Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌ જાગતા રહે ગીત એવા ગાઈએ..............

Webdunia
N.D
શુ આઝાદીના આટલા વર્ષો પછી આપણે સુખી છીએ ? આ આપણે ચકાસવુ પડશે.આપણે સમુદ્રમાં વચ્ચે આવીને ડોલી રહ્યા છીએ. કેટલીય વાર અમને અમારી પ્રાથમિક જરૂરિયાતો નક્કી કરવામાં મુશ્કેલી આવ ે છે. આજે પણ એક કરોડ બાળકો પ્રાથમિક શાળાના દરવાજા સુધી પહોંચી શકતા નથી. વિકાસની વ્યાખ્યા માત્ર વિકસિત લોકોના વિકાસ સુધી જ સીમિત ન રહેવી જોઈએ.

જ્યારે ભારત શબ્દ અમારા કાનમાં પડે છે ત્યારે અમારા મનમાં એક શાંતિની અનુભૂતિ થાય છે. અને જ્યારે આ શબ્દને અમે પોતે બોલીએ છીએ ત્યારે અમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે. મનોજકુમારની ફિલ્મોના નાયકની જેમ આ ભાવ દરેક ભારતવાસીના મનમાં છે. પણ આપણા મનમાં ભારત પ્રત્યે પ્રેમ હોવાનો ભાવ હોવા માત્રથી આપણા દેશનુ કલ્યાણ નથી થઈ જવાનુ. એના માટે આ પણ ે જરૂરી છે કે દેશ પ્રત્યેના આપણા કર્તવ્યો અને આપણી જવાબદારીઓને ઈમાનદારીપૂર્વક નિભાવીએ અને ત્યારેજ દેશનો ઉધ્ધાર થશે.

આપણે આપણી ફરજોને શુ ઈમાનદારીપૂર્વક નિભાવીએ છીએ. રાત્રે રસ્તામાંથી તમે આવી રહ્યા હોય અને કોઈ અજાણી વ્યક્તિને કોઈ વાહન ટક્કર મારીને જતુ રહ્યુ હોય તો શુ આપણે રોકાઈને તેની મદદ કરીએ છીએ, નથી કરતા, મોટા ભાગના લોકોતો કોણ પોલીસના ચક્કરમાં પડે એમ વિચારીને જ ત્યાંથી પલાયન થઈ જાય છે. બસ તે ઘડીએ એ વિચારો કે એ તમારું ભવિષ્ય છે, તમે પણ આ રીતે કોઈ દિવસ ઘાયલ પડ્યા હશો, ઘરે તમારી પત્ની-બાળકો તમારી રાહ જોઈ રહ્યા છે, તમે ત્યાંથી હલી શકતા નથી, આટલુ વિચારતા તો તમારુ મન તરત જ તે વ્યક્તિની મદદ કરવા દોડી જશે. જેમ મોત એક હકીકત છે તેમ માણસને ગમે ત્યારે કોઈપણ અજાણ્યા વ્યક્તિની જરૂર પડવી એ પણ એક હકીકત છે. મદદ કરશો તો મદદ પામશો.

આજે જ્યા જુઓ ત્યા ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. દરેક સમયે અમારી સામે કોઈને કોઈ ભ્રષ્ટાચારનુ મોટુ કૌભાંડ ઉજાગર થાય છે. રાજનીતિમાં ભ્રષ્ટાચાર, નેતાઓના ભ્રષ્ટાચાર, સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર બધી બાજુએ ભ્રષ્ટાચારે પોતાના પગ જકડી રાખ્યા છે. એક નાનકડા કલર્કથી લઈને મોટા મોટા આઈ.એ.એસ, આઈ.પી.એસ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે.

ગ્લોબલાઈઝેશનની આ સમયમાં દેશની નીતિ કોઈનાથી છાની નથી રહી. એક બાજુ દેશમાં મોટા મોટા મોલ, ફાઈવસ્ટાર હોટલો ઢગલોબંધ ખુલી રહી છે તો બીજી બાજુ ભૂખે મરનારાઓની સંખ્યા પણ ઓછી નથી. આજે પણ દેશની મોટાભાગની પ્રજા ગરીંબી રેખા નીચે જીવી રહી છે. આ લોકોનુ જીવન એટલે બે સમયનુ ભરપેટ જમવાનુ તો દૂર રહ્યુ પણ ધણી વાર તેમને સૂકો રોટલો પણ નથી મળતો. શિક્ષાની મોટી મોટી સંસ્થાઓ સ્થાપવાથી જ દેશનો વિકાસ થયો છે તે માનવુ એક ભૂલ છે. આજે દેશની કુલ કોલેજોમાં જેટલા યુવાઓ ભણી રહ્યા છે તે દેશના કુલ યુવાનોના માત્ર સાત થી દસ ટકા જ છે. આખા વિશ્વના 33 ટકા નિરક્ષર ભારતમાં છે.

આપણે શિક્ષાની વાત તો છોડો આજે માનવીની પ્રથમ જરૂરિયાત શુધ્ધ પાણી પણ ગ્રામીણ ક્ષેત્રના લોકોને નથી મળતુ. દેશમાં 80 ટકા બીમારીઓ આજે પણ અશુધ્ધ પાણીને કારણે જ થાય છે. ગણતંત્રની અડધી સદી થયા પછી પણ આજે પણ મહિલાઓનુ શોષણ થાય છે. અમે પશ્ચિમી સંસ્કૃતિની વિકૃતિઓને ખૂબ જ શાનથી સ્વીકારી પણ વિશેષતાઓને નહી સ્વીકારી. જે દેશમાં છેલ્લા બે દશકમાં એક કરોડ કન્યા ભૂણોને કોખમાંજ મારી નાખવામાં આવી હોય તે દેશમાં નારીની સુરક્ષા પર શુ એક પ્રશ્ન ચિહ્ન નથી ? અને નારી સુરક્ષા અને સ્વતંત્રતાના સરકારી દાવા પોકળ નથી ?

ભારતના ગણતંત્ર દિવસ પર આંસુ વહાવવાની આ પ્રક્રિયા કદી થમવાની નથી કારણકે જ્યા જુઓ ત્યાં વિકૃતિઓનો પહાડ સર્જાયેલો છે. એ જ કારણે રાષ્ટ્રનુ ચિંતન એક ચિંતામા ફેરવાઈ જાય છે. એવુ નથી કે ભારતમાં વિકાસ નથી થયો, વિકાસ થયો છે પણ એમનો જ જેઓ પહેલેથી જ વિકસિત છે. આજે પણ કરોડો યુવાનો બેકારીઓ સામનો કરી રહ્યા છે. શાસક વર્ગ દર ચૂંટણીએ વિકાસના ખોટા સપના બતાવીને લોકોને વિકાસની ગંગાની રાહ જોવડાવી રહ્યા છે. પણ ખબર નહી ક્યારે ઉગશે એ સૂરજ જ્યારે દરેક માનવીના મોઢા પર ચિંતાની જગ્યાએ એક અદ્ભૂત શાંતિનો અનુભવ જોવા મળશે..

PTI
ઉંધ આવે છે તો માણસનુ નસીબ પણ ઉંધી જાય છે,
કોઈ હવે કદી સૂઈ ન શકે ગીત એવા ગાતા રહો
ભૂખ્યો પણ ઉંધવા તૈયાર છે આ દેશ મારો,
બસ તમે એને પરીઓના સપના બતાવતા રહો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments