Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday special - લોકોને સલમાન ખાન ગમે છે.. કારણ કે તે સલમાન ખાન છે

Webdunia
આજે જ્યારે સુપરસ્ટાર સલમાન ખાન પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે અમે શોધી કાઢ્યા છે એવા 5 કારણો જેના લીધે સલમાનના ચાહકો તેમને ભગવાનની જેમ પૂજે છે.

1. તેનો એટિટ્યૂડ: તેના અંગત પ્રેમસંબંધો હોય, નિષ્ફળ ફિલ્મો હોય, કાયદાકીય લડત હોય, મીડિયા દ્વારા નફરત હોય....સલમાન આમાંથી એકપણ વસ્તુઓને વધારે મહત્વ નથી આપતો. જ્યારે તમે તેને નિરાંતના સમયે મળો ત્યારે તે પોતાના શોર્ટ્સમાં સાઈકલિંગ કરતો જોવા મળશે. તે ક્યારેય પોતાના પર લાગેલા આરોપો કે આક્ષેપો માટે સમજૂતીઓ નથી આપતો, ક્યારેય કોઈ પ્રતિક્રિયા નથી આપતો. આ કારણે તે રોક સોલિડ લાગે છે અને આ જ વાત આપણને ગમે છે.

2. પરફેક્ટ બોડી: સલમાન ખાન એક કારણ છે અન્ય અભિનેતાઓ માટે જીમમાં જઈને બોડી બનાવવાનું. તેના કારણે પુરુષો હેન્ડસમ અને ફિટ દેખાવા લાગતા હતાં. તેણે ક્યારેય માત્ર કોઈ ફિલ્મ માટે થઈને 'સિક્સ પેક કે એઈટ પેક' એબ્સ બનાવવા માટે કસરત નથી કરી, તે હંમેશાથી જ બાંવડેબાજ રહ્યો છે. આ વાત જ તેના ચાહકોને પ્રેરણા આપતી રહે છે.

3. ગમે કે ન ગમે, તે વાજબી વાત જ કરે છે: સલમાન ક્યારેય ડિપ્લોમેટિક જવાબ નથી આપતો, તમને ગમે કે ન ગમે. સાંભળવા મળેલી વાતો અનુસાર, તે સારી ફિલ્મો નહીં પણ હિટ ફિલ્મો કરે છે. તેનો ગુસ્સાવાળો સ્વભાવ હોય, રમૂજી સ્વભાવ હોય કે કટાક્ષ હોય...ક્યારેય સિમીત નથી હોતા. સામાન્ય રીતે અભિનેતાઓ પોતાની બીમારી વિશે છુપાવતા હોય છે જ્યારે સલમાને સામેથી પોતાની ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા ડિસઓર્ડર વિશે વાત કરી હતી. તે ભાગ્યે જ પોતાની ઉદારતા વિશે જાહેરમાં વાત કરે છે.

4. તે પોતાની પ્રેમિકાઓ વિશે ક્યારેય ચર્ચા નથી કરતો: પોતાના પ્રેમસંબંધોને કારણે સૌથી વધુ ચર્ચામાં રહેતો સલમાન, જેના પર તેની પ્રેમિકાઓએ ઘણી વાર 'હિંસક વર્તન'ના આક્ષેપો મૂક્યા છે, તેમના વિશે ક્યારેય કોઈ ઈન્ટરવ્યૂમાં આ પ્રેમિકાઓની ચર્ચા કરીને કે જાહેરમાં તેમના પર માછલા ધોવાની વાત નથી કરતો. તે ક્યારેય પોતાની ફિમેલ કો-સ્ટાર સાથે અજુગતી નિકટતા કેળવતો નથી જોવા મળ્યો, જેના કારણે તેને સ્ત્રીઓના આદરની બાબતે વધારાના ગુણ મળી જાય છે. બોલિવૂડનો સૌથી એલિજીબલ બેચલર છે.

5. ફિલ્મ્સ, સ્ટાઈલ, સંવાદો: સલમાન જે કંઈ પણ કરે છે તે ટ્રેન્ડ બની જાય છે. પછી ભલે તે તેના બાયસેપ્સ હોય, સંવાદો હોય, ડ્રેસિંગ હોય, ગીતો હોય, હેરસ્ટાઈલ હોય, ગ્લાસિસ હોય કે જીન્સ હોય. તે બધી જ વયજૂથના ચાહકોને મનોરંજન પૂરુ પાડે છે. બાળકોથી લઈને મોટેરાઓ...બધાને સલમાન ભાઈ ગમે છે...ભલે તેની એક્ટિંગ સારી હોય તે ન હોય. લોકોને તે ગમે છે કારણ કે તે સલમાન ખાન છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments