Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ડૉ. નીમાબેનને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાયા

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (17:23 IST)
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય શ્રી ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 
 
ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન  આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી. 
 
 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ ૧૯૨૫માં CLAના પ્રથમ સભ્ય એવા માન.વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહવતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. 
 

આ પ્રસંગે વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી સહિત તમામ ધારાસભ્યશ્રીઓએ ડૉ.નીમાબેન  આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 
 
 ધારાસભ્યશ્રી ડૉ. નીમાબેન આચાર્યનો પરિચય :
 
ર્ડા. નીમાબેન ભાવેશભાઈ આચાર્ય, ૩ ભૂજ મત વિભાગ (કચ્છ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧રમી ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નાગનેશ ખાતે થયો હતો. તેઓએ એમ.બી.બી.એસ., ડી.જી.ઓ. અને ગાયનેક ઓબસ્ટ્રેટીક એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ વ્યવસાયે ર્ડાકટર છે. તેઓ નવમી, અગીયારમી, બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, ગ્રામવિકાસલક્ષી પ્રવૃત્તિઓ, રમતગમત પ્રવૃત્તિઓ સહિત અનેક જનહિતલક્ષી કામગીરીમાં શોખ ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

આગળનો લેખ
Show comments