rashifal-2026

Sarv Pitru amavasya - સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે

Webdunia
રવિવાર, 21 સપ્ટેમ્બર 2025 (09:24 IST)
જ્યોતિષમાં પિતૃદોષનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. પ્રાચીન ગ્રંથોમાં પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિનુ જીવન અત્યંત કષ્ટમય થઈ જાય છે. 
 
જે જાતકની કુંડળીમાં આ દોષ  હોય છે તેને ધનનો અભાવથી લઈને માનસિક ક્લેશનો પણ સામનો કરવો પડે છે. પિતૃદોષથી પીડિત જાતકની ઉન્નતિમાં અવરોધ કરે છે. પિતૃદોષનો પ્રભાવ ઓછો કરવાના અનેક સહેલા અને સરળ ઉપાય પણ છે. તો આવો જાણીએ આ ઉપાય 
 
- સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર તમારા સ્વર્ગીય પરિજનોનો ફોટો લગાવીને તેના પર હાર ચઢાવીને તેમની પૂજા સ્તુતિ કરવી જોઈએ.  તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. 
- ગરીબોને અથવા ગુણી બ્રાહ્મણોને ભોજન કરાવો. ભોજનમા મૃતાત્માની પસંદગીને ઓછામાં ઓછી એક વસ્તુ જરૂર બનાવો. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર વહેલી સવારે સ્નાન કરી ઉઘાડા પગે શિવ મંદિરમાં જઈને આંકડાના 21 ફુલ, કાચી લસ્સી, બિલીપત્ર સાથે શિવજીની પૂજા કરો.  તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર ગરીબ કન્યાના લગ્નમાં સહાયતા કે બીમારીમાં સહાયતા કરવાથી પણ  લાભ મળે છે. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર બ્રાહ્મણોને પ્રતિકાત્મક ગૌદાન એટલે ચાંદીની ગાય દાન કરો.  પાણી પીવડાવવા માટે કુવા ખોદાવો કે પછી રસ્તે જતા લોકોને ઠંડુ પાણી પીવડાવવાથી પણ પિતૃદોષથી છુટકારો મળે છે. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર પવિત્ર પીપળો અને વડના ઝાડ વાવો.  વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી પણ પિતરોને શાંતિ મળે છે અને દોષમાં કમી આવે છે. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોના નામ પર ગરીબ વિદ્યાર્થીઓની મદદ કરો અને દિવંગત પરિજનોના નામથી હોસ્પિટલ, મંદિર, વિદ્યાલય, ધર્મશાલા વગેરેનુ નિર્માણ કરાવવાથી પણ અત્યંત લાભ મળે છે. 
 
- આ દિવસે જો બની શકે તો તમારી શક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનુ દાન કરવાથી પણ આ દોષ મટે છે. 
- સર્વ પિતૃ અમાવસ્યા પર પીપળાના વૃક્ષ પર બપોરે જળ પુષ્પ ચોખા દૂધ ગંગાજળ કાળા તલ ચઢાવો અને સ્વર્ગીય પરિજનોનુ સ્મરણ કરી તેમનો આશીર્વાદ માંગો. 
 
- સર્વ પિતૃ અમાવસ્યા પર સાંજે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર મહામૃત્યુંજય મંત્ર કે રુદ્ર સુક્ત કે પિતૃ સ્ત્રોત અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી પણ પિતૃ દોષની શાંતિ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments