Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીબીએસઈ ધોરણ 12માં છોકરીઓએ બાજી મારી

Webdunia
સોમવાર, 27 મે 2013 (12:56 IST)
P.R


સીબીએસઈ 12મા ધોરણના સોમવારે જાહેર પરિણામમાં 82 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા અને યુવતીઓ 87.98 ટકાની સાથે યુવકોને આ વર્ષ ફરીથી પાછળ છોડી દીધા. યુવકોની પાસિંગ ટકાવારી 77.78 નોંધાવમાં આવી.

સીબીએસઈની તરફથી રજૂ નિવેદન મુજબ ચેન્નઈનુ પ્રદર્શન બધા જોનમાં સારુ રહ્યુ અને આ ક્ષેત્રમાં 91.83 ટકા વિદ્યાર્થી પાસ થયા. 12માંના બોર્ડનુ આજે જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 82.10 ટકા રહી, જે ગયા વર્ષની સરખામણીમાં બે ટકા વધુ છે.

આ વર્ષે 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા માટે 9,44,721 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી જે 2012 સામે 15.81 ટકા વધુ છે.

આ વર્ષે 12મી બોર્ડ પરીક્ષાના અંકનો આઈઆઈટી, એનઆઈટી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વ છે. કારણ કે આ વખતથી 12મા ધોરણના અંકને જેઈઈ એંજિનિયરિંગ પરીક્ષામાં મહત્વ આપવામાં આવશે. આ પરીક્ષા માટે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ટોચ 20 પર્સેંટાઈલનો સ્કોર 391 હશે, જ્યારે કે ઓબીસી ઉમેદવારો માટે આ 389, અનુસૂચિત જાતિ માટે 350 અને અનૂસૂચિત જનજાતિ માટે 338 હશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Show comments