Biodata Maker

આજે ભાદરવી પૂનમ સાથે શ્રાદ્ધપક્ષનો પણ પ્રારંભ, જાણો કયુ શ્રાદ્ધ ક્યારે

Webdunia
શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2015 (12:23 IST)
ભાદરવી પૂનમ સાથે જ મંગળવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. આવતીકાલે પૂનમ અને એકમ બંનેનું શ્રાદ્ધ છે.

હિંદુ ધર્મના ઇશ્વરપ્રાપ્તિના મૂળભૂત સિદ્ધાંતોમાંનું એક એટલે પિતૃઋણ ચૂકવવું. માતા-પિતા તેમજ સ્વજનોના મૃત્યુ પછીનો પ્રવાસ સુખાકારી-ક્લેશવિરહિત થાય તેમજ તેમને સદ્ગતિ મળે એ માટેનો સંસ્કાર એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધમાં પિતરોને હર્વિભાગ આપવામાં આવ્યો હોવાથી તે સંતુષ્ટ થાય છે તેવી માન્યતા છે.  શ્રાદ્ધના સમય દરમિયાન દાનદક્ષિણા કરવાનો,અબોલ પ્રાણીઓ તેમજ કાગને ભોજન આપવાનો પણ મહિમા છે. શ્રાદ્ધવિધિને કારણે પિતરોના ત્રાસ સામે આપણું રક્ષણ થઇને જીવન સુસહ્ય થવામાં સહાયતા થાય છે. સામાન્યપણે દર વર્ષે મનુષ્યના મૃત્યુની તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્વજનની મૃત્યુતિથિનો ખ્યાલ ન હોય અને ફક્ત મહિનાનો ખ્યાલ હોય તો એ સમયે તે મહિનાના અમાસના દિવસે શ્રાદ્ધ કરવું તેમ શાસ્ત્રવિદેનું માનવું છે.

ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૃરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે.  વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.



પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું?

શ્રાદ્ધ                                   તિથિ                                  તારીખ

મહાલયા પ્રારંભ                  ભાદરવા સૂદ પૂનમ               16 સપ્ટેમ્બર

એકમનું શ્રાદ્ધ                      ભાદરવા સૂદ પૂનમ              17  સપ્ટેમ્બર

 બીજનું શ્રાદ્ધ                      ભાદરવા સૂદ બીજ               18  સપ્ટેમ્બર

ત્રીજનું શ્રાદ્ધ   /ચોથનું શ્રાદ્ધ (સાથે)     ભાદરવા સૂદ ત્રીજ/ચૌથ             19  સપ્ટેમ્બર
   

પાંચમનું શ્રાદ્ધ- ભરણી શ્રાદ્ધ   ભાદરવા સૂદ પાંચમ          ભાદરવા સૂદ ચોથ               20  સપ્ટેમ્બર

છઠ્ઠનું શ્રાદ્ધ-કૃતિકા શ્રાદ્ધ         ભાદરવા સૂદ છટ્વ             21 સપ્ટેમ્બર

સાતમનું શ્રાદ્ધ                 ભાદરવા સૂદ સાતમ               22 સપ્ટેમ્બર

આઠમનું શ્રાદ્ધ                ભાદરવા સૂદ આઠમ               23સપ્ટેમ્બર

નોમનું શ્રાદ્ધ અવિધવા નોમ   ભાદરવા સૂદ નોમ            24 સપ્ટેમ્બર

દસમનું શ્રાદ્ધ                    ભાદરવા સૂદ દસમ              25  સપ્ટેમ્બર

અગિયારસનું શ્રાદ્ધ                ભાદરવા સૂદ અગિયારસ    26  સપ્ટેમ્બર

બારસનું શ્રાદ્ધ (સંન્યાસીઓનું શ્રાદ્ધ)  ભાદરવા સૂદ બારસ   27  સપ્ટેમ્બર

તેરસનું શ્રાદ્ધ (મધા શ્રાદ્ધ)         ભાદરવા સૂદ તેરસ         28સપ્ટેમ્બર

અમાસનું શ્રાદ્ધ          
ભાદરવા  અમાવસ્યા                 29  સપ્ટેમ્બર

સર્વપિતૃ ાઅમાવસ્યા     ભાદરવા  અમાવસ્યા               30  સપ્ટેમ્બર
વધુ જુઓ..

જરૂર વાંચો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

શ્વાસ લેવામાં તકલીફ છે ? ઓક્સીજન લેવલ ઓછું થાય તો શું કરવું, કેવી રીતે તરત જ વધારવું ઓક્સીજન લેવલ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang - આજનુ પંચાંગ -20 માર્ચ

બ્રહ્મચારિણી માતાની આરતી

Durga Stuti Path: નવરાત્રીમાં રોજ કરો શ્રી દુર્ગા સ્તુતિનો પાઠ કરો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments