Biodata Maker

આ વર્ષથી ભારત મહાસત્તા બનશે !

ગુજરાતમાં 2007માં બેન્કોની થાપણોની વૃદ્ધિ ધીમી પડી

Webdunia
W.DW.D

2008 ના નવા વર્ષે ભારત વિશ્વમાં મહાસત્તા બનવાની દીશામાં મક્કમ પગલે આગળ વધશે અને આર્થિક સુધારાને પગલે દેશમાં સમૃદ્ધિ વધશે તેનો વિશ્વના નિષ્ણાતોને પણ અંદાજ આવી ગયો છે. તેથી જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સાથે સાથે કોર્પોરેટ જગતમાં પણ ભારતનું માન-પાન વધી રહ્યું છે. સમગ્ર 2007માં શેરબજારમાં તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિ અને શેરબજારોના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 94 ટકા જેટલો વધારો નોંધાયો છે અને સેન્સેક્સમાં 34 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ કારણે રોકાણકારો માલામાલ બની ગયા અને નવા નવા રોકાણકારો પણ બજાર તરફ વળ્યા હતા. આની સીધી અસર વિશેષ કરીને ગુજરાતમાં બેન્કોની થાપણોની વૃદ્ધિ ધીમી પડી હતી.

જ્યારે 2008ના નવા વર્ષમાં શેરબજારમાં સુધારો યથાવત રહેવાની ધારણા છે અને રોકાણકારોની કમાણી હજુ પણ વધે તેવી વકી છે. 2007માં 101 આઈપીઓ બજારમાં આવ્યા હતા. તેમાં ક્રેઈન ઈન્ડિયા, રિલાયન્સ પેટ્રોલિયમ અને ડીએલએફ જેવા મોટા મોટા ઈસ્યુનો પણ સમાવેશ થતો હતો. 2008માં પણ આઈપીઓની સંખ્યા જળવાઈ રહેવાની ધારણા છે. તેમાંય રિલાયન્સ પાવરના ઈસ્યુની કાગડોળે રાહ જોવાય છે.

આ ઉપરાંત જાહેર ક્ષેત્રની પાવર કંપનીઓનો ઈસ્યુ પણ બજારમાં છવાઈ જવાનો અંદાજ મૂકાય છે. 2007માં રૂપિયાનું સતત ઉર્ધ્વમૂલ્ય જોવા મળ્યું હતું અને તેના કારણે કેટલાક નિકાસ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ડોલર સામે રૂપિયો મજબૂત થતાં નિકાસકારોના માર્જિનમાં ઘટાડો થતાં તેમને નુકસાન સહન કરવું પડયું હતું એને લીધે અમુક એકમો બંધ થઈ જવાનું અને બેરોજગારીમાં વધારો થવાનું જોખમ વધ્યું હતું.
જ્યારે ભાજપ(મોદી) સરકારે નિકાસકારોને રૂપિયાની આગેકૂચ સામે રક્ષણ પૂરૂ પાડવા સમયસર આગળ આવી તેમના માટે એક પછી એક ત્રણ પેકેજ જાહેર કર્યા હતા અને રાજ્યોને પણ નિકાસકારોએ ચૂકવેલા વિવિધ વેરાઓનું રિફંડ આપવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત ડાબેરીઓના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં પણ નંદીગ્રામમાં એસઈઝેડ મુદ્દે ભડકો થયો હતો. લાબાં સમય સુધી સ્થાનિક પ્રજા અને ડાબેરી કાર્યકરો વિશેષ કરીને સીપીએના કાર્યકરો વચ્ચે અથડામણો ચાલી હતી. અંતે રાજ્યના મુખ્યપ્રધાનને નમતું જોખવાની ફરજ પડી હતી અને હવે નંદીગ્રામમાં જમીન સંપાદન નહીં કરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આમ 2008માં નંદીગ્રામવાસીઓનો સંઘર્ષ ફળ્યો તેમ કહી શકાય.

આ ઉપરાંત 2007માં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પરમાણુ સંધિંએ પણ ડાબેરીઓના તેજતેવરને લીધે ચર્ચા જગાવી હતી. આ વિવાદમાં ભાજપને ઝુકાવ્યું હતું સરકાર વિરોધી વલણ અપનાવતાં કેન્દ્ર સરકાર પણ ધર્મસંકટમમાં મુકાઈ ગઈ હતી. અલબત્ત હવે આ મુદ્દાને મોટે ભાગે શીતગારમાં ધકેલી દેવામાં આવ્યું છે અને 2008માં પરમાણુ સંધિનું ભૂત ફરી ધુણે તેવી સંભાવના ઓછી થતી જાય છે.
NDN.D

રાજકીય મોરચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજયથી કેન્દ્રમાં રાજકીય સમીકરણો બદલાય તેવા અણસારો દેખાવા લાગ્યા છે. જો આ બંને રાજ્યોમાં ભાજપનો પરાજય થયો હોત તો સામાન્ય ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચા થતી હતી. જોકે હવે ભાજપે સપાટો બોલાવ્યો હોવાથી વહેલી ચૂંટણીના કોઈ અણસાર ધ્યાને પડતાં નથી. આમ છતાં ભાજપની સ્થિતિમાં સુધારો થતાં આ પક્ષ માટે 2008 શુભ બની તેવી શુભેચ્છા દરેક ગુજરાતીઓ આપી રહ્યા છે અને વિશ્વ પર તેની ખૂબ દીર્ઘ નઝર રહેલી છે.

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Show comments