Dharma Sangrah

ઉત્તરાયણમાં પક્ષીઓનું આવી બને છે !

મુંબઇનું એક મંડળ પક્ષીઓને સારવાર માટે ખડેપગે ઊભુ રહે છે

Webdunia
PTIPTI

ઉત્તરાયણનો સૌથી વધુ શોખ ગુજરાતી પ્રજામાં જ જોવા મળે છે. પરંતુ પતંગ ઉડાવવાના ચસકામાં તેઓ ભૂલી જાય છે કે પતંગનો માંજો અનેક પક્ષીઓ માટે ફાંસીનો ફંદો પણ બની શકે છે. પતંગના ધારદાર માંજાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે જખમી થાય છે તો કેટલાંક મૃત્‍યુ પામે છે. પતંગના દોરાથી અટકીને મૃત્‍યુ પામનારાં પક્ષીઓમાં કબૂતર, પોપટ, કાગડા વગેરેનું પ્રમાણ વધુ છે કારણ કે, મકરસંક્રાંતિના દિવસે આકાશ ચારેકોર અવનવી તેમ જ રંગબેરંગી પતંગો જ જોવા મળે છે.

15 જાન્‍યુઆરી સુધી મુંબઈના વિવિધ ભાગોમાંથી પક્ષી બચાવવા માટેના કોલ આવે છે. બોરીવલી સ્‍થિત સમકિત જૈન યુવક મંડળ છેલ્લાં ચાર વર્ષથી ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે. મકરસંક્રાંતિના દિવસે આ મંડળના 500 સભ્‍ય મુંબઈના કેટલાક વિસ્‍તારોમાં ખડેપગે ઊભા રહે છે. કોલ આવતાં જ તેઓ ઘટનાસ્‍થળે પહોંચીને જખમી થયેલાં પક્ષીઓને તાત્‍કાલિક સારવાર આપી ઉગારી લે છે.

હજી સુધી આ મંડળે લગભગ 2000થી વધુ જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપી તેઓને જીવનદાન આપ્‍યું છે. આ વખતે મકરસંક્રાંતિના દિવસે મંડળે પક્ષીઓની સારવાર માટે દસ કેન્‍દ્ર શરૂ કયાષ્ટ છે, જેમાં વિરાર, નાલાસોપારા, ભાયંદર, દહિસર, બોરીવલી પૂર્વ અને પિશ્ચમ, કાંદિવલી (પ.), મલાડ (પ.), અંધેરી અને કોલાબાથી ભાયખલાના વિસ્‍તારો સાંકળી લેવામાં આવ્‍યા છે.

મંડળના એક સભ્‍યએ જણાવ્‍યું હતું કે દર વર્ષે અમારી સાથે પરેલ સ્‍થિત વેટરનરી કોલેજના 21 ડોકટરો હોય છે. આ ડોકટરોને જે વિસ્‍તારમાં કેન્‍દ્ર ખોલાયાં છે ત્‍યાં મૂકવામાં આવે છે, જેથી જખમી થયેલાં પક્ષીઓને યોગ્‍ય સમયે સારવાર મળે છે. જો પક્ષીઓની હાલત ખરાબ હોય તો મંડળ બોરીવલી ખાતે દોલતનગરમાં જૈન દેરાસરની બાજુમાં સુરક્ષિત જગ્‍યામાં મૂકે છે. પક્ષીઓ સ્‍વસ્‍થ થયા બાદ તેઓને ઉડાડી મૂકવામાં આવે છે. આવા 70થી વધુ કોલ બે-ત્રણ વર્ષથી પીએડબ્‍લ્‍યુએસ (પ્‍લાન્‍ટ એનિમલ વેલફેર એસો.)ને પણ આવે છે અને તેઓ પણ ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

Weather news- યુપી અને બિહાર સહિત 15 થી વધુ રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ જારી, આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા

Priyanka Gandhi for PM: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પીએમ બનવા પર મૌન તોડ્યું, કહ્યું આ મોટી વાત

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

વધુ જુઓ..

ધર્મ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Show comments