Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પાંચમુ રાજ્ય બન્યું

Webdunia
રવિવાર, 27 માર્ચ 2022 (00:43 IST)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
 
ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં આ નવતર આરોગ્ય સુવિધાઓ- પ્રકલ્પો જનતાની સેવામાં સમર્પિત કર્યા હતા. જી.એમ.ઇ.આર.એસ કોલેજ ખાતે  ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે.
 
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ , ચેતા તંત્રના રોગ ના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.
 
સોલા સિવિલ હોસ્પિટલના ENT ( કાન-નાક-ગળા) ના વિભાગ હેઠળનો ધોરણ ૧૨ પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી B.ASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી,) આ એક પેરામેડિકલ કોર્સ છે .જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે ૧ વર્ષ ની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
 
સોલા સિવિલ હોસ્પિટલમાં બ્લોક “સી” સામે શરુ કરાયેલ “આહાર કેન્દ્ર” માં  હોસ્પિટલમા દાખલ દર્દીના સ્વજનોને સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં  વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
આ પ્રસંગે અમદાવાદ શહેર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશનર શાહમીના હુસૈન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા,  જી.એમ.ઇ.આર.એસ કોલેજના ડીન ડૉ.નિતિન વોરા સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ, મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ , અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments