Biodata Maker

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ .. શ્રાદ્ધ એટલે શુ ? શ્રાદ્ધનુ મહત્વ, શ્રાદ્ધ દરમિયાન ન કરશો આ કામ

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (00:09 IST)
પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે. આ વખતે પિતૃપક્ષ 20  સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 06 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 16 શ્રાદ્ધ કરવામાં આવશે   એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડ દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર રહે છે. શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી, આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે. આજે અમે તમને શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ.

મહાભારત અનુસાર, મહાન તપસ્વી અત્રિ મુનિ દ્વારા મહર્ષિ નિમીને શ્રાદ્ધનો ઉપદેશ પ્રથમ આપવામાં આવ્યો હતો. આ રીતે પહેલા નિમીએ શ્રાદ્ધ શરૂ કર્યું, ત્યારબાદ અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ચારેય જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજોને ભોજન આપવાનું શરૂ કર્યું. સતત શ્રાદ્ધનું ભોજન લેતા દેવતાઓ અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા. સતત શ્રાદ્ધ ખાવાને કારણે, પૂર્વજોને અપચો થયો અને તેના કારણે તેઓ પીડાવા લાગ્યા.પછી તે બ્રહ્માજી પાસે ગયા અને તેમને કહ્યું કે કૃપા કરીને અમારું કલ્યાણ કરો. પૂર્વજોની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું અગ્નિ દેવ મારી પાસે બેઠા છે, તે તમારું કલ્યાણ કરશે.અગ્નિદેવે કહ્યું  પિતૃઓ. હવેથી આપણે શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું. મારી સાથે રહેવાથી તમારા અપચો મટે છે. આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થયા. એટલા માટે શ્રાદ્ધમાં અગ્નિનો ભાગ પ્રથમ આપવામાં આવે છે.

શ્રાદ્ધમાં પિંડદાન સમયે થોડીક પણ બેદરકારી કરશો તો તમારા બધા પુણ્ય દાન પર પાણી ફરી શકે છે. આવો જાણીએ આ દરમિયાન ધ્યાન રાખવાની  જરૂરી વાતો
 
1 પહેલી સૌથી જરૂરી વાત.. કોઈપણ ગરીબને ખાલી હાથ ન જવા દો. - પિતૃપક્ષમાં જો કોઈપણ તમારી પાસે ખાવાનુ કે પાણી માંગવા આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથ ન જવા દો. માન્યતા છે કે આપણા પિતર એટલે કે પૂર્વજ અન્ન જળ માટે કોઈપણ રૂપમાં આપણી વચ્ચે આવી શકે છે.
 
2. જાનવરોને ન મારો - કોઈપણ પક્ષી કે જાનવર ખાસ કરેને ગાય કૂતરુ બિલાડી કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ન મારવો જોઈએ. જાનવરોની પણ સેવા કરવી જોઈએ. તેમને ભોજન કરાવો અને પાણી પીવડાવો.
 
3. માંસાહાર અને દારૂનો ત્યાગ - પિતૃપક્ષ દરમિયાન ખાન પાન બિલકુલ સાધારણ હોવુ જોઈએ. માંસ માછલી ઈંડાનુ સેવન ન કરવુ જોઈએ. ભોજન બિલકુલ સાદુ હોવુ જોઈએ.એટલે કે ખાવામાં ડુંગળી અને લસણનો પણ ઉપયોગ ન કરો. દારૂ અને કોઈપણ નશીલી વસ્તુઓથી દૂર રહો.
 
4. બ્રહ્મચર્યનુ પાલન કરો - આ દિવસે સ્ત્રે પુરૂષે સંબંધ બનાવવાની બચવુ જોઈએ. પરિવારમાં શાંતિ કાયમ રાખો અને ભોગ વિલાસની વસ્તુઓથી દૂર રહો. આ દિવસો દરમિયાન બની શકે એટલુ ધ્યાન તમારા પૂર્વજોની સેવામાં હોવુ જોઈએ.
 
5. કોઈ નવુ કામ ન કરો - કોઈપણ નવુ કામ આ દિવસોમાં શરૂ ન કરવુ જોઈએ. શ્રાદ્ધપક્ષમાં શોક વ્યક્ત કરી પિતરોને યાદ કરવામાં આવે છે.તેથી આ દિવસોમાં કોઈ પણ ઉત્સવ અને તહેવારનુ આયોજન ન કરો. આ ઉપરાંત કોઈ નવો સામાન પણ આ સમયે ખરીદવાથી બચો.

6 અન્યના ઘરમાં શ્રાદ્ધ  કોઈ બીજાના ઘરે શ્રાદ્ધ ન કરવું જોઈએ. નદી, પર્વત, તીર્થ વગેરે પર શ્રાદ્ધ કરી શકાય છે.
 
7 તામસી વસ્તુઓનો ત્યાગ - શ્રાદ્ધ દરમિયાન  ચણા, લસણ, ડુંગળી, કાળો અડદ, કાળા મીઠું, સરસવ, સરસવ વગેરે ન ખાવા જોઈએ. આ બધી તામસી વસ્તુઓ છે, આ વસ્તુઓ ખાવાથી વ્યક્તિનુ મન ભટકે છે તેથી આ દિવસોમાં આ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. 
 
8. શ્રાદ્ધનું કર્મ લોખંડની સીટ પર બેસીને ન કરવું જોઈએ. રેશમ, ધાબળો, લાકડા, કુશા વગેરેથી બનેલા આસનો શ્રેષ્ઠ છે.
 
9 . શ્રાદ્ધ પક્ષ દરમિયાન શારીરિક મસાજ કે તેલ માલિશ ન કરવી જોઈએ. આ દિવસોમાં પાન ન ખાવું જોઈએ.
 
10  ક્ષૌર કર્મ એટલે કે વાળ કાપવા, હજામત કરવી અથવા નખ કાપવા વગેરે પણ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિબંધિત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

વધુ જુઓ..

નવીનતમ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments