Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષ 2007માં અક્ષય-શાહરૂખે બાજી મારી

સમય તામ્રકર
વર્ષ 2007 વિદાય થઈ રહ્યુ છે. કરોડો રૂપિયા લઈને કામ કરનારા મુખ્ય નાયકોની શુ સ્થિતિ છે, આવો નાખીએ એક નજર :-
IFM
અક્ષય કુમાર - ( નમસ્તે લંડન, હે બેબી, ભૂલ ભૂલૈયા)
અક્ષયની ત્રણ ફિલ્મો રજૂ થઈ અને ત્રણે હિટ રહી. 'વેલકમ' આવી રહી છે. અક્ષય કહે છે કે તેઓ કોઈ ખાનથી ઓછા નથી. હસવામાં ન કાઢો, અક્ષયની વાતમાં દમ છે. સતત સફળ ફિલ્મો આપવી એ કોઈ સામાન્ય વાત નથી. અક્ષયના ચાહકોની સંખ્યામાં સતત વધારો થયો છે.
IFM
શાહરૂખ ખાન ( ચક દે ઈંડિયા, ઓમ શાંતિ ઓમ)
કિંગ ખાનની ફિલ્મોએ પણ સફળતાનો ડંકો વગાડ્યો. 'ચક દે ઈંડિયા' માં તેઓ શાહરૂખ નહી પણ કોચ કબીર ખાન જોવા મળ્યા. તેમના અભિનયે ફિલ્મને વધુ ઘારદાર બનાવી. 'ઓમ શાંતિ ઓમ'માં તેમણે દર્શકોને માટે શર્ટ પણ ઉતારી દીધુ. આ ફિલ્મ ફક્ત શાહરૂખને કારણે જ સફળ રહી. મનોજ કુમારને ખોટુ લાગ્યુ તો તેમણે પણ કિંગ ખાને મનાવી લીધા. આ બંને ફિલ્મોની જબરજસ્ત સફળતાનએ શાહરૂખનું કદ વધુ ઉપર કરી દીધુ છે.
IFM
સલમાન ખાન - ( સલામ-એ-ઈશ્ક, પાર્ટનર, મેરીગોલ્ડ, સાઁવરિયા)
સલમાનની ચારમાંથી ત્રણ ફિલ્મો ફ્લોપ રહી. 'સલામ-એ-ઈશક' અને 'મેરીગોલ્ડ' સલમાને શુ સમજીને સ્વીકારી એ તો સલમાન જ જાણે. 'સાવરિયાઁ'ને માટે તેમણે દોષી નથી ઠેરવી શકાતા. 'પાર્ટનર' સલમાનની એકમાત્ર હિટ ફિલ્મ રહી. આ ફિલ્મમા તેઓ માત્ર હેંડસમ જ નહી લાગ્યા,પણ ગોવિંદા સાથે તેમની જુગલબંદી પબ ખૂબ જામી. લગ્ન બાબતે હમણાં સુધી તેમને કશુ વિચાર્યુ નથી.
IFM
અભિષેક બચ્ચ ન - ( ગુરૂ, શૂટ આઉટ એટ લોખંડવાલા, ઝૂમ બરાબર ઝૂમ, લાગા ચુનરીને દાગ)
ફિલ્મોથી વધુ જૂનિયર બચ્ચન પોતાના લગ્નને માટે ચર્ચામાં રહ્યા. 'ગુરૂ' સફળ રહી. 'ઝૂમ બરાબર ઝૂમ'માં પુત્રને સફળતા અપાવવા બિગ-બી ફિલ્મમાં આવી ગયા, પણ વાત ન જામી. 'શૂટ આઉટ...' અને 'લાગા ચુનરીમે દાગ' માં તેમની નાનકડી ભૂમિકા હતી. અમિતાભના પુત્ર હોવાનો લાભ અભિષેક હજુ ક્યા સુધી ઉઠાવશે ? તેમને જલ્દી પોતાની અભિનય ક્ષમતાને સાબિત કરવી પડશે.
IFM
સૈફ અલી ખા ન ( તા રા રમ પમ, એક લવ્ય)
સેફ મિયાનું ધ્યાન ફિલ્મો પર ઓછુ અને ગર્લફ્રેડ્સ પર વધુ રહ્યુ. ફિલ્મો તો બે પ્રદર્શિત થઈ, પણ નામ ત્રણ છોકરીઓ (રોજા, બિપાશા, કરીના) સાથે જોડાયુ. ચોથા ખાનના રૂપમાં પોતાને સ્થાપિત કરવામાં લાગેલા સેફની આશાઓને આ વર્ષે જોરદાર ઝટકો લાગ્યો.
IFM
અમિતાભ બચ્ચ ન (નિ:શબ્દ, એકલવ્ય, શૂટઆઉટ એટ લોખંડવાલા, ચીની કમ, ઝૂમ બરાબર ઝૂમ, રામગોપાલ વર્માની આગ)
બિગ બીને આ વર્ષે 'નિ:શબ્દ' અને 'રામગોપાલ વર્માની આગ' જેવી ફિલ્મો કરવાને કારણે બદનામી વેઠવી પડી. ' ચીની કમ' ના રૂપમાં તેઓ એકમાત્ર સફળતા નોંધાવી શક્યા. અભિષેકને માટે કેટલીક ફિલ્મો કરવાનું નુકશાન પણ તેમને વેઠવું પડ્યુ. આશા રાખીએ કે વર્ષ 2008માં અમિતાભ પોતાના પ્રશંસકોને નિરાશ નહી કરે.
IFM
જોન અબ્રાહ મ - ( સલામ-એ-ઈશ્ક, નો સ્મોકિંગ, ગોલ)
જોનના કેરિયરના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. હવે તો તેમના પ્રશંસકો પણ ફિલ્મથી દૂર ભાગવા માંડ્યા છે. 'ગોલ'ની નિષ્ફળતાથી જોન પોતાના સમકાલીન અભિનેતાઓથી ધણા દૂર નીકળી ગયા છે. જોનને અભિનયમાં ખૂબ જ મહેનત કરવાની જરૂર છે.

વેબદુનિયા સર્વેક્ષણ - 2007માં જોડાવવા અહીં ક્લિંક કરો...

IFM
સંજય દત્ ત - ( એકલવ્ય, શૂટ આઉટ એટ લોખંડવાલા, ધમાલ, દસ કહાનિયા, નહલે પે દહેલા)
સંજયનો એક પગ જેલમાં તો બીજો પગ સ્ટુડિયોમાં રહ્યો. પાંચમાંથી ફક્ત એક 'ધમાલ' સફળ રહી. પોતાની પોજીશન તેઓ ઝડપથી ગુમાવી રહ્યા છે. જેલના ચક્કરોને કારણે નિર્માતાઓ તેમને લેતા ગભરાઈ રહ્યા છે.
IFM
સની દેઓ લ ( કાફિલા, અપને, ફૂલ એન ફાઈનલ, બિગ બ્રધર)
સનીની સફળતાનો સૂરજ વાદળો પાછળ જ સંતાઈ રહ્યો. 'અપને'ને છોડી તેમની બાકીની ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગઈ તેની ખબર જ ન પડી. સનીના પ્રશંસક હજુ પણ છે, પણ ખરાબ ફિલ્મ તેઓ કેવી રીતે જોઈ શકે છે ? કદાચ આથી જ સની હવે પોતાના બેનર હેઠળ ઢગલો ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે.
IFM
શાહિદ કપૂર ( ફૂલ એન ફાઈનલ, જબ વી મે ટ)
બાળક સમજાનારો શાહિદને 'જબ વી મેટ'ની સફળતા પછી હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હવે તેમને સોલો હીરો ના રૂપમાં ફિલ્મો મળવા લાગી છે. આ વર્ષે તો શાહિદ જરૂર યાદ રહેશે. 'જબ વી મેટ' અને કરીનાને કારણે.
IFM
અજય દેવગ ન - ( કેશ, રામગોપાલ વર્માની આગ)
અચ્છે અભિનેતા હોવા છતા અજયને ખરાબ ફિલ્મોમાં કામ કરવુ પડ્યુ તે સમજાતુ નથી. અજયે પોતાને પસંદગીના બેનર માટે જ ફિલ્મો કરવા માટે બાંધી રાખ્યો છે. 'કૈશ' અને 'રામૂ કી આગ' ના રૂપમાં આગળ આવવાને બદલે તેઓ બે પગલાં પાછળ જતા રહ્યા.
IFM
બોબી દેઓલ - ( શાકાલાકા બૂમ બૂમ, ઝૂમ બરાબર ઝૂમ, અપને, નકાબ, નન્હે જેસલમેર)
અબ્બાસ-મસ્તાન અને યશરાજ ફિલ્મસનો સાથ મળવા છતાં પણ બોબી ફ્લોપ રહ્યા. પપ્પા અને ભાઈની સાથે ઉભા રહેવાનો લાભ તેમને 'અપને' માં મળ્યો, પણ પોતાના દમ પર હિટ ફિલ્મ બોબી ક્યારે આપશે એ તો તેમને પણ ખબર નથી.
IFM
અક્ષય ખન્ન ા - ( સલામ એ ઈશ્ક, નકાબ, ગાઁધી માય ફાધર, આજા નચ લે)
ભરપૂર કોશિશો કરવા છતાંય અક્ષય અસફળતાનો ચક્રવ્યૂહ ન તોડી શક્યા. 'ગાંઘી માય ફાધર' માં શ્રેષ્ઠ અભિનય કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવી. એકલાના દમ પર હિટ ફિલ્મ આપવી એ કદાચ અક્ષયના ગજાની વાત નથી. વધુ એક્ટરો સાથે ફિલ્મ કરવી એ જ તેમની માટે સારુ છે.
IFM
રિતેશ દેશમુ ખ ( હે બેબી. કૈશ, ધમાલ)
હાસ્ય ફિલ્મોમાં રિતિશ પોતાની વિશેષ છાપ છોડે છે. આ વર્ષે બે હિટ ફિલ્મો તેમના નામ આગળ નોંધાઈ છે. રિતેશ પોતાની ઈમેજ બદલવા માગે છે, પણ નિર્માતા અને દર્શક તેમને કોમેડી કરતા જ જોવા માંગે છે.

રિતિક રોશન આ વર્ષે કોઈ ફિલ્મ તેમની પ્રદર્શિત નથી થઈ, જ્યારે કે આમિર ખાનન ી ' તારે જમીન પર' પ્રદર્શિત થવાની છે.

વેબદુનિયા સર્વેક્ષણ - 2007માં જોડાવવા અહીં ક્લિંક કરો...

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Tulsi Pujan Diwas 2024: તુલસી પૂજાના દિવસે ભૂલથી પણ ન કરશો તુલસી સાથે જોડાયેલ આ ભૂલો, નહિ તો થશે નુકશાન

Show comments