ કંઠમાં રાખ્યું. શિવજીએ વિષપાન કરી જગતને બચાવ્યું અને દેવતાઓને અમૃત પાયું.

આ પ્રસંગ ઉપરથી એ ધળો લઈએ, ઘરનો વડિલ હમેશાં કુટંબીઓ, પુત્રો, મિત્રો પરિવાર અકેલે શિવ ઝેર પીએ. વડિલને સૌ ધળબળાવે છે. વડિલ જ બધું આબાદ રાખવા ઝેર પીએ છે. પોતા માટે ત્યાગ તથા જાત જાતની કઠણાઈઓ શિવ પોતે સ્વીકારી લે છે. ભુલથી પણ વિષ બીજાને પાવાથી પાપ આપણને જ રીબાવે છે. વિષ શિવજીએ કંઠમાં રાખી જગતને બચાવી લીધું. આ છે શિવજીની સાચી મોટાઈ. તેથી તો વિષ અને 'કાળકા' કાળી માતા પણ શિવજીનું ઘરેણું કહેવાય છે. જે સંસારના હીત માટે વિષપાનથી ડરતો નથી તે જગતનો ઈશ્વર કહેવાય છે.

પરિવાર સમાજ અથવા રાષ્ટ્રની કટુતાને પી જાય છે. તે રાષ્ટ્રનું કુટુંબનું કલ્યાણ જરૃર કરે છે. પીધેલ વિષ વમન બની નીકળે તો પણ ઉપદ્રવ વધારી દેશે, વિષને હૃદયમાં રાખવું તે પણ ખરાબ છે. અમૃતપાન માની પીવા ઉત્સુક હોય તે મનુષ્યને ઉત્સાહી બતાવવો દુઃખદ હોય છે. તે તો ફક્ત ભગવાન શિવ એક જ છે. તે કંઠમાં રાખી શકે કારણ કે ભગવાન શિવનું કુટુંબ પણ વિચિત્ર છે.

તેની ખાસ ટેવો જોઈએ. અન્નપુર્ણા (ઉમા)નો ભંડાર સદા ભરેલો રહે છે. છતાં ભોળાનાથને પહેરવા કપડાં નથી, કાર્તિક સ્વામી હાથમાં ધનુષ બાણ લઈ લડવા (૨૪) કલાક તૈયાર રહે છે. ગણપતિ સ્વભાવમાં શાંત છે. તેથી સર્વને પ્રિય છે છતાં તેના વાહનમાં વિચિત્રતા છે.

કાર્તિક સ્વામીને મોરનું વાહન છે, ગણેશજીને વાહન ઉંદરનું છે. ત્યારે પાર્વતી માતાની સિંહ પર સવારી છે. ત્યારે શાંત થયેલ ભોળાનાથને નંદી પ્રિય છે. શિવજીને આભૂષણ નાગદેવતાનાં છે. સામાન્ય સમતુલના કરીએ તો દરેક વાહન એકબીજાથી જુદા જુદા સ્વભાવનાં છે છતાં તેનાં સ્વામી શિવજી હોવાથી સહુ પ્રેમથી સાથે રહે છે. આ છે શિવજીના સ્વભાવની રીતો.
આપણે મનુષ્ય એક ઘરમાં સાથે સંપીને રહી શકતા નથી. આપણો મનુષ્યનો વિચિત્ર સ્વભાવ અને અશાંત રહેણી કરણી. તેથી સંપીને રહી શકતા નથી. વિચિત્ર સ્વભાવ વિચિત્ર રૃચી. આ કુટુંબના ગૃહપતિ શિવ છે. તેનો મંત્ર છે 'સંપ ત્યાં જંપ'.
ઘરની શાંતિના આદર્શની શિક્ષા પણ ભગવાન શિવ પાસે મળે છે. ભગવાન શિવ અને અન્નપૂર્ણા પોત પોતાની રીતે પરમ વિરક્ત રહી સંસારમાં સંપુર્ણ ઐશ્વર્ય શ્રી વિષ્ણુ અને લક્ષ્મીને અર્પણ કરી દે છે.
દહી રાત્રે શા માટે ન ખાવું જોઈએ, જાણો આયુર્વેદિક કારણ વિષ્ણુ અને લક્ષ્મી પણ સંસારનાં દરેક કાર્યમાં સંભાળી સુધારી લેવા પોતે ખુદ અવતાર લે છે. ગૌરી શંકરને જરા પણ પરીશ્રમ ન આપી આત્માના સંધાન માટે નિષ્પક્ષ રહે છે. તેમજ કુટંબીઓના હાથમાં સમાજ અને કુટુંબનું સર્વ ઐશ્વર્ય આપી દે. યોગ્ય અધિકારીને વહીવટ સોંપી દે. (દ્વારકાની રાજગાદીએ કૃષ્ણ બેઠા નથી.) તેમ શિવ શક્તિશાળી હોવાં છતાં મહારાજા નથી બન્યાં. 'શરીરનો અકર્તા ભાવ, પોતે નિર્ગુણ નિરાકાર'.
પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે. આજના ઘણાં ભણેલા ગણેલા લોકો ભગવાન શિવને 'અનાર્ય' દેવતા કહે છે. ભગવાન શિવજીની આરાધના ભુલી ગયા છે. ભુલી જવાથી રાષ્ટ્રનું મંગલ થાય છે તેમ નથી. ભગવાન શિવની આરાધના પર શિવ પુરાણમાં કથા છે. શિવ દર્શન થાય ત્યાં શિવ પ્રકૃતિની વિધીપૂર્વક પુજા કરવી. પ્રકૃતિ માતાની એ પ્રતિજ્ઞાા છે. સંઘર્ષમાં જો મને જીતી લેશે તો મારું અભિમાન ચૂર્ણ કરી દેશે. જો કોઈ મારા સમાન અથવા મારાથી અધિક બળશાળી હશે તે મારો પતિ થાશે એટલે હશે.

તેથી એ ચોક્કસ માનવું પ્રકૃતિથી કોઈ શક્તિશાળી નથી. તેથી પ્રકૃતિ શિવજીની પત્ની છે. પ્રકૃતિથી વધારે શક્તિશાળી નથી. તેથી પ્રકૃતિ શિવ પત્ની છે. તે પ્રકૃતિ 'મહાકાળી' છે. રક્તબીજનું લોહી પીનાર તેજ છે. તે અંબા છે. શક્તિ છે તે મહાન શક્તિ કુંભ-નિકુંભને મારવાવાળી પાણીની માફક લોહી પીનારી તેની સામે કોઈનો વિજય ન થઈ શકે. હા, ગુણાતીત પ્રકૃતિ પર ભગવાન શિવ વિજય થાય છે. તેથી પ્રકૃતિએ એટલે 'જગદંબાએ' શિવજીને પોતાનાં પતિ બનાવ્યા છે. કારણ કે શિવજીથી કોઈ શ્રેષ્ઠ નથી. ઉંચે નથી. જગદંબાએ શિવ મેળવવા માતા પાર્વતી સ્વરૃપે તપ કર્યું છે.

આઠ મૂર્તિ દ્વારા શિવજી સર્વનું રક્ષણ કરે છે. આઠ રૃપમાં રહેલા શિવજીના સ્વરૃપ કઈ કઈ જગ્યાએ બિરાજમાન છે?

અષ્ઠ શિવલિંગના રૃપમાં.

( ૧) ક્ષિતિ - લિંગ - આ લિંગ શિવકાચ્ચીમાં તામિલનાડુમાં છે.
( ૨) જળતત્વ લિંગ - જમ્બુકેશ્વર ત્રીચીનપલ્લીમાં છે.
( ૩) તેજો-લિંગ - અરૃણાચલ પ્રદેશમાં.
( ૪) વાયુ-લિંગ-તિરૃપતિ બાલાજી પાસે સુવર્ણમુખી નદીના કિનારે
( ૫) આકાશ લિંગ - સૂર્યમૂર્તિ સૂર્ય હોય ત્યાં.
( ૬) સૂર્યમૂર્તિ લિંગ - ચિદમ્બરમ દક્ષિણ ભારતમાં.
( ૭) ચંદ્રમૂર્તિ લિંગ - ચંદ્ર હોય ત્યાં અથવા સોમનાથ સૌરાષ્ટ્રમાં.
( ૮) યજમાન લિંગ - પશુપતિનાથ - નેપાળમાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

વધુ જુઓ..

નવીનતમ

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ