Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaya Parvati Vrat- આ રીતે કરવુ જયાપાર્વતી વ્રત, પૂજન વિધિ, જાગરણ, ગૌરીવ્રતમાં શુ ખાવુ

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (07:18 IST)
જયા પાર્વતી વ્રત 
જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે.વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું.
 
જયાપાર્વતી વ્રત કયારે ઉજવાય છે. 
આ વ્રત અષાઢ  સુદ તેરશથી  અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે.
 
વ્રતની પૂજન વિધિ 
જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.
વ્રતના પહેલા દિવસે જવને એક ઉંડા વાસણમાં મૂકો. તેને ઘર કે કોઈ મંદિરમાં સ્થાપિત કરી શકો છો. રૂની એક માળા બનાવો જેને નાગલા કહે છે. હવે રોજ સવારે નહાઈ ધોઈને પાંચ દિવસ સુધી તે વાસણમાં પાણી ચઢાવો . રોલી, ફૂલ, અક્ષત ચઢાવો ત્યારબાદ રૂની માળા ચઢાવો. ( આ વ્રત 10 સુધીની છોકરીઓ કરે છે તેથી તેને ગૌરી વ્રત પણ કહેવાય છે. 
 
જયપાર્વતી વ્રત જાગરણ 
વ્રત સમાપ્તિની એક રાત પહેલા રાત ભર જગાય છે. ભજન ,કીર્તન કરાય છે. તેને જયાપાર્વતી જાગરણ કહે છે. જે છોકરીઓ વ્રત રાખે છે, તેને વ્રત સમાપ્તિના સમયે આ રાત્રિ જાગરણ કરવું ફરજિયાત હોય છે. આ સમયે છોકરી નાચવું ગાવું પણ કરી શકે છે. 
 
જયા પાર્વતીમાં શું કરીએ 
* વ્રત વાળા દિવસે જલ્દી ઉઠીને નહાઈ ધોઈ લો, એક દિવસ પહેલા ઘરની સફાઈ કરો. 
* માટી, સોના કે ચાંદીના બળદમાં શિવપાર્વતીની મૂર્તિ બનાવીને રાખો. તેને ઘર કે મંદિરમાં બિરાજિત કરો. 
* તેમને દૂધ, દહીં , પાણી, મધથી સ્નાન કરાવો. 
* કંકુ-હળદર લગાવો. નારિયેળ, પ્રસાદ, ફળ, ફૂલ ચઢાવો. 
* પાર્વતીજીની ઉપાસના કરો. 
* દરરોજ પાંચ દિવસ સુધી આવું કરો. પછી જ ભોજન ગ્રહણ કરવું 
* આખરે દિવસ જાગરણ કરો. 
* શિવ પાર્વતી અને એ જવના વાસણની જાગરણ પછી પૂજા કરી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરી નાખો. 
* વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. 
 
જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments