Dharma Sangrah

શિવ પૂજામાં આ ઉપાય કરવાથી ફટાફટ પૂરી થશે દરેક ઈચ્છા

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (00:27 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે. 
 
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે. 
 
આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે. 
 
- જાણો આ સરળ ઉપાય 
 
- પારિવારિક અશાંતિ અને તનાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે. 
 
- કામ, આજીવિકા, નોકરીમાં તરક્કી જે સારા રોજગારની કામના છે તો શિવલિંગનો મઘની ધારાથી અભિષેક કરો. 
 
- લાંબી કે ગંભીર બીમારીથી કંટાળી ગયા છો તો પંચમુખી શિવલિંગ પર તીર્થ જળ અર્પિત કરવાથી રોગમુક્ત થશો. 
 
- સોમવારે શિવલિંગમાં આંકડાના ફૂલ કે ધતૂરો ચઢાવવાથી પારિવારિક, કાર્યક્ષેત્ર કે કોર્ટ વિવાદોથી છુટકારો કે મનપસંદ પરિણામ મળે છે. 
 
- માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મિક્સ કરીને પરેશાનીઓથી મુક્તિ મેળવો. 
 
- સોમવાર કાળસર્પ દોષ શાંતિ માટે ખૂબ શુભ છે. તેથી આ માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જપ કોઈ વિદ્વાન  બ્રાહ્મણથી જાણીને અવશ્ય કરો. 
 
- આ બધા ઉપાયોમાંથી કોઈપણ કામ ન કરી શકો ઓછામાં ઓછુ સોમવારે શિવને પવિત્ર જળ અને બિલીપત્ર જ અર્પિત કરી દો. તેનાથી જીવનમાં થઈ રહેલ દરેક ઉથલ-પાથલ થંભી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

વધુ પડતું વિચારવું? તમારા મનને શાંત અને ખુશ રાખવા માટે દરરોજ આ 7 સરળ યોગા આસન કરો.

Chicken Ham Sandwich Recipe: ચિકન હેમ સેંડવિચ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

March Shubh Muhurat- વાહન ખરીદી મુહૂર્ત 2026 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments