Webdunia - Bharat's app for daily news and videos

Install App

14મી જાન્યુએ વેબદુનિયા સર્વેનું પરિણામ

રાષ્ટ્રીય અને સ્થાનિક સર્વેક્ષણનું પરિણામ આવતા સોમવારે જાહેર - વેબદુનિયા

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2008 (12:10 IST)
W.DW.D

ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કરીને ઓનલાઇન રાષ્ટ્રીય અને સ્થાનિક સર્વેક્ષણ કરાવ્યો હતો. આ સર્વે 10મી જાન્યુઆરીએ સમાપ્ત થયો અને તેનું પરિણામ આવતા સોમવારે એટલે કે તા. 14મી જાન્યુઆરીના રોજ જાહેર થશે. આ સર્વેક્ષણ વિદેશમાં વસતા આપણા એનઆરઆઇ (પ્રવાસી) ભારતીયોની સાથે-સાથે રાજકારણ, ક્રિકેટ, રમત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી ખાસ અભિનેતા અને અભિનેત્રીઓ વગેરે માંથી સૌથી લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવાના ઉદેશથી કરવામાં આવ્યો હતો.

આ સાથે વર્ષ 2007ની શ્રેષ્ઠ ફિલ્મનું નામ પણ જોડવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ 10મી જાન્યુઆરીથી જ પુરો થઇ ગયો છે હવે તેનું પરિણામ 14મીએ જાહેર કરવામાં આવશે.

વેબદુનિયા પોર્ટલ, જે 9 ભારતીય ભાષાઓ જેવીકે, ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં એક સાથે કાર્યરત છે, આ અનોખા સર્વેક્ષણમાં તમામ ભાષાઓના ઇંટરનેટ પ્રેમિઓથી મળેલા મતદાન સમાવિષ્ઠ છે. એસએમએસના આધાર પર થતા સર્વેક્ષણની સામે આ સર્વેક્ષણ તદન મફત હતો.

પ્રત્યેક શ્રેણીમાં વેબદુનિયાના 9 પોર્ટલના સંપાદનોના ગ્રુપે વિવિધ ક્ષેત્રોની 9 મહત્વપૂર્ણ હસ્તીઓની પસંદગી કરી હતી. આ પસંદગી તે આધાર પર કરવામાં આવી હતી કે વર્ષ-07માં સમાચાર અને લેખોમાં જેવો ચમકતા રહ્યા છે. કોનું નામ સૌથી વધુ સમાચારોમાં છવાયેલું રહ્યું અને ભાષા સર્ચ એંજિનમાં વાચકોએ કઇ વ્યક્તિના વિશે વધુમાં વધુ શોધ કરી અને તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આ આધારો પર અમે 10 મહત્વપૂર્ણ વ્યક્તિઓની પસંદગી કરી હતી.

એક વખત પોતાનો મત આપ્યા બાદ વાચક તા. 14મી જાન્યુઆરીએ મતદાનોના પરિણામો જોઇ શકે છે. અત્યાર સુધીમાં જે કોઇ હસ્તીઓને વધુ મતદાન મળ્યું છે તેઓને અલગથી બતાવવામાં આવશે. વાચક 10 શ્રેણીમાં દેખાડેલી 10 વ્યક્તિઓને મળેલા મતદાનોને ટકાવારીમાં ત્યાં જોઇ શકશે. દાત :

1 . દુનિયાની સૌથી લોકપ્રિય હસ્તી ?
( જ્યોર્જ બુશ, લક્ષ્મી મિત્તલ, સુનિતા વિલિયમ્સ, ઇંદિરા નૂઇ, મનમોહન સિંહ, હિલેરી કિલંટન, ડેવિડ બેકહમ, મારિયા શરાપોવા, પરવેઝ મુશર્રફ, બ્લાદિમીર પુતિન)
2. ભારતની સૌથી લોકપ્રિય હસ્તી ?
( મુકેશ અંબાણી, અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, મનમોહન સિંહ, રત્તન ટાટા, શ્રીશ્રી રવિશંકર, લતા મંગેશકર,બાબા રામદેવ,રાહુલ ગાંધી, અટલબિહારી બાજપૈયી)
3. ભારતના સૌથી લોકપ્રિય રાજકિય નેતા ?
( મનમોહન સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સોનિયા ગાંધી, લાલૂ યાદવ, પી.ચિદંબરમ, માયાવતી, પ્રકાશ કરાત, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, એમ. કરૂણાનિધિ)
4. ભારતની સૌથી લોકપ્રિય મહિલા ?
( પ્રતિભા પાટિલ, સાનિયા મિર્ઝા, એશ્વર્યા રાય, સોનિયા ગાંધી, કિરણ બેદી, માયાવતી, વસુંધરા રાજે, શીલા દીક્ષિત, મમતા બેનર્જી, જયલલિતા)
5. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેતા (હિરો) ?
( અમિતાભ બચ્ચન, રજનીકાંત (દક્ષિણ ભારત), ઋતિક રોશન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સંજય દત્ત, ચિરંજીવી (દક્ષિણ ભારત), અભિષેક બચ્ચન, આમિર ખાન, મોહનલાલ (દક્ષિણ ભારત))
6. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી (હિરોઇન) ?
( એશ્વર્યા બચ્ચન, રાની મુખર્જી, શ્રેયા (દક્ષિણ ભારત), વિધ્યા બાલન, કૈટરીના કૈફ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, અનુષ્કા (દક્ષિણ ભારત), સમ્યા (દક્ષિણ ભારત))
7. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ(બેસ્ટ) ફિલ્મ ?
( ચક દે ઇંડિયા, ભૂલભુલૈયા, શિવાજી (દક્ષિણ ભારત), ઓમ શાંતિ ઓમ, હે બેબી, દુનિયા (દક્ષિણ ભારત), ગાંધી માય ફાધર, ચોકલેટ (દક્ષિણ ભારત), નમસ્તે લંડન, ગુરૂ)
8. સૌથી સેક્સી હિરોઇન ?
( બિપાશા બસુ, મલ્લિકા શેરાવત, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર, સેલિના જેટલી, અભિનયશ્રી (દક્ષિણ ભારત), નેહા ધૂપિયા, નમિતા (દક્ષિણ ભારત), મલાઇકા અરોરા, રાખી સાવંત)
9. ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર ?
( સચિન તેંડુલકર, યુવરાજસિંહ, એમએસ ધોની, અનિલ કુંબલે, ઝહિર ખાન, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, ઇરફાન પઠાન, હરભજનસિંહ ગૌતમ ગંભીર)
10 ભારતના સૌથી લોકપ્રિય ખેલાડી ?
( સાનિયા મિર્ઝા, વિશ્વનાથન આંનદ, ડોલા બેનર્જી, પ્રભજોત સિંહ, દિલીપસિંહ 'ખલી', અભિનવ બિંદ્રા, લિએંડર પેસ, જીવ મિલ્ખા, નારાયણ કાર્તિકેયન, વાઇચુંગ ભૂટિયા)

વેબદુનિયાના વિશે :
વેબદુનિયા વિશ્વનો પ્રથમ હિન્દી પોર્ટલ છે અને ભારતનો એક માત્ર એવો પોર્ટલ, જે એક સાથે 9 ભાષાઓમાં પોતાનો પોર્ટલો ચલાવે છે. આ તમામ ભાષાઓમાં રાજકારણ, રમત, ક્રિકેટ, બોલીવુડ, ધર્મ, સાહિત્ય, જ્યોતિષ, લાઇફ-સ્ટાઇલ, કેરિયર અને આઇટી જેવા વિષયો પર ઉચ્ચ ગુણવતાવાળા સમાચાર, લેખ વગેરે તમામ ઉંમરના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરે છે. આ સાથે ક્રિકેટ લાઇવ સ્કોર બોર્ડ(કોમેંટ્રી), ટિકર, સર્વેક્ષણ અને મતદાન તમામ 9 પોર્ટલમાં જોઇ શકાય છે.

1. વેબદુનિયાના 9 ભાષાઓના પોર્ટલ :
http://gujarati.webdunia.com/
http://hindi.webdunia.com/
http://bengali.webdunia.com/
http://kannada.webdunia.com/
http://malayalam.webdunia.com/
http://marathi.webdunia.com/
http://punjabi.webdunia.com/
http://tamil.webdunia.com/
http://telugu.webdunia.com/

2. વેબદુનિયાની ઇ-મેલ સેવાઓ 11 ભારતીય ભાષાઓ - અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ સર્વેક્ષણ બાદ પ્રાપ્ત પરિણામોના આધારે સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા સહિત તમામ પોર્ટલ્સ પર તા. 14મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં યુઝર્સ 10મી જાન્યુઆરી, 2008 સુધી જોડાયા હતા.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી