Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય ગણતંત્રનો પ્રારંભ

Webdunia
N.D
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 59 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી જેને સન 1930માં એક સપનાના રૂપમાં સંકલ્પિત કરવામાં આવી હતી અને આપણા ભારતના શુરવીર ક્રાંતિકારીઓએ સન 1950માં આને એક સ્વતંત્રતાના રૂપમાં સાકાર કરી હતી. ત્યારથી ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપમાં ભારતનું નિર્માણ એક ઐતિહાસિક ઘટના રહ્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે 31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ પણ કરવામાં આવી હતી. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તે બેઠકની અંદર હાજર રહેલ બધા જ ક્રાંતિકારીઓએ અંગ્રેજી સરકારના કબ્જાથી ભારતને આઝાદ કરવા અને પુર્ણરૂપે સ્વતંત્રતાને સપનામાં સાકાર કરીને 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં એક ઐતિહાસિક પહેલ બનાવવાના સોગંદ લીધા હતાં. ભારતના તે શુરવીરોએ પોતાના તે લક્ષ્ય પર ખરા ઉતરવા માટે ખુબ જ જોરદાર પ્રયત્ન કરતાં તે દિવસને સ્વતંત્રતાના રૂપમાં સાર્થક કરવા માટે એકતા દર્શાવી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો.

ત્યાર બાદ ભારતીય સંવિધાન સભાની બેઠકો થતી રહી જેની પહેલી બેઠલ 9 ડિસેમ્બર 1946માં થઈ, જેમાં ભારતીય નેતાઓ અને અંગ્રેજી કૈબિનેટે મિશનમાં ભાગ લીધો. ભારતને એક સંવિધાન આપવાના વિષયમાં કેટલીયે ચર્ચાઓ, વિનંતીઓ અને વાદ-વિવાદો કરવામાં આવ્યાં હતાં. ઘણી સમૌઅ સુધી સંશોધન કર્યા બાદ ભારતીય સંવિધાનને છેલ્લુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 1949ને અધિકારીક રૂપથી સ્વીકારવામાં આવ્યો હતો.

આ અવસરે ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં. જો કે ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments